Suratમાં બુટલેગર બન્યો છાટકો, વાહન ચેકિંગ દરમિયાન કોન્સ્ટેબલને ઉડાવી પીએસઓને લાફો માર્યો

સુરતમાં અઠવાલાઈન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલને બુટલેગરે વાહન ચેકિંગ દરમિયાન ઉડાવ્યો હોવાની વાત સામે આવી છે,જેમાં ફરાર બુટલેગરે પોલીસ કર્મી પર કાર ચઢાવીને તેમને ઈજા પહોંચાડી છે,તો વાહનચેકિંગ સમયે બુટલેગર ચિત્રાર્થે કાર ભગાવી અને પોલીસ કર્મીને અડફેટે લીધા હોવાની વાત સામે આવી છે જેમાં પોલીસ કર્મીને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે અને અઠવાલાઈન પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.કાર બંધ પડતા બુટલેગર ચિત્રાર્થ ઉર્ફે ચિતરાજ પકડાયો કાર સ્પીડમાં ચલાવીને બુટલેગરે પોલીસ કર્મીને ઈજા તો પહોંચાડી સાથે સાથે બુટલેગરે ફરજ પર હાજર PSOને તમાચો મારી દીધો હતો અને પોલીસ સ્ટેશન માથે લીધુ હતુ,બીજી તરફ મહત્વની વાત તો એ છે કે બુટલેગરની કાર બંધ પડી જતા તેને ઘટના સ્થળેથી જ ઝડપી પાડવામાં આવ્યો છે અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે,પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે,સાથે સાથે બુટલેગર અનેક ગુનાઓમાં ફરાર હતો અને તે ગુનાહિત ઈતિહાસ પણ ધરાવે છે. પોલીસે હાથધરી વધુ તપાસ પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ચિતાર્થને શંકા હતી કે હેડ કોન્સ્ટેબલ કારાભાઇ તેની બુટલેગિંગની પ્રવૃત્તિઓને પકડાવવા માટે કારમાં જીપીએ ગોઠવી રહ્યા હતા. આ શંકાને કારણે, ચિતાર્થે કારાભાઇ પર હુમલો કરવાની યોજના બનાવી.ઘટનાના દિવસે, ચિતાર્થે કારાભાઇ જ્યાં ચેકિંગ કરી રહ્યા હતા ત્યાંથી બે વખત રાઉન્ડ માર્યા. બાદમાં, ત્રીજી વખત કારને પૂરઝડપે હંકારી, હેડ કોન્સ્ટેબલને ઇજા પહોંચાડીને નાસવા પ્રયત્ન કર્યો. આરોપી ચિતાર્થને ઝડપી લેવામાં આવ્યો છે અને તેના વિરુદ્ધ ઈરાદાપૂર્વક ઘાતક હુમલાની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. 

Suratમાં બુટલેગર બન્યો છાટકો, વાહન ચેકિંગ દરમિયાન કોન્સ્ટેબલને ઉડાવી પીએસઓને લાફો માર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં અઠવાલાઈન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલને બુટલેગરે વાહન ચેકિંગ દરમિયાન ઉડાવ્યો હોવાની વાત સામે આવી છે,જેમાં ફરાર બુટલેગરે પોલીસ કર્મી પર કાર ચઢાવીને તેમને ઈજા પહોંચાડી છે,તો વાહનચેકિંગ સમયે બુટલેગર ચિત્રાર્થે કાર ભગાવી અને પોલીસ કર્મીને અડફેટે લીધા હોવાની વાત સામે આવી છે જેમાં પોલીસ કર્મીને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે અને અઠવાલાઈન પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.

કાર બંધ પડતા બુટલેગર ચિત્રાર્થ ઉર્ફે ચિતરાજ પકડાયો

કાર સ્પીડમાં ચલાવીને બુટલેગરે પોલીસ કર્મીને ઈજા તો પહોંચાડી સાથે સાથે બુટલેગરે ફરજ પર હાજર PSOને તમાચો મારી દીધો હતો અને પોલીસ સ્ટેશન માથે લીધુ હતુ,બીજી તરફ મહત્વની વાત તો એ છે કે બુટલેગરની કાર બંધ પડી જતા તેને ઘટના સ્થળેથી જ ઝડપી પાડવામાં આવ્યો છે અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે,પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે,સાથે સાથે બુટલેગર અનેક ગુનાઓમાં ફરાર હતો અને તે ગુનાહિત ઈતિહાસ પણ ધરાવે છે.

પોલીસે હાથધરી વધુ તપાસ

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ચિતાર્થને શંકા હતી કે હેડ કોન્સ્ટેબલ કારાભાઇ તેની બુટલેગિંગની પ્રવૃત્તિઓને પકડાવવા માટે કારમાં જીપીએ ગોઠવી રહ્યા હતા. આ શંકાને કારણે, ચિતાર્થે કારાભાઇ પર હુમલો કરવાની યોજના બનાવી.ઘટનાના દિવસે, ચિતાર્થે કારાભાઇ જ્યાં ચેકિંગ કરી રહ્યા હતા ત્યાંથી બે વખત રાઉન્ડ માર્યા. બાદમાં, ત્રીજી વખત કારને પૂરઝડપે હંકારી, હેડ કોન્સ્ટેબલને ઇજા પહોંચાડીને નાસવા પ્રયત્ન કર્યો. આરોપી ચિતાર્થને ઝડપી લેવામાં આવ્યો છે અને તેના વિરુદ્ધ ઈરાદાપૂર્વક ઘાતક હુમલાની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.