જૂનાગઢમાં HMPV વાયરસને લઈ તંત્ર હરકતમાં, જિલ્લાના PHC, CHC સેન્ટરને કરાયા સજજ

કોરોના વાયરસ બાદ ફરી એક વખત નવા વાયરસે દેશમાં એન્ટ્રી કરી લીધી છે. ચીનમાં ફેલાયેલા HMPV વાયરસ મામલે કેન્દ્ર સરકાર બાદ હવે રાજ્ય સરકાર પણ સતર્ક બની ગઈ છે. ગુજરાતમાં આ વાયરસનો પ્રથમ કેસ પણ નોંધાઈ ચૂક્યો છે અને હાલમાં ખાનગી હોસ્પિટલમાં દર્દીની સારવાર ચાલી રહી છે.હોસ્પિટલ સ્ટાફને પણ સાવચેત રહેવા માટે સૂચના તેની વચ્ચે જૂનાગઢમાં HMPV વાયરસને લઈ તંત્ર હરકતમાં આવ્યું છે અને જિલ્લાના PHC, CHC સેન્ટરને સજજ કરવામાં આવ્યા છે. બીજી તરફ આરોગ્ય વિભાગે એડવાઈઝરી પણ બહાર પાડી દીધી છે અને હોસ્પિટલ સ્ટાફને પણ સાવચેત રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. વાયરસના લક્ષણો દેખાતા તમામ દર્દીઓના રિપોર્ટ પણ કરવામાં આવશે. હાલમાં સિવિલ હોસ્પિટલ અને જિલ્લા આરોગ્ય વિભાગ વાયરસને લઈને એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. HMPV વાયરસને લઈને અપક્ષ MLAનો આરોગ્ય મંત્રીને પત્ર બીજી તરફ HMPV વાયરસને લઈને અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખી તાત્કાલિક પગલાં ભરવા માગણી કરી છે. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ગુજરાતનો પ્રથમ કેસ અરવલ્લીમાં આવતા ચિંતા વ્યક્ત કરી છે. રાજસ્થાન સાથે જોડાયેલા જિલ્લાને કારણે તાત્કાલિક આરોગ્યની ટીમ મોકલવાની માગણી કરી છે. રાજ્યના જિલ્લા આરોગ્ય અધિકારીની બેઠક બોલાવી HMPV વાયરસને અટકાવવા માર્ગદર્શન આપવાની માગણી કરી છે. દેશમાં આ વાયરસના 2 કેસ નોંધાયા મળતી માહિતી મુજબ ચીનના ખતરનાક વાયરસની દેશની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે અને હાલમાં બાળકને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ખાનગી લેબમાં બાળકનો HMVP રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળક મૂળ મોડાસા પાસેના ગામનું હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો છે. હાલ તેની તબિયત સ્થિર જણાવવામાં આવી રહી છે. બાળકને શરદી અને તાવના લક્ષણો જોવા મળતા તેને અમદાવાદ લાવવામાં આવ્યો હતો. શું છે HMPV વાયરસ? હ્યુમન મેટાન્યૂમોવાયરસએ RNA વાયરસ છે. તે ન્યૂમોવાયરિડે પરિવારના મેટાન્યૂમોવાયરસના ક્લાસ સાથે જોડાયેલું છે. તે 2001માં ડચ સંશોધક દ્વારા પ્રથમ વખત શોધવામાં આવ્યો હતો. અભ્યાસો જણાવે છે કે આ વાયરસ ઓછામાં ઓછા 60 વર્ષથી અસ્તિત્વમાં છે. આ એક સામાન્ય શ્વસન સમસ્યા છે, જે સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે.  

જૂનાગઢમાં HMPV વાયરસને લઈ તંત્ર હરકતમાં, જિલ્લાના PHC, CHC સેન્ટરને કરાયા સજજ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કોરોના વાયરસ બાદ ફરી એક વખત નવા વાયરસે દેશમાં એન્ટ્રી કરી લીધી છે. ચીનમાં ફેલાયેલા HMPV વાયરસ મામલે કેન્દ્ર સરકાર બાદ હવે રાજ્ય સરકાર પણ સતર્ક બની ગઈ છે. ગુજરાતમાં આ વાયરસનો પ્રથમ કેસ પણ નોંધાઈ ચૂક્યો છે અને હાલમાં ખાનગી હોસ્પિટલમાં દર્દીની સારવાર ચાલી રહી છે.

હોસ્પિટલ સ્ટાફને પણ સાવચેત રહેવા માટે સૂચના

તેની વચ્ચે જૂનાગઢમાં HMPV વાયરસને લઈ તંત્ર હરકતમાં આવ્યું છે અને જિલ્લાના PHC, CHC સેન્ટરને સજજ કરવામાં આવ્યા છે. બીજી તરફ આરોગ્ય વિભાગે એડવાઈઝરી પણ બહાર પાડી દીધી છે અને હોસ્પિટલ સ્ટાફને પણ સાવચેત રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. વાયરસના લક્ષણો દેખાતા તમામ દર્દીઓના રિપોર્ટ પણ કરવામાં આવશે. હાલમાં સિવિલ હોસ્પિટલ અને જિલ્લા આરોગ્ય વિભાગ વાયરસને લઈને એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે.

HMPV વાયરસને લઈને અપક્ષ MLAનો આરોગ્ય મંત્રીને પત્ર

બીજી તરફ HMPV વાયરસને લઈને અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખી તાત્કાલિક પગલાં ભરવા માગણી કરી છે. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ગુજરાતનો પ્રથમ કેસ અરવલ્લીમાં આવતા ચિંતા વ્યક્ત કરી છે. રાજસ્થાન સાથે જોડાયેલા જિલ્લાને કારણે તાત્કાલિક આરોગ્યની ટીમ મોકલવાની માગણી કરી છે. રાજ્યના જિલ્લા આરોગ્ય અધિકારીની બેઠક બોલાવી HMPV વાયરસને અટકાવવા માર્ગદર્શન આપવાની માગણી કરી છે.

દેશમાં આ વાયરસના 2 કેસ નોંધાયા

મળતી માહિતી મુજબ ચીનના ખતરનાક વાયરસની દેશની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે અને હાલમાં બાળકને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ખાનગી લેબમાં બાળકનો HMVP રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળક મૂળ મોડાસા પાસેના ગામનું હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો છે. હાલ તેની તબિયત સ્થિર જણાવવામાં આવી રહી છે. બાળકને શરદી અને તાવના લક્ષણો જોવા મળતા તેને અમદાવાદ લાવવામાં આવ્યો હતો.

શું છે HMPV વાયરસ?

હ્યુમન મેટાન્યૂમોવાયરસએ RNA વાયરસ છે. તે ન્યૂમોવાયરિડે પરિવારના મેટાન્યૂમોવાયરસના ક્લાસ સાથે જોડાયેલું છે. તે 2001માં ડચ સંશોધક દ્વારા પ્રથમ વખત શોધવામાં આવ્યો હતો. અભ્યાસો જણાવે છે કે આ વાયરસ ઓછામાં ઓછા 60 વર્ષથી અસ્તિત્વમાં છે. આ એક સામાન્ય શ્વસન સમસ્યા છે, જે સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે.