Patanમાં અતિવૃષ્ટિને લઈ પાક ધોવાયો, ખેડૂતને પડતા પર પાટુ જેવી સ્થિતિનું સર્જન

પાટણના સાંતલપુર તાલુકો આમતો વરસાદની ખેંચ ધરાવતો વિસ્તાર છે અને આ વિસ્તારમા મુખ્યત્વે ચોમાસુ આધારિત ખેતી થતી હોય છે, એટલે આ વિસ્તારમા ખેડૂતોને સારા પાકની ઉપજ માટે વરસાદ જ સર્વસ્વ છે પરંતુ ચાલુ વર્ષે આ વિસ્તારને મેઘરાજા એ હદે ઘમરોડ્યા છે કે, વિસ્તારના મુખ્ય મથક વારાહી પંથકના નજીકના અનેક ગામોમા ખેતરો જળમગ્ન થઈ જવા પામ્યા છે અને કમર સુધી પાણી ભર્યું રહેતા તમામ પાકો પાણીમા ગરકવા થઈ જવા પામ્યા છે. પાક ગયો નિષ્ફળ સાંતલપુર તાલુકાના ખેડૂતોએ કરેલા 53866 હજાર હેકટર વિસ્તારમાં કરેલ વિવિધ પાકો પર સંકટ ટોળાઈ રહ્યું છે, વિસ્તારમાં મોટાભાગના ખેતરોમા કમર સુધીના પાણી ભરાતા ખેડૂતોએ મોંઘા ભાવની ખેડ ખાતર બિયારણ લાવી વાવેતર કરેલા કપાસ, મગ, અડદ, ગવાર, એરંડા, તેમજ પશુઓ માટેનો ઘાસચારો પાણીમાં ગળકાવ થતા અતિવૃષ્ટિ જેવું નિર્માણ થવા પામ્યું છે, ખેતરોમા સતત પાણી ભરાઈ રહેતા પાક મૂળિયામાંથી કોવાઈ રહ્યા છે અને મોટા ભાગે પાક નિષ્ફળ ગયો છે ત્યારે ખેડૂતો સરકાર પાસે સર્વે કરી સહાયની માંગ કરી રહ્યા છે. તૈયાર થયેલો પાક બળી ગયો સાંતલપુર તાલુકામા ખેડૂતો દ્વારા 53866 હેકટર વિસ્તારમા વિવિધ પાકોનું વાવેતર થવા પામ્યું છે પરંતુ ઓગસ્ટના અંત અને સપ્ટેમ્બરની શરૂઆતના દિવસોમા અવિરત વરસાદ પડતા ખેતરોમા ઢીચણ સમા પાણી ભરાઇ જતા વાવેતર કરેલ પાકો પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેથી ચોમાસુ વાવેતર મોટા ભાગે નિષ્ફળ જવા પામ્યું છે. હાલની સ્થતિએ વરસાદે વિરામ લીધો છે પરંતુ તેમ છતાં મુખ્ય મથક વારાહી, હમીરપુરા, લીમગામડામાં,સહીત અનેક ગામોમા હજુ પણ ખેતરોમા પાણી ઓસર્યા નથી અને ઢીચણ સમા પાણી ભર્યા છે જેના કારણે વાવતેતર કેરલ તમામ પાક પાણી ડૂબ છે અને પાક સતત પાણીમા રહેવાને કારણે કોવાઈ રહ્યું છે અને ખેડૂતો ની નજર સામે તેમની તમામ મહેનત અને ખર્ચ એળે જઇ રહ્યું છે. પાકને મોટું નુકસાન ખેડૂતોએ મોંઘાભાના ડીઝલ,ખેડ,ખાતર અને બીયારણ નો ખર્ચ કરી સારા ઉત્પાદનની આશાએ પશુઓના ઘાસચારા સહીત, કપાસ,બાજરી, મગ, મઠ, અડદ,દિવેલા, તલ, અને કઠોળના પાકોનું વાવેતર કર્યું પરંતુ જે વિસ્તારમા વરસાદજ આશીર્વાદ રૂપ છે તે વિસ્તારમા સાંતલપુરમા આ વખતે વરસાદે કહેર વરસાવ્યો છે અને પંથકમા ચોમાસુ વાવેતરની તમામ આશાઓ પાણીમા ડૂબી રહી છે ત્યારે ખેડૂતો જણાવી રહ્યા છે કે છેલ્લા ઘણા વર્ષોથી અમે આ આવું વિનાશી વરસાદ જોયો નથી,આ વર્ષે મેઘરાજા એ હદે વરસ્યા છે કે ક્યાંક વાવેતર કરેલ પાક તો ક્યાંક તૈયાર પાક પાણીમા ડૂબી ગયો છે અને મોટા પાયે પાક નુકસાની થવા પામી છે. પશુઓને પણ પડી રહી છે તકલીફ ખેતરોમા પાણી રહેવાથી પશુઓ માટે ઘાસચારો પણ નથી જેથી પશુઓ ને શું ખવડાવીએ પશુઓ પણ ભૂખ્યા છે ખેડૂતો જે હતું એ ચોમાસુ વાવેતરમા આડાઅવડા કરીને પૈસા ખર્ચ કર્યા હતા પરંતુ હવે પાક નિષ્ફળ જતા શું કરવું એ જ ચિંતા ખેડૂતોને સતાવી રહી છે, ચોમાસુ વાવેતરતો નિષ્ફળ જશે જ પરંતુ ખેતરોમા ઢીચણ સમા ભરાયેલા પાણી કયારે ઓસરસે અને સીયાળુ સીઝનમા વાવેતર થશે કે નહીં તે પણ ચિંતા છે તેથી સરકાર પાસે માંગ છે કે યુદ્ધ ના ધોરણે આ વિસ્તારમા પાક નિષ્ફળ નું સર્વે કરવામાં આવે અને ખેડૂતો ને સહાય આપવામાં આવે. સાંતલપુર તાલુકામાં હેકટર દીઠ વાવેતર પર નજર કરીએ તો ઘાસચારો _26895 દિવેલા _11441 કપાસ _1762 અડદ _1815 તુવેર _32 ગુવાર _3246 મગફળી _1366 શાખભાજી _143 મગ _2081 બાજરી _2602 મઠ _542 તલ _1650  

Patanમાં અતિવૃષ્ટિને લઈ પાક ધોવાયો, ખેડૂતને પડતા પર પાટુ જેવી સ્થિતિનું સર્જન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાટણના સાંતલપુર તાલુકો આમતો વરસાદની ખેંચ ધરાવતો વિસ્તાર છે અને આ વિસ્તારમા મુખ્યત્વે ચોમાસુ આધારિત ખેતી થતી હોય છે, એટલે આ વિસ્તારમા ખેડૂતોને સારા પાકની ઉપજ માટે વરસાદ જ સર્વસ્વ છે પરંતુ ચાલુ વર્ષે આ વિસ્તારને મેઘરાજા એ હદે ઘમરોડ્યા છે કે, વિસ્તારના મુખ્ય મથક વારાહી પંથકના નજીકના અનેક ગામોમા ખેતરો જળમગ્ન થઈ જવા પામ્યા છે અને કમર સુધી પાણી ભર્યું રહેતા તમામ પાકો પાણીમા ગરકવા થઈ જવા પામ્યા છે.

પાક ગયો નિષ્ફળ

સાંતલપુર તાલુકાના ખેડૂતોએ કરેલા 53866 હજાર હેકટર વિસ્તારમાં કરેલ વિવિધ પાકો પર સંકટ ટોળાઈ રહ્યું છે, વિસ્તારમાં મોટાભાગના ખેતરોમા કમર સુધીના પાણી ભરાતા ખેડૂતોએ મોંઘા ભાવની ખેડ ખાતર બિયારણ લાવી વાવેતર કરેલા કપાસ, મગ, અડદ, ગવાર, એરંડા, તેમજ પશુઓ માટેનો ઘાસચારો પાણીમાં ગળકાવ થતા અતિવૃષ્ટિ જેવું નિર્માણ થવા પામ્યું છે, ખેતરોમા સતત પાણી ભરાઈ રહેતા પાક મૂળિયામાંથી કોવાઈ રહ્યા છે અને મોટા ભાગે પાક નિષ્ફળ ગયો છે ત્યારે ખેડૂતો સરકાર પાસે સર્વે કરી સહાયની માંગ કરી રહ્યા છે.


તૈયાર થયેલો પાક બળી ગયો

સાંતલપુર તાલુકામા ખેડૂતો દ્વારા 53866 હેકટર વિસ્તારમા વિવિધ પાકોનું વાવેતર થવા પામ્યું છે પરંતુ ઓગસ્ટના અંત અને સપ્ટેમ્બરની શરૂઆતના દિવસોમા અવિરત વરસાદ પડતા ખેતરોમા ઢીચણ સમા પાણી ભરાઇ જતા વાવેતર કરેલ પાકો પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેથી ચોમાસુ વાવેતર મોટા ભાગે નિષ્ફળ જવા પામ્યું છે. હાલની સ્થતિએ વરસાદે વિરામ લીધો છે પરંતુ તેમ છતાં મુખ્ય મથક વારાહી, હમીરપુરા, લીમગામડામાં,સહીત અનેક ગામોમા હજુ પણ ખેતરોમા પાણી ઓસર્યા નથી અને ઢીચણ સમા પાણી ભર્યા છે જેના કારણે વાવતેતર કેરલ તમામ પાક પાણી ડૂબ છે અને પાક સતત પાણીમા રહેવાને કારણે કોવાઈ રહ્યું છે અને ખેડૂતો ની નજર સામે તેમની તમામ મહેનત અને ખર્ચ એળે જઇ રહ્યું છે.

પાકને મોટું નુકસાન

ખેડૂતોએ મોંઘાભાના ડીઝલ,ખેડ,ખાતર અને બીયારણ નો ખર્ચ કરી સારા ઉત્પાદનની આશાએ પશુઓના ઘાસચારા સહીત, કપાસ,બાજરી, મગ, મઠ, અડદ,દિવેલા, તલ, અને કઠોળના પાકોનું વાવેતર કર્યું પરંતુ જે વિસ્તારમા વરસાદજ આશીર્વાદ રૂપ છે તે વિસ્તારમા સાંતલપુરમા આ વખતે વરસાદે કહેર વરસાવ્યો છે અને પંથકમા ચોમાસુ વાવેતરની તમામ આશાઓ પાણીમા ડૂબી રહી છે ત્યારે ખેડૂતો જણાવી રહ્યા છે કે છેલ્લા ઘણા વર્ષોથી અમે આ આવું વિનાશી વરસાદ જોયો નથી,આ વર્ષે મેઘરાજા એ હદે વરસ્યા છે કે ક્યાંક વાવેતર કરેલ પાક તો ક્યાંક તૈયાર પાક પાણીમા ડૂબી ગયો છે અને મોટા પાયે પાક નુકસાની થવા પામી છે.

પશુઓને પણ પડી રહી છે તકલીફ

ખેતરોમા પાણી રહેવાથી પશુઓ માટે ઘાસચારો પણ નથી જેથી પશુઓ ને શું ખવડાવીએ પશુઓ પણ ભૂખ્યા છે ખેડૂતો જે હતું એ ચોમાસુ વાવેતરમા આડાઅવડા કરીને પૈસા ખર્ચ કર્યા હતા પરંતુ હવે પાક નિષ્ફળ જતા શું કરવું એ જ ચિંતા ખેડૂતોને સતાવી રહી છે, ચોમાસુ વાવેતરતો નિષ્ફળ જશે જ પરંતુ ખેતરોમા ઢીચણ સમા ભરાયેલા પાણી કયારે ઓસરસે અને સીયાળુ સીઝનમા વાવેતર થશે કે નહીં તે પણ ચિંતા છે તેથી સરકાર પાસે માંગ છે કે યુદ્ધ ના ધોરણે આ વિસ્તારમા પાક નિષ્ફળ નું સર્વે કરવામાં આવે અને ખેડૂતો ને સહાય આપવામાં આવે.

સાંતલપુર તાલુકામાં હેકટર દીઠ વાવેતર પર નજર કરીએ તો

ઘાસચારો _26895

દિવેલા _11441

કપાસ _1762

અડદ _1815

તુવેર _32

ગુવાર _3246

મગફળી _1366

શાખભાજી _143

મગ _2081

બાજરી _2602

મઠ _542

તલ _1650