Girnarમાં યોજાતી લીલી પરિક્રમા 12 નવેમ્બરથી થશે શરૂ, તૈયારીઓને અપાયો આખરી ઓપ

ગરવા ગિરનારની ગોદમાં દિવાળી બાદ યોજાતી લીલી પરિક્રમા આગામી 12 નવેમ્બરના રોજ શરૂ થવા જઈ રહી છે, ત્યારે વન વિભાગ દ્વારા સંપૂર્ણ કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગિરનારના ગાઢ જંગલમાં દર વર્ષે પરિક્રમા યોજાય છે, દર વર્ષે લાખો શ્રદ્ધાળુ પરિક્રમા કરવા આવતા હોય છે.વન વિભાગના કર્મચારીઓની ટીમોને તૈનાત કરવામાં આવી ત્યારે શ્રદ્ધાળુને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે ભવનાથ, ઈટવા ઘોડી, જીણાં બાવાની મઢી, માળવેલા, બોરદેવી વગેરે સ્થળોના રસ્તાઓને રીપેર કરવામાં આવ્યા છે. મહત્વના પોઈન્ટ ઉપર ફોરેસ્ટ વિભાગની રાવટીઓ ગોઠવવામાં આવી છે અને તેમાં વન વિભાગના કર્મચારીઓની ટીમોને તૈનાત કરવામાં આવી રહી છે. ગિરનારના જંગલમાં ખૂબ જ વરસાદ થયો હોવાથી પુષ્કળ પ્રમાણમાં ઝરણાઓ વહી રહ્યા છે, તેમજ વન વિભાગ દ્વારા 54 જેટલા અન્નક્ષેત્રોને પરમીટ આપવામાં આવી છે, તે ઉપરાંત લાઈટ, સફાઈ અને આરોગ્ય માટે રાવટીઓ ગોઠવવામાં આવી રહી છે. ગિરનાર જંગલમાં 56 સિંહ અને 50 જેટલા દીપડા વસવાટ કરે છે ગિરનારની લીલી પરિક્રમા વર્ષમાં એકવાર યોજાય છે, ગિરનાર જંગલના 36 કિલોમીટરના રૂટ પર આ પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે, તેમાં લાખો શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા શ્રદ્ધાભેર આવી પહોંચે છે. જ્યારે ગત વર્ષે પરિક્રમા દરમિયાન એક બાળકીને દીપડાએ ફાડી ખાધી હતી, જેને લઈને આ વર્ષે વન વિભાગનું તંત્ર સજ્જ બન્યું છે. વર્ષ 2020ની ગણતરી મુજબ ગિરનાર જંગલમાં 56 જેટલા સિંહ અને 50 જેટલા દીપડા વસવાટ કરે છે, ત્યારે પરિક્રમા દરમિયાન લાખો ભાવિકો જંગલ રૂટ ઉપરથી પસાર થતા હોય તેવા સમયે માનવ ઘર્ષણ ટાળવા અને કોઈપણ ઘટનાને પહોંચી વળવા એક્શન પ્લાન તૈયાર કરાયો છે. રેસ્ક્યુ ટીમ અને સ્થાનિક ટ્રેકર ટીમ 24 કલાક કાર્યરત રહેશે આ વર્ષે સૌ-પ્રથમ વખત વન્ય પ્રાણીઓને પકડવા માટે દરેક રાવટી ઉપર એક-એક પાંજરું મુકવામાં આવ્યું છે, જેમાં 20થી વધુ પાંજરા પરિક્રમા રૂટ પર મૂકવામાં આવ્યા છે. સાથે પ્રાણીઓના રેસ્ક્યુ માટે સાસણથી એક સ્પેશિયલ ટ્રેકર ટીમ બોલાવી છે અને સાથે રેસ્ક્યુ ટીમ અને સ્થાનિક ટ્રેકર ટીમ 24 કલાક કાર્યરત રહેશે. વન્ય પ્રાણીઓને થતી ઈજાઓ અંગે વેટરનરી મેડીકલ ટીમ રાખવામાં આવી છે અને પરિક્રમા રૂટ ઉપર 300થી વધુ ફોરેસ્ટનો સ્ટાફ અને 20 રાવટી ઉપર વોકીટોકી સાથે સજ્જ રહેશે. આમ, ગિરનારની લીલી પરિક્રમાને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવી દેવામાં આવ્યો છે.

Girnarમાં યોજાતી લીલી પરિક્રમા 12 નવેમ્બરથી થશે શરૂ, તૈયારીઓને અપાયો આખરી ઓપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગરવા ગિરનારની ગોદમાં દિવાળી બાદ યોજાતી લીલી પરિક્રમા આગામી 12 નવેમ્બરના રોજ શરૂ થવા જઈ રહી છે, ત્યારે વન વિભાગ દ્વારા સંપૂર્ણ કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગિરનારના ગાઢ જંગલમાં દર વર્ષે પરિક્રમા યોજાય છે, દર વર્ષે લાખો શ્રદ્ધાળુ પરિક્રમા કરવા આવતા હોય છે.

વન વિભાગના કર્મચારીઓની ટીમોને તૈનાત કરવામાં આવી

ત્યારે શ્રદ્ધાળુને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે ભવનાથ, ઈટવા ઘોડી, જીણાં બાવાની મઢી, માળવેલા, બોરદેવી વગેરે સ્થળોના રસ્તાઓને રીપેર કરવામાં આવ્યા છે. મહત્વના પોઈન્ટ ઉપર ફોરેસ્ટ વિભાગની રાવટીઓ ગોઠવવામાં આવી છે અને તેમાં વન વિભાગના કર્મચારીઓની ટીમોને તૈનાત કરવામાં આવી રહી છે. ગિરનારના જંગલમાં ખૂબ જ વરસાદ થયો હોવાથી પુષ્કળ પ્રમાણમાં ઝરણાઓ વહી રહ્યા છે, તેમજ વન વિભાગ દ્વારા 54 જેટલા અન્નક્ષેત્રોને પરમીટ આપવામાં આવી છે, તે ઉપરાંત લાઈટ, સફાઈ અને આરોગ્ય માટે રાવટીઓ ગોઠવવામાં આવી રહી છે.

ગિરનાર જંગલમાં 56 સિંહ અને 50 જેટલા દીપડા વસવાટ કરે છે

ગિરનારની લીલી પરિક્રમા વર્ષમાં એકવાર યોજાય છે, ગિરનાર જંગલના 36 કિલોમીટરના રૂટ પર આ પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે, તેમાં લાખો શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા શ્રદ્ધાભેર આવી પહોંચે છે. જ્યારે ગત વર્ષે પરિક્રમા દરમિયાન એક બાળકીને દીપડાએ ફાડી ખાધી હતી, જેને લઈને આ વર્ષે વન વિભાગનું તંત્ર સજ્જ બન્યું છે. વર્ષ 2020ની ગણતરી મુજબ ગિરનાર જંગલમાં 56 જેટલા સિંહ અને 50 જેટલા દીપડા વસવાટ કરે છે, ત્યારે પરિક્રમા દરમિયાન લાખો ભાવિકો જંગલ રૂટ ઉપરથી પસાર થતા હોય તેવા સમયે માનવ ઘર્ષણ ટાળવા અને કોઈપણ ઘટનાને પહોંચી વળવા એક્શન પ્લાન તૈયાર કરાયો છે.

રેસ્ક્યુ ટીમ અને સ્થાનિક ટ્રેકર ટીમ 24 કલાક કાર્યરત રહેશે

આ વર્ષે સૌ-પ્રથમ વખત વન્ય પ્રાણીઓને પકડવા માટે દરેક રાવટી ઉપર એક-એક પાંજરું મુકવામાં આવ્યું છે, જેમાં 20થી વધુ પાંજરા પરિક્રમા રૂટ પર મૂકવામાં આવ્યા છે. સાથે પ્રાણીઓના રેસ્ક્યુ માટે સાસણથી એક સ્પેશિયલ ટ્રેકર ટીમ બોલાવી છે અને સાથે રેસ્ક્યુ ટીમ અને સ્થાનિક ટ્રેકર ટીમ 24 કલાક કાર્યરત રહેશે. વન્ય પ્રાણીઓને થતી ઈજાઓ અંગે વેટરનરી મેડીકલ ટીમ રાખવામાં આવી છે અને પરિક્રમા રૂટ ઉપર 300થી વધુ ફોરેસ્ટનો સ્ટાફ અને 20 રાવટી ઉપર વોકીટોકી સાથે સજ્જ રહેશે. આમ, ગિરનારની લીલી પરિક્રમાને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવી દેવામાં આવ્યો છે.