સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા બેઠકોની કરાઈ ફાળવણી, મહિલાઓ માટે બેઠકો અનામત રખાઈ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. નવા સિમાંકન સાથે બેઠકોની ફાળવણી કરવામાં આવી છે.જૂનાગઢમાં 15 વોર્ડમાં 60 બેઠકો નક્કી કરાઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જૂનાગઢ મહાનગરપાલિકાની બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. જણાવી દઈએ કે જૂનાગઢમાં 15 વોર્ડમાં 60 બેઠકો નક્કી કરવામાં આવી છે. જેમાં મહિલાઓ માટે કુલ 30 બેઠક અનામત રાખવામાં આવી છે તો SC સમાજ માટે 5માંથી 3 બેઠક મહિલા માટે અનામત રાખવામાં આવી છે. બીજી તરફ OBCની 18 બેઠકમાંથી 8 બેઠક મહિલા માટે અનામત રાખવામાં આવી છે. 27 ટકા અનામત લાગુ થતા બેઠકોની ફાળવણીમાં ફેરફાર ત્યારે ST સમાજ માટે એક બેઠક મહિલા માટે અનામત રાખવામાં આવી છે. જણાવી દઈએ કે હવે થોડા દિવસમાં જ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવવાની છે, ત્યારે એ પહેલા 79 નગરપાલિકાઓની બેઠકની ફાળવણી કરવામાં આવી છે. જ્યારે 27 ટકા અનામત લાગુ થતા બેઠકોની ફાળવણીમાં મોટા ફેરફાર પણ થયા છે. જો કે અત્યાર સુધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ક્યારે યોજાશે તેને લઈને કોઈ જાહેરાત કરવામાં આવી નથી પણ ટુંક સમયમાં ચૂંટણી યોજાવવાની પુરેપુરી શક્યતાઓ છે. થોડા દિવસ પહેલા જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો માટે નોટિફિકેશન જાહેર કરાયું હતું તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે ખેડા જિલ્લા પંચાયત અને ગાંધીનગર, કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયતની બેઠકો માટે રોટેશન જાહેર કરવામાં આવ્યું હતું. જો કે બનાસકાંઠા જિલ્લા પંચાયત તથા અન્ય તાલુકા પંચાયતોને બેઠકોના રોટેશન તે સમયે જાહેર કરવામાં આવ્યા નહતા. જેમાં ઓબીસી સમાજને 27 ટકા અનામત આપવાની જાહેરાત બાદ બેઠકોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. 4000થી વધુ ગ્રામ પંચાયતમાં યોજાશે ચૂંટણી આ વખતે રાજ્યમાં પ્રથમ વખત SCને 7 ટકા, STને 14 ટકા , OBCને 27 ટકા અને 52 ટકા સામાન્ય વર્ગની બેઠક મુજબ આ ચૂંટણી યોજાશે. તમને જણાવી દઈએ કે ડિસેમ્બર મહિનામાં રાજ્યની નગરપાલિકા, 2 જિલ્લા અને 17 તાલુકા અને 4,765 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. નવા સિમાંકન સાથે બેઠકોની ફાળવણી કરવામાં આવી છે.
જૂનાગઢમાં 15 વોર્ડમાં 60 બેઠકો નક્કી કરાઈ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જૂનાગઢ મહાનગરપાલિકાની બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. જણાવી દઈએ કે જૂનાગઢમાં 15 વોર્ડમાં 60 બેઠકો નક્કી કરવામાં આવી છે. જેમાં મહિલાઓ માટે કુલ 30 બેઠક અનામત રાખવામાં આવી છે તો SC સમાજ માટે 5માંથી 3 બેઠક મહિલા માટે અનામત રાખવામાં આવી છે. બીજી તરફ OBCની 18 બેઠકમાંથી 8 બેઠક મહિલા માટે અનામત રાખવામાં આવી છે.
27 ટકા અનામત લાગુ થતા બેઠકોની ફાળવણીમાં ફેરફાર
ત્યારે ST સમાજ માટે એક બેઠક મહિલા માટે અનામત રાખવામાં આવી છે. જણાવી દઈએ કે હવે થોડા દિવસમાં જ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવવાની છે, ત્યારે એ પહેલા 79 નગરપાલિકાઓની બેઠકની ફાળવણી કરવામાં આવી છે. જ્યારે 27 ટકા અનામત લાગુ થતા બેઠકોની ફાળવણીમાં મોટા ફેરફાર પણ થયા છે. જો કે અત્યાર સુધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ક્યારે યોજાશે તેને લઈને કોઈ જાહેરાત કરવામાં આવી નથી પણ ટુંક સમયમાં ચૂંટણી યોજાવવાની પુરેપુરી શક્યતાઓ છે.
થોડા દિવસ પહેલા જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો માટે નોટિફિકેશન જાહેર કરાયું હતું
તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે ખેડા જિલ્લા પંચાયત અને ગાંધીનગર, કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયતની બેઠકો માટે રોટેશન જાહેર કરવામાં આવ્યું હતું. જો કે બનાસકાંઠા જિલ્લા પંચાયત તથા અન્ય તાલુકા પંચાયતોને બેઠકોના રોટેશન તે સમયે જાહેર કરવામાં આવ્યા નહતા. જેમાં ઓબીસી સમાજને 27 ટકા અનામત આપવાની જાહેરાત બાદ બેઠકોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે.
4000થી વધુ ગ્રામ પંચાયતમાં યોજાશે ચૂંટણી
આ વખતે રાજ્યમાં પ્રથમ વખત SCને 7 ટકા, STને 14 ટકા , OBCને 27 ટકા અને 52 ટકા સામાન્ય વર્ગની બેઠક મુજબ આ ચૂંટણી યોજાશે. તમને જણાવી દઈએ કે ડિસેમ્બર મહિનામાં રાજ્યની નગરપાલિકા, 2 જિલ્લા અને 17 તાલુકા અને 4,765 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે.