સાણંદની GIDCમાં કથિત ભાજપના નેતાએ અધિકારીઓની મીલીભગતથી જમીન પચાવી!

અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે આવેલ GIDCમાં મોતીપુરા ગામના ખેડૂતો માટે જીઆઈડીસી દ્વારા 2016માં 404 અને 405/2માં અવર જવર માટે વીસીએમડી દ્વારા રોડ પાસ કરવામાં આવ્યો હતો. અચાનક 2018માં 404ના ખેડૂતે જીઆઈડીસીમાં અરજી કરી બીજો રસ્તાની માગણી કરેલ. જે તેને એક અંડર ટેકિંગથી આપી દેવામાં આવેલ. બીજા ખેડૂત 405/2ના હક્કદાર પોતાનો પાસ થયેલો રોડ જીઆઈડીસીમાં ધક્કા ખાવા છતાં આપવાની ના કહે છે. આ રોડ ઉપર અને તેમાં પસાર થતી કેનાલ ઉપર એજ ભુમાફિયા સ્થાનિક વ્યક્તિ દ્વારા ગેરકાયદે દબાણો કરવામાં આવ્યા છે, જેમાં જીઆઈડીસીના અધિકારીઓની પણ મીલિભગત હોઈ અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. અધિકારીઓ દ્વારા RTIની અરજીમાં ઉડાઉ જવાબ આરટીઆઇના જવાબમાં અધિકારીઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે માહિતી અત્રે ઉપલબ્ધ નથી. જીઆઈડીસી સાણંદમાં જીઆઈડીસીના ઘમંડી અધિકારીઓ આવી ઘણી આરટીઆઇનો જવાબ આપતા નથી. શું આરટીઆઇના કાયદાના અમલમાં જીઆઈડીસીને બાકાત રાખી છે? જો માહિતી નથી અને ફાઈલ ગુમ થઈ છે તો જીઆઈડીસી દ્વારા પોલીસમાં FIR કેમ નથી કરતા? જો FIR કરવામાં આવે તો જૂના અધિકારીઓના ઘણા ગોટાળા બહાર આવે તેમ છે. કહેવાય કે જીઆઈડીસીના જે તે સમયના અધિકારીઓ સાથેની મીલિભગતમાં આવા કાળા કૃત્યોની ફાઈલો ગાયબ કરી દેવાઈ છે. આવી જ કિસ્સો કોમન પ્લોટમાં પેટ્રોલ પંપ બંધાયો છે તેની ફાઈલ પણ મળતી નથી. મુખ્ય સચિવને ફરિયાદ કરવામાં આવી ભાજપના બની બેઠેલા સ્થાનિક નેતા અને જીઆઈડીસીના અત્યારના અધિકારીઓની સાંઠ-ગાંઠથી સાણંદ જીઆઈડીસીની ખાલી જગ્યામાં ગેરકાયદે કબજાઓ બે રોક ટોક ચાલી રહ્યા છે. ખેડૂતને અત્યારે અવર-જવર માટે કોઈ રસ્તો ન હોવાથી ચીફ સેક્રેટરીને ફરિયાદ કરવામાં આવી છે. આના જવાબમાં જીઆઈડીસી તરફથી તરત કાર્યવાહી ચાલુ થઈ છે. અને આ માટે મંજૂરીના કાગળ જીઆઈડીસી દ્વારા ખેડૂત પાસેથી મંગાવવામાં આવે છે, જે ખેડૂત દ્વારા તરત મોકલી આપવામાં આવેલ છે. જે રોડ મંજૂર થયેલો છે તેમાં અવરજવર અને અન્ય કામ ના કરવા જીઆઈડીસી આદેશ આપે છે જ્યારે અધિકારીઓના ખાસ વ્યક્તિ દ્વારા ગેરકાયદે કબ્જા અને બાંધકામ કરવામાં આવ્યું છે. તેના પર કોઈ કાર્યવાહી થતી થી. જેને લઈને અધિકારીઓની મીલીભગત હોવાની શંકા સેવાઈ રહી છે, તેવું ઉદ્યોગ જગતમાં ચર્ચાઈ રહ્યું છે.

સાણંદની GIDCમાં કથિત ભાજપના નેતાએ અધિકારીઓની મીલીભગતથી જમીન પચાવી!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે આવેલ GIDCમાં મોતીપુરા ગામના ખેડૂતો માટે જીઆઈડીસી દ્વારા 2016માં 404 અને 405/2માં અવર જવર માટે વીસીએમડી દ્વારા રોડ પાસ કરવામાં આવ્યો હતો. અચાનક 2018માં 404ના ખેડૂતે જીઆઈડીસીમાં અરજી કરી બીજો રસ્તાની માગણી કરેલ. જે તેને એક અંડર ટેકિંગથી આપી દેવામાં આવેલ.


બીજા ખેડૂત 405/2ના હક્કદાર પોતાનો પાસ થયેલો રોડ જીઆઈડીસીમાં ધક્કા ખાવા છતાં આપવાની ના કહે છે. આ રોડ ઉપર અને તેમાં પસાર થતી કેનાલ ઉપર એજ ભુમાફિયા સ્થાનિક વ્યક્તિ દ્વારા ગેરકાયદે દબાણો કરવામાં આવ્યા છે, જેમાં જીઆઈડીસીના અધિકારીઓની પણ મીલિભગત હોઈ અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.

અધિકારીઓ દ્વારા RTIની અરજીમાં ઉડાઉ જવાબ

આરટીઆઇના જવાબમાં અધિકારીઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે માહિતી અત્રે ઉપલબ્ધ નથી. જીઆઈડીસી સાણંદમાં જીઆઈડીસીના ઘમંડી અધિકારીઓ આવી ઘણી આરટીઆઇનો જવાબ આપતા નથી. શું આરટીઆઇના કાયદાના અમલમાં જીઆઈડીસીને બાકાત રાખી છે? જો માહિતી નથી અને ફાઈલ ગુમ થઈ છે તો જીઆઈડીસી દ્વારા પોલીસમાં FIR કેમ નથી કરતા? જો FIR કરવામાં આવે તો જૂના અધિકારીઓના ઘણા ગોટાળા બહાર આવે તેમ છે. કહેવાય કે જીઆઈડીસીના જે તે સમયના અધિકારીઓ સાથેની મીલિભગતમાં આવા કાળા કૃત્યોની ફાઈલો ગાયબ કરી દેવાઈ છે. આવી જ કિસ્સો કોમન પ્લોટમાં પેટ્રોલ પંપ બંધાયો છે તેની ફાઈલ પણ મળતી નથી.

મુખ્ય સચિવને ફરિયાદ કરવામાં આવી

ભાજપના બની બેઠેલા સ્થાનિક નેતા અને જીઆઈડીસીના અત્યારના અધિકારીઓની સાંઠ-ગાંઠથી સાણંદ જીઆઈડીસીની ખાલી જગ્યામાં ગેરકાયદે કબજાઓ બે રોક ટોક ચાલી રહ્યા છે. ખેડૂતને અત્યારે અવર-જવર માટે કોઈ રસ્તો ન હોવાથી ચીફ સેક્રેટરીને ફરિયાદ કરવામાં આવી છે. આના જવાબમાં જીઆઈડીસી તરફથી તરત કાર્યવાહી ચાલુ થઈ છે. અને આ માટે મંજૂરીના કાગળ જીઆઈડીસી દ્વારા ખેડૂત પાસેથી મંગાવવામાં આવે છે, જે ખેડૂત દ્વારા તરત મોકલી આપવામાં આવેલ છે. જે રોડ મંજૂર થયેલો છે તેમાં અવરજવર અને અન્ય કામ ના કરવા જીઆઈડીસી આદેશ આપે છે જ્યારે અધિકારીઓના ખાસ વ્યક્તિ દ્વારા ગેરકાયદે કબ્જા અને બાંધકામ કરવામાં આવ્યું છે. તેના પર કોઈ કાર્યવાહી થતી થી. જેને લઈને અધિકારીઓની મીલીભગત હોવાની શંકા સેવાઈ રહી છે, તેવું ઉદ્યોગ જગતમાં ચર્ચાઈ રહ્યું છે.