Rajkotમાં પાણીજન્ય રોગચાળો વકર્યો, કોલેરાના 9 કેસ નોંધાયા

રાજકોટ શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે.શહેરમાં કોલેરાના 9 કેસ નોંધાયા છે,સાથે સાથે ડેન્ગ્યુના 22,ટાઈફોડના 2 કેસ નોંધાયા છે,બીજી તરફ ચિકનગુનિયાના અને મેલેરિયાના કેસોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે,વાયરલ તાવના 1600થી વધુ કેસો નોંધાયા છે.રાજકોટમાં ઓપીડીની સંખ્યામાં પણ બે ગણો વધારો નોંધાયો છે. રાજકોટમાં પાણીજન્ય રોગચાળો વકર્યો રાજકોટ શહેરમાં પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે,છેલ્લા 15 દિવસમાં શહેરમાં પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે.ડેન્ગ્યુ, મેલેરિયા, સિઝનલ તાવ અને વાયરલ બીમારીઓનો ગ્રાફ ઊંચો આવ્યો છે.હાલ ભાદરવામાં ડબલ ઋતુ અને પાણીજન્ય રોગચાળો માથું ઉંચકે છે.આરોગ્ય વિભાગના ડોકટરનું કહેવું છે કે,લોકોએ મચ્છરથી બચવા માટે પાણીમાં મચ્છરના પોરા ન થાય તે માટે આરોગ્ય વિભાગની માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ જેથી રોગચાળો ઘટી શકે અને માંદગીના ખાટલા જોવા ના મળે. ઉકાળેલુ પાણી પીવુ જોઈએ બીજી તરફ વાત કરવામાં આવે તો ચાલુ માસમાં ઝાડા ઉલટીના 382 કેસ,કમળાના 178 કેસ,ટાઇફોઇડનાં 304 કેસ,કોલેરાનાં 16 કેસ નોંધાયા છે.વાતાવરણને કારણે પણ વાઇરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે અને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જોઈએ.ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે અને આ વર્ષે વરસાદ હજું પણ સતત પડી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. મચ્છરનું ઉત્પાદન વધ્યું વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્‍૫તિ વધી જાય છે.

Rajkotમાં પાણીજન્ય રોગચાળો વકર્યો, કોલેરાના 9 કેસ નોંધાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે.શહેરમાં કોલેરાના 9 કેસ નોંધાયા છે,સાથે સાથે ડેન્ગ્યુના 22,ટાઈફોડના 2 કેસ નોંધાયા છે,બીજી તરફ ચિકનગુનિયાના અને મેલેરિયાના કેસોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે,વાયરલ તાવના 1600થી વધુ કેસો નોંધાયા છે.રાજકોટમાં ઓપીડીની સંખ્યામાં પણ બે ગણો વધારો નોંધાયો છે.

રાજકોટમાં પાણીજન્ય રોગચાળો વકર્યો

રાજકોટ શહેરમાં પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે,છેલ્લા 15 દિવસમાં શહેરમાં પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે.ડેન્ગ્યુ, મેલેરિયા, સિઝનલ તાવ અને વાયરલ બીમારીઓનો ગ્રાફ ઊંચો આવ્યો છે.હાલ ભાદરવામાં ડબલ ઋતુ અને પાણીજન્ય રોગચાળો માથું ઉંચકે છે.આરોગ્ય વિભાગના ડોકટરનું કહેવું છે કે,લોકોએ મચ્છરથી બચવા માટે પાણીમાં મચ્છરના પોરા ન થાય તે માટે આરોગ્ય વિભાગની માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ જેથી રોગચાળો ઘટી શકે અને માંદગીના ખાટલા જોવા ના મળે.

ઉકાળેલુ પાણી પીવુ જોઈએ

બીજી તરફ વાત કરવામાં આવે તો ચાલુ માસમાં ઝાડા ઉલટીના 382 કેસ,કમળાના 178 કેસ,ટાઇફોઇડનાં 304 કેસ,કોલેરાનાં 16 કેસ નોંધાયા છે.વાતાવરણને કારણે પણ વાઇરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે અને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જોઈએ.ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે અને આ વર્ષે વરસાદ હજું પણ સતત પડી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે.

મચ્છરનું ઉત્પાદન વધ્યું

વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્‍૫તિ વધી જાય છે.