Ahmedabadની રિક્ષાઓમાં આજથી ડિજિટલ મીટર ફરજિયાત રહેશે, પોલીસ કમિશનરનું છે જાહેરનામું

અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડયુ હતુ કે 1 જાન્યુઆરી 2025થી અમદાવાદ શહેરની તમામ રીક્ષાઓમાં ફરજિયા મીટર લગાવવા પડશે તેને લઈ આજથી અમલવારી શરૂ થઈ ગઈ છે,જે રીક્ષાઓમાં મીટર લગાવ્યા નહી હોય તેવા રીક્ષાચાલકો સામે કાર્યવાહી પણ કરવામાં આવશે સાથે સાથે રીક્ષામાં જરૂરી તમામ ડોક્યુમેન્ટ રાખવા પડશે,મહત્વનું છે કે આ વાતને લઈ 15 દિવસ પહેલા રીક્ષાચાલકોને અપાઇ હતી સૂચના. CPના જાહેરનામા સામે રિક્ષાચાલકોએ ઠાલવ્યો રોષ આ સાથે પોલીસ કમિશનરના જાહેરનામાનો રિક્ષા ચાલકોએ વિરોધ કર્યો હતો,રિક્ષા ચાલકનું કહેવું છે કે,ધંધા પડતા મૂકીને મીટર લગાવવા લાઈનમાં ઉભા રહેવું પડે છે બીજી તરફ પોલીસ ઓલા,ઉબેર,રેપિડોવાળા સામે કંઈ કરતા નથી તેવા આક્ષેપ રિક્ષાચાલકે કર્યા હતા. આજથી રિક્ષામાં મીટર ફરજિયાત આજતી રિક્ષામાં મીટર ફરજિયાત કરાયા છે ત્યારે મીટર નહીં હોય તો રિક્ષાચાલક વિરુદ્ધ કાર્યવાહી થશે. ફરજિયાત મીટરના નિયમને રિક્ષાચાલકોએ આવકાર્યો છે. રિક્ષાચાલકોએ કહ્યું કે,આ નિયમથી મુસાફરો સાથે ઘર્ષણ કે વિવાદ નહીં થાય પરંતુ શટલ રિક્ષાચાલકોના ધંધાને માઠી અસર પડશે તેવી આશંકા છે. તો મીટર લગાવવા માટે ગેરેજ સંચાલકો લૂંટ ચલાવતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. રિક્ષામાં મીટર રહેશે ફરજિયાત રીક્ષા ચાલકો મીટર વગર જ ઉચ્ચક ભાડા સાથે મુસાફરોને સવારી કરાવતા હતા પરંતુ હવે તેની સામે પોલીસ દ્વારા 1 જાન્યુઆરી 2025 થી કાર્યવાહી થશે. તેથી દરેક રીક્ષા ચાલકે મીટર લગાવવું જ પડશે. બીજી તરફ શહેરમાં ફરતી કેટલી રીક્ષાઓમાં મીટર લગાવવામાં આવ્યું નથી તેના કોઈ ચોક્કસ આંકડા પણ આરટીઓ પાસે નથી. કારણ કે રીક્ષા જેવા વાહનોમાં દર વર્ષે આરટીઓ પાસેથી ફિટનેસ સર્ટિફિકેટ લેવું જરૂરી છે. પરંતુ કેટલાક રીક્ષા ચાલકો ગેરરીતી કરે છે જેમાં જ્યારે ફિટનેસ કરવાની હોય ત્યારે મીટર લગાવી દેતા હોય છે અને ત્યારબાદ રિક્ષામાંથી મીટર હટાવી લે છે. 

Ahmedabadની રિક્ષાઓમાં આજથી ડિજિટલ મીટર ફરજિયાત રહેશે, પોલીસ કમિશનરનું છે જાહેરનામું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડયુ હતુ કે 1 જાન્યુઆરી 2025થી અમદાવાદ શહેરની તમામ રીક્ષાઓમાં ફરજિયા મીટર લગાવવા પડશે તેને લઈ આજથી અમલવારી શરૂ થઈ ગઈ છે,જે રીક્ષાઓમાં મીટર લગાવ્યા નહી હોય તેવા રીક્ષાચાલકો સામે કાર્યવાહી પણ કરવામાં આવશે સાથે સાથે રીક્ષામાં જરૂરી તમામ ડોક્યુમેન્ટ રાખવા પડશે,મહત્વનું છે કે આ વાતને લઈ 15 દિવસ પહેલા રીક્ષાચાલકોને અપાઇ હતી સૂચના.

CPના જાહેરનામા સામે રિક્ષાચાલકોએ ઠાલવ્યો રોષ

આ સાથે પોલીસ કમિશનરના જાહેરનામાનો રિક્ષા ચાલકોએ વિરોધ કર્યો હતો,રિક્ષા ચાલકનું કહેવું છે કે,ધંધા પડતા મૂકીને મીટર લગાવવા લાઈનમાં ઉભા રહેવું પડે છે બીજી તરફ પોલીસ ઓલા,ઉબેર,રેપિડોવાળા સામે કંઈ કરતા નથી તેવા આક્ષેપ રિક્ષાચાલકે કર્યા હતા.

આજથી રિક્ષામાં મીટર ફરજિયાત

આજતી રિક્ષામાં મીટર ફરજિયાત કરાયા છે ત્યારે મીટર નહીં હોય તો રિક્ષાચાલક વિરુદ્ધ કાર્યવાહી થશે. ફરજિયાત મીટરના નિયમને રિક્ષાચાલકોએ આવકાર્યો છે. રિક્ષાચાલકોએ કહ્યું કે,આ નિયમથી મુસાફરો સાથે ઘર્ષણ કે વિવાદ નહીં થાય પરંતુ શટલ રિક્ષાચાલકોના ધંધાને માઠી અસર પડશે તેવી આશંકા છે. તો મીટર લગાવવા માટે ગેરેજ સંચાલકો લૂંટ ચલાવતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

રિક્ષામાં મીટર રહેશે ફરજિયાત

રીક્ષા ચાલકો મીટર વગર જ ઉચ્ચક ભાડા સાથે મુસાફરોને સવારી કરાવતા હતા પરંતુ હવે તેની સામે પોલીસ દ્વારા 1 જાન્યુઆરી 2025 થી કાર્યવાહી થશે. તેથી દરેક રીક્ષા ચાલકે મીટર લગાવવું જ પડશે. બીજી તરફ શહેરમાં ફરતી કેટલી રીક્ષાઓમાં મીટર લગાવવામાં આવ્યું નથી તેના કોઈ ચોક્કસ આંકડા પણ આરટીઓ પાસે નથી. કારણ કે રીક્ષા જેવા વાહનોમાં દર વર્ષે આરટીઓ પાસેથી ફિટનેસ સર્ટિફિકેટ લેવું જરૂરી છે. પરંતુ કેટલાક રીક્ષા ચાલકો ગેરરીતી કરે છે જેમાં જ્યારે ફિટનેસ કરવાની હોય ત્યારે મીટર લગાવી દેતા હોય છે અને ત્યારબાદ રિક્ષામાંથી મીટર હટાવી લે છે.