Surendranagar જિલ્લામાં જુગતરામ દવે પે સેન્ટર શાળામાં આપત્તિ વ્યવસ્થાપન તાલીમ યોજાઈ

Jan 23, 2025 - 09:30
Surendranagar જિલ્લામાં જુગતરામ દવે પે સેન્ટર શાળામાં આપત્તિ વ્યવસ્થાપન તાલીમ યોજાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (G.S.D.M.A.) દ્વારા શાળાનાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં આપત્તિ વ્યવસ્થાપન વિશે જાગૃતિ કેળવવાના હેતુસર રાજ્યભરમાં તા. ૨૦ થી તા. ૨૫ જાન્યુઆરી સુધી “શાળા સલામતી સપ્તાહ”ની ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર તાલુકામાં જુગતરામ દવે પે સેન્ટર શાળા ખાતે આપત્તિ વ્યવસ્થાપન તાલીમ યોજાઈ હતી.

બાળકોને પ્રિ-હોસ્પિટલ કેર વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું

આ કાર્યક્રમમાં લખતર ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમનાં ઈ.એમ.ટી, પ્રતિકભાઈ અને પાઈલોટ ગણપતભાઈ દ્વારા લાઈવ ડેમોન્સ્ટ્રેશન થકી બાળકોને સરળ ભાષામાં સી.પી.આર. અને પ્રિ-હોસ્પિટલ કેર વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.બાળકોએ પણ ૧૦૮ એમ્બ્યુલન્સની કામગીરી અને સારવાર વિશે તલસ્પર્શી જ્ઞાન મેળવ્યું હતું. તેમજ નાગરિક તરીકેને મૂળભૂત જવાબદારીઓ વિશે પણ સમજ આપવામાં આવી હતી. કાર્ડિયો પલમોનરી રિસાઈટેશન (સી.પી.આર.) એટલે કે કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપવાની પદ્ધતિ, દર્દીને કઈ રીતે ઓળખવું અને કઈ રીતે આપવા તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.

ઈમરજન્સીને લઈ સારવાર અપાઈ

કંઈ કંઈ ઇમરજન્સીમાં ૧૦૮ એમ્બ્યુલન્સનો ઉપયોગ કરી શકીએ તે વિશે પણ સમજ આપવામાં આવી હતી. આ સાથે ૧૦૮ એમ્બ્યુલન્સમાં વપરાતા તમામ સાધનો અને તેની ઉપયોગિતાની જાણકારી આપવામાં આવી. તદુપરાંત ૧૦૮ મેડિકલ ઈમરજન્સી સિવાય અન્ય સુવિધા જેવી કે ખિલખિલાટ, પશુ સારવાર(૧૯૬૨), મહિલા અભયમ(૧૮૧), ૧૦૪, જેવી હેલ્પલાઈનની વિસ્તૃત જાણકારી અને માહિતી આપવામાં આવી હતી. આ તાલીમનો લાભ શાળાનાં ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકગણએ મેળવ્યો હતો.

ભૂંકપને લઈ પણ મોકડ્રીલ યોજાઈ

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (G.S.D.M.A.) દ્વારા શાળાનાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં આપત્તિ વ્યવસ્થાપન વિશે જાગૃતિ કેળવવાના હેતુસર રાજ્યભરમાં તા. ૨૦ થી તા. ૨૫ જાન્યુઆરી સુધી “શાળા સલામતી સપ્તાહ”ની ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા, સુરેન્દ્રનગર ખાતે આપત્તિ વ્યવસ્થાપન અન્વયે ભૂકંપ અંગેની મોકડ્રીલ યોજાઈ હતી.આ મોકડ્રીલમાં ભૂકંપ જયારે આવે ત્યારે કેવા કેવા પગલાં લેવા તે અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્રની ડિઝાસ્ટર શાખાની ટીમ, એન.ડી.આર.એફ. ટીમ દ્વારા વિદ્યાર્થીઓને આકસ્મિક સંજોગો સામે તૈયાર રહી કઈ રીતે બચાવ કામગીરી હાથ ધરવી તે વિશે પણ સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

તાલીમાર્થીઓ પણ રહ્યાં હાજર

એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા બચાવ કાર્ય સાધન સામગ્રીનાં ઉપયોગ અંગેનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. જે આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીઓએ રસપૂર્વક નિહાળ્યું હતું. સામાન્ય લોકોને ભૂકંપની આફત દરમિયાન કઈ રીતે બચાવી શકાય તે આ મોકડ્રીલ થકી બચાવ કામગીરીથી માહિતગાર કરાયા હતા.આ તકે સુરેન્દ્રનગર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તેમજ ડીઝાસ્ટર બ્રાન્ચ મેજિસ્ટ્રેટ મયુરભાઈ દવે, આઈ.ટી.આઈ સુરેન્દ્રનગરના વર્ગ - ૧ પ્રિન્સિપાલ પરાગ શાહ, વર્ગ – ૨ પ્રિન્સિપાલ વિજયભાઈ મકવાણા, આઈ.ટી.આઈ. સ્ટાફગણ તથા મોટી સંખ્યામાં તાલીમાર્થી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0