Banaskantha:દાંતાની ઘાટીમાં જીપ પલટી ખાતા સર્જાયો ગંભીર અકસ્માત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠામાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી. દાતામાં જીપ પલટી ખાતા ગંભીર અકસ્માત સર્જાયો. મોડી રાત્રે સર્જાયેલ ભયાનક અકસ્માતમાં 15થી વધુ લોકોને ગંભીર ઇજા થઈ છે જ્યારે 1 વ્યક્તિનું મોત નિપજ્યું.
ઘાટીમાં જીપ પલટી
દાતાની ઘરેડા ઘાટીમાં ગંભીર અકસ્માત બનવા પામ્યો. મોડી રાત્રે વિરમપુરથી ઘરેડા આવતી કમાન્ડર જીપ ગાડી પલટી ખાઈ ગઈ. જીપ ઘાટીમાં ઉપરથી નીચે પટકાતા અંદર બેસેલાને ગંભીર ઇજા પંહોચી. મોડી રાત્રે અકસ્માતને પગલે આસપાસના લોકો બચાવ માટે દોડી આવ્યા. સ્થાનિકોએ જીપમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા. દરમ્યાન આ ઘટનાની પોલીસ અને 108ને જાણ કરાઈ. ઘાયલોને બે 108 મારફતે અંબાજી સરકારી હોસ્પિટલ અને દાંતાની સિવિલમાં ખસેડવામાં આવ્યા. ઘાયલોને ડોક્ટર દ્વારા સારવાર આપવામાં આવી. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે અને દાંતા સિવિલ દોડી આવ્યો.
બ્રેક ફેલ થઈ
દાતામાં જીપ પલટી ખાતા સર્જાયેલ અકસ્માતમાં 15થી વધુ લોકોને ઇજા પંહોચી હતી અને 1 વ્યક્તિનું મોત નિપજયું હતું. પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી. પ્રાથમિક તપાસમાં બ્રેક ફેલ થતાં અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું. જો કે પોલીસ ઘાયલ વ્યક્તિઓના પણ નિવેદન લેશે. ડ્રાઈવરની ભૂલ છે કે કેમ તેને લઈને પણ તપાસ થશે.
પોલીસે હાથ ધરી તપાસ
અગાઉ બનાસકાંઠામાં થરાદ-સાંચોર હાઈવે પર એમ્બ્યુલન્સની પાછળ ટ્રક ઘૂસતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 1 વ્યકિતનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય વ્યક્તિની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલમાં દાખલ કર્યો. એમ્બ્યુલન્સનો અકસ્માત થયા બાદ ડ્રાઇવર ફરાર થઇ ગયો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ડ્રાઇવરની શોધખોળ શરૂ કરી. બનાસકાંઠામાં દાતાની ઘાટીનો રસ્તો વધુ વળાંકવાળો છે. આથી મોટાભાગના લોકો વાહન ચલાવવાનું ટાળતા હોય છે. પરંતુ ગત મોડી રાત્રે ઘાટીમાં પસાર થતાં જીપ અચાનક પલટી ખાઈ ગઈ. અને જીપમાં સવાર લોકો અકસ્માતનો ભોગ બન્યા.પોલીસે ઘટનાસ્થળ પર પંહોચી વધુ તપાસ હાથ ધરી.
What's Your Reaction?






