Gandhinagar: સળંગ ત્રીજી વાર PMપદ સંભાળવું એ અસાધારણ ઘટના: CM ભૂપેન્દ્ર પટેલ

વિધાનસભામાં નરેન્દ્ર મોદીને અભિનંદન આપતો પ્રસ્તાવ પસારમોદી આઝાદી પછી જન્મેલા, સામાન્ય કાર્યકરમાંથી પ્રથમ PMથી ગુજરાત ગૌરવ વધ્યું આગામી ચાર જ વર્ષમાં ભારત ત્રીજુ સૌથી મોટું અર્થતંત્ર બનશે નરેન્દ્ર મોદીને દેશના વડાપ્રધાનનુ પદ સતત ત્રીજીવાર સંભાળવા માટે ગુજરાત વિધાનસભા ગૃહના અભિનંદન આપતો પ્રસ્તાવ સત્રારંભે બુધવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રજૂ કર્યો હતો.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સળંગ ત્રીજીવાર વડાપ્રધાનપદ સંભાળવુ એ એક અસાધરણ ઘટના હોવાનુ કહીને નરેન્દ્ર મોદી આઝાદી પછી જન્મેલા અને સામાન્ય કાર્યકરમાંથી વડાપ્રધાનપદે પહોંચેલા એક માત્ર નેતા હોવાનું જણાવ્યુ હતુ. વિશ્વમાં ભારતની આગવી ઓળખ પ્રસ્થાપિત કરનારા નરેન્દ્ર મોદીને કારણે ગુજરાતનું ગૌરવ વધ્યાનું તેમણે ઉમેર્યુ હતુ.પોણા બે કલાકની ચર્ચાને અંતે ગૃહમાં પસાર થયેલા અભિનંદન પ્રસ્તાવમાં મુખ્યમંત્રીએ કહ્યુ કે, નરેન્દ્ર મોદી આ જ વિધાનસભાના ગૃહમાં દોઢ દાયકા સુધી નેતા પણ રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી રહેતા તેમણે જે નવા વિકાસ સીમાચિહનો સર કરાવ્યા, તેની ફ્લશ્રુતિએ ગુજરાત આજે વિકાસનું રોલમોડલ બન્યું છે. એક દાયકાથી તેમની વીઝનરી લીડરશીપમાં ભારત આજે વિશ્વની પાંચમી મોટી આર્થિક સત્તા બન્યું છે. તેની વિસ્તૃત છણાવટ દરમિયાન મુખ્યમંત્રીએ 10 વર્ષના સુશાસન ટ્રેક રેકોર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેના કેપિટલ એક્સપેન્ડીચરની રકમ વાર્ષિક 18 ટકાના વૃદ્ધિ દર સાથે આ વર્ષના બજેટમાં રૂપિયા 11 લાખ કરોડ થઈ છે તે પણ વિકાસ પ્રેરક બાબત હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું. આ ગ્રોથને કારણે રોડ- રસ્તા, વીજળી, પાણી, શિક્ષણ, આરોગ્ય જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામો વધતા લોકોનું 'ઈઝ ઓફ્ લિવીંગ' ઊંચું ગયું છે તે સાથે વ્યાપાર ઉદ્યોગ, લોજીસ્ટિક્સ પણ વધારો થયો છે. તેમણે વડાપ્રધાનપદ સંભાળ્યું ત્યારે ભારત વિશ્વમાં 11મા ક્રમની અર્થવ્યવસ્થા ધરાવતો દેશ હતો. હવે પાંચમું મોટું અર્થતંત્ર છે. આગામી ચાર જ વર્ષમાં ભારત ત્રીજુ સૌથી મોટું અર્થતંત્ર બનશે મુખ્યમંત્રીના આભાર પ્રસ્તાવ સામે વિપક્ષના ધારાસભ્યોએ મોસાળમાં મા પિસનારી હોય તેમ છતાંય ગુજરાત કુપોષિત રહેતુ હોય તેવી સ્થિતિ હોવાનું કહીને સર્મથન આપવા ઈન્કાર કર્યો હતો. અલબત્ત પોણા બે કલાકની ચર્ચાને અંતે ગૃહમાં આ પ્રસ્તાવને બહુમતિથી પસાર કરાયો હતો.

Gandhinagar: સળંગ ત્રીજી વાર PMપદ સંભાળવું એ અસાધારણ ઘટના: CM ભૂપેન્દ્ર પટેલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વિધાનસભામાં નરેન્દ્ર મોદીને અભિનંદન આપતો પ્રસ્તાવ પસાર
  • મોદી આઝાદી પછી જન્મેલા, સામાન્ય કાર્યકરમાંથી પ્રથમ PMથી ગુજરાત ગૌરવ વધ્યું
  • આગામી ચાર જ વર્ષમાં ભારત ત્રીજુ સૌથી મોટું અર્થતંત્ર બનશે

નરેન્દ્ર મોદીને દેશના વડાપ્રધાનનુ પદ સતત ત્રીજીવાર સંભાળવા માટે ગુજરાત વિધાનસભા ગૃહના અભિનંદન આપતો પ્રસ્તાવ સત્રારંભે બુધવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રજૂ કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સળંગ ત્રીજીવાર વડાપ્રધાનપદ સંભાળવુ એ એક અસાધરણ ઘટના હોવાનુ કહીને નરેન્દ્ર મોદી આઝાદી પછી જન્મેલા અને સામાન્ય કાર્યકરમાંથી વડાપ્રધાનપદે પહોંચેલા એક માત્ર નેતા હોવાનું જણાવ્યુ હતુ. વિશ્વમાં ભારતની આગવી ઓળખ પ્રસ્થાપિત કરનારા નરેન્દ્ર મોદીને કારણે ગુજરાતનું ગૌરવ વધ્યાનું તેમણે ઉમેર્યુ હતુ.

પોણા બે કલાકની ચર્ચાને અંતે ગૃહમાં પસાર થયેલા અભિનંદન પ્રસ્તાવમાં મુખ્યમંત્રીએ કહ્યુ કે, નરેન્દ્ર મોદી આ જ વિધાનસભાના ગૃહમાં દોઢ દાયકા સુધી નેતા પણ રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી રહેતા તેમણે જે નવા વિકાસ સીમાચિહનો સર કરાવ્યા, તેની ફ્લશ્રુતિએ ગુજરાત આજે વિકાસનું રોલમોડલ બન્યું છે. એક દાયકાથી તેમની વીઝનરી લીડરશીપમાં ભારત આજે વિશ્વની પાંચમી મોટી આર્થિક સત્તા બન્યું છે. તેની વિસ્તૃત છણાવટ દરમિયાન મુખ્યમંત્રીએ 10 વર્ષના સુશાસન ટ્રેક રેકોર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેના કેપિટલ એક્સપેન્ડીચરની રકમ વાર્ષિક 18 ટકાના વૃદ્ધિ દર સાથે આ વર્ષના બજેટમાં રૂપિયા 11 લાખ કરોડ થઈ છે તે પણ વિકાસ પ્રેરક બાબત હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું. આ ગ્રોથને કારણે રોડ- રસ્તા, વીજળી, પાણી, શિક્ષણ, આરોગ્ય જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામો વધતા લોકોનું 'ઈઝ ઓફ્ લિવીંગ' ઊંચું ગયું છે તે સાથે વ્યાપાર ઉદ્યોગ, લોજીસ્ટિક્સ પણ વધારો થયો છે. તેમણે વડાપ્રધાનપદ સંભાળ્યું ત્યારે ભારત વિશ્વમાં 11મા ક્રમની અર્થવ્યવસ્થા ધરાવતો દેશ હતો. હવે પાંચમું મોટું અર્થતંત્ર છે.

આગામી ચાર જ વર્ષમાં ભારત ત્રીજુ સૌથી મોટું અર્થતંત્ર બનશે

મુખ્યમંત્રીના આભાર પ્રસ્તાવ સામે વિપક્ષના ધારાસભ્યોએ મોસાળમાં મા પિસનારી હોય તેમ છતાંય ગુજરાત કુપોષિત રહેતુ હોય તેવી સ્થિતિ હોવાનું કહીને સર્મથન આપવા ઈન્કાર કર્યો હતો. અલબત્ત પોણા બે કલાકની ચર્ચાને અંતે ગૃહમાં આ પ્રસ્તાવને બહુમતિથી પસાર કરાયો હતો.