Ahmedabad News :ટ્રાફિક નિયમોનો વારંવાર ભંગ કરતા 130 ચાલકોને નોટિસ, 50 સસ્પેન્ડ

ત્રણથી લઇ છ મહિના સુધી લાઇસન્સ સસ્પેન્ડ કરાયાકેટલાક કિસ્સામાં તો 25 મેમો અપાયાનું પણ સામે આવ્યું છે બાવળા એઆરટીઓ કચેરીએ 50 વાહન માલિકોના લાઈસન્સ સસ્પેન્ડ કરી દીધા અમદાવાદમાં વારંવાર ટ્રાફિક વાયોલન્સ કરનાર કરીને ગુના આચરનાર 130 વાહનચાલકોને નોટિસ ઇશ્યૂ કરાઈ છે. છેલ્લા 15 દિવસમાં 130 નોટિસ ઇશ્યૂ કરીને આરટીઓએ સપાટો બોલાવ્યો છે. બાવળા એઆરટીઓ કચેરીએ તો સુનાવણી કરીને 50 વાહન માલિકોના લાઈસન્સ પણ સસ્પેન્ડ કરી દીધા છે. જ્યારે સુભાષબ્રિજ આરટીઓમાં સુનાવણી હાથ ધરાઇ છે અને વસ્ત્રાલ એઆરટીઓ કચેરીમાં હવે સુનાવણી હાથ ધરાશે. ટ્રાફિક વિભાગ દ્વારા 130 વાહનોની યાદી મોકલાઈ હતી, જેમાં સુભાષબ્રિજ આરટીઓ વિસ્તારના 50 વાહનો હતાં, આરટીઓ કચેરીએ આ બધાના ચાલકોને નોટિસ ઇશ્યૂ કરી દીધી છે, જેમાંથી બેની સુનાવણી થઈ ગઈ છે પણ નિર્ણય બાકી છે. જ્યારે બાવળા એઆરટીઓ કચેરીએ તો 50 વાહનમાલકોને નોટિસ ઇશ્યૂ કરીને સુનાવણી પણ પુરી કરી દીધી છે અને લાઈસન્સ પણ સસ્પેન્ડ કરી દીધા છે. જ્યારે વસ્ત્રાલ એઆરટીઓએ તેમના વિસ્તારના 30 વાહનચાલકોને નોટિસ ઇશ્યૂ કરી છે. હવે સુનાવણી હાથ ધરશે. ત્રણ મહિનાથી લઇ છ મહિના સુધી લાઇસન્સ સસ્પેન્ડ કરાયા છે. ટ્રાફિક વિભાગ દ્વારા વારંવાર મેમો ઇશ્યૂ કરાયા હોય તેવા વાહનોની યાદી આરટીઓને મોકલાય છે, કેટલાક કિસ્સામાં તો 25 મેમો ઇશ્યૂ કરાયાનું સામે આવ્યું છે. સુભાષબ્રિજ આરટીઓમાં એક વાહન ચાલકની સુનાવણીમાં ખબર પડી કે તેણે છ મહિના પહેલાં જ વાહન ખરીદ્યું હતું. જૂના માલિકના નામે 22 મેમો નીકળ્યા હતા. હવે બંનેની સુનાવણી થઇ ગઇ પણ હજી મામલો ગૂંચવાયેલો છે.

Ahmedabad News :ટ્રાફિક નિયમોનો વારંવાર ભંગ કરતા 130 ચાલકોને નોટિસ, 50 સસ્પેન્ડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ત્રણથી લઇ છ મહિના સુધી લાઇસન્સ સસ્પેન્ડ કરાયા
  • કેટલાક કિસ્સામાં તો 25 મેમો અપાયાનું પણ સામે આવ્યું છે
  • બાવળા એઆરટીઓ કચેરીએ 50 વાહન માલિકોના લાઈસન્સ સસ્પેન્ડ કરી દીધા

અમદાવાદમાં વારંવાર ટ્રાફિક વાયોલન્સ કરનાર કરીને ગુના આચરનાર 130 વાહનચાલકોને નોટિસ ઇશ્યૂ કરાઈ છે. છેલ્લા 15 દિવસમાં 130 નોટિસ ઇશ્યૂ કરીને આરટીઓએ સપાટો બોલાવ્યો છે. બાવળા એઆરટીઓ કચેરીએ તો સુનાવણી કરીને 50 વાહન માલિકોના લાઈસન્સ પણ સસ્પેન્ડ કરી દીધા છે. જ્યારે સુભાષબ્રિજ આરટીઓમાં સુનાવણી હાથ ધરાઇ છે અને વસ્ત્રાલ એઆરટીઓ કચેરીમાં હવે સુનાવણી હાથ ધરાશે.

ટ્રાફિક વિભાગ દ્વારા 130 વાહનોની યાદી મોકલાઈ હતી, જેમાં સુભાષબ્રિજ આરટીઓ વિસ્તારના 50 વાહનો હતાં, આરટીઓ કચેરીએ આ બધાના ચાલકોને નોટિસ ઇશ્યૂ કરી દીધી છે, જેમાંથી બેની સુનાવણી થઈ ગઈ છે પણ નિર્ણય બાકી છે. જ્યારે બાવળા એઆરટીઓ કચેરીએ તો 50 વાહનમાલકોને નોટિસ ઇશ્યૂ કરીને સુનાવણી પણ પુરી કરી દીધી છે અને લાઈસન્સ પણ સસ્પેન્ડ કરી દીધા છે. જ્યારે વસ્ત્રાલ એઆરટીઓએ તેમના વિસ્તારના 30 વાહનચાલકોને નોટિસ ઇશ્યૂ કરી છે. હવે સુનાવણી હાથ ધરશે. ત્રણ મહિનાથી લઇ છ મહિના સુધી લાઇસન્સ સસ્પેન્ડ કરાયા છે. ટ્રાફિક વિભાગ દ્વારા વારંવાર મેમો ઇશ્યૂ કરાયા હોય તેવા વાહનોની યાદી આરટીઓને મોકલાય છે, કેટલાક કિસ્સામાં તો 25 મેમો ઇશ્યૂ કરાયાનું સામે આવ્યું છે.

સુભાષબ્રિજ આરટીઓમાં એક વાહન ચાલકની સુનાવણીમાં ખબર પડી કે તેણે છ મહિના પહેલાં જ વાહન ખરીદ્યું હતું. જૂના માલિકના નામે 22 મેમો નીકળ્યા હતા. હવે બંનેની સુનાવણી થઇ ગઇ પણ હજી મામલો ગૂંચવાયેલો છે.