Rajkotમાં પ્રેમીએ દગો આપતા યુવતીએ આપઘાતનો કર્યો પ્રયાસ, મહિલા હેલ્પલાઈનને કર્યો ફોન
રાજકોટમાં મેડિકલ વિદ્યાર્થીનીએ આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ પણ દોડતી થઈ છે,પહેલા યુવતીએ મહિલા હેલ્પલાઈન 181 પર ફોન કર્યો અને ત્યારબાદ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની વાત સામે આવી છે.PG હોસ્ટેલમાં રહેતી છાત્રાએ આપઘાતનો પ્રયાસ કરતા હાલમાં તેને સારવાર હેઠળ ખસેડવામાં આવી છે,અને પોલીસે મોબાઈલ ફોન લઈ તપાસ હાથધરી છે. આપઘાતના પ્રયાસ પહેલા 181માં કર્યો હતો ફોન આ સમગ્ર કેસની વાત કરવામાં આવે તો યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો તે પહેલા મહિલા અભિયમ હેલ્પલાઈન 181 પર ફોન કર્યો હતો પ્રેમી સાથે ઝઘડો થતા આ પગલું ભર્યુ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે,યુવતીને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવી છે,આ સમગ્ર મામલે યુવતીનું પણ નિવેદન લેવામાં આવ્યું છે.યુવતી AIIMSમાં મેડિકલમા અભ્યાસ કરે છે.મૂળ છત્તીસગઢની અને હાલ રાજકોટના જામનગર હાઇવે પર પીજી માં રહેતી છાત્રાએ આપઘાતનો પ્રયાસ કર્યો છે,પ્રઘ્યુમનનગર પોલીસે તપાસ હાથધરી છે. ગઈકાલે પણ એક તબીબ યુવતીએ રાજકોટમાં કર્યો આપઘાત રાજકોટમાં તબીબ યુવતીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. માણાવદરની જલ્પા ઘોસિયાએ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસે ફ્લેટમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આત્મહત્યાનું કારણ હજુ અકબંધ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી હતી. તબીબ યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે.જૂનાગઢ જિલ્લાના માણાવદરના નાનડીયા ગામની વતની અને રાજકોટમા સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસે આવેલા ફલેટમાં રહેતી બીએચએમએસ તબીબ જલ્પાબેન ઘોસીયા નામની 28 વર્ષની યુવતીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટમાં મેડિકલ વિદ્યાર્થીનીએ આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ પણ દોડતી થઈ છે,પહેલા યુવતીએ મહિલા હેલ્પલાઈન 181 પર ફોન કર્યો અને ત્યારબાદ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની વાત સામે આવી છે.PG હોસ્ટેલમાં રહેતી છાત્રાએ આપઘાતનો પ્રયાસ કરતા હાલમાં તેને સારવાર હેઠળ ખસેડવામાં આવી છે,અને પોલીસે મોબાઈલ ફોન લઈ તપાસ હાથધરી છે.
આપઘાતના પ્રયાસ પહેલા 181માં કર્યો હતો ફોન
આ સમગ્ર કેસની વાત કરવામાં આવે તો યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો તે પહેલા મહિલા અભિયમ હેલ્પલાઈન 181 પર ફોન કર્યો હતો પ્રેમી સાથે ઝઘડો થતા આ પગલું ભર્યુ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે,યુવતીને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવી છે,આ સમગ્ર મામલે યુવતીનું પણ નિવેદન લેવામાં આવ્યું છે.યુવતી AIIMSમાં મેડિકલમા અભ્યાસ કરે છે.મૂળ છત્તીસગઢની અને હાલ રાજકોટના જામનગર હાઇવે પર પીજી માં રહેતી છાત્રાએ આપઘાતનો પ્રયાસ કર્યો છે,પ્રઘ્યુમનનગર પોલીસે તપાસ હાથધરી છે.
ગઈકાલે પણ એક તબીબ યુવતીએ રાજકોટમાં કર્યો આપઘાત
રાજકોટમાં તબીબ યુવતીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. માણાવદરની જલ્પા ઘોસિયાએ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસે ફ્લેટમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આત્મહત્યાનું કારણ હજુ અકબંધ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી હતી. તબીબ યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે.જૂનાગઢ જિલ્લાના માણાવદરના નાનડીયા ગામની વતની અને રાજકોટમા સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસે આવેલા ફલેટમાં રહેતી બીએચએમએસ તબીબ જલ્પાબેન ઘોસીયા નામની 28 વર્ષની યુવતીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.