તરસાલીમાં લારી પર શાકભાજી લેતી મહિલાના ગળામાંથી અછોડો તૂટયો

વડોદરા,તરસાલીમાં શાકભાજી લેતી વૃદ્ધાના ગળામાંથી એક તોલા વજનનો અછોડો તોડીને મોપેડ પર આવેલા બે આરોપીઓ ફરાર થઇ ગયા હતા. જે અંગે મકરપુરા પોલીસ  સ્ટેશનમાં મહિલાએ ફરિયાદ નોંધાવી છે.તરસાલી માધવ પાર્કમાં રહેતા ૬૦ વર્ષના રૃકમણીબેન મિશ્રીલાલ પટેલ ગઇકાલે સવારે પોણા નવ વાગ્યે ઘરેથી નીકળી ઘનશ્યામ પાર્ક સોસાયટીના નાક પાસે આવેલા શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કર્યા પછી તેઓ મંદિર પાસે રોડ પર શાકભાજી લેવા માટે ઉભા  રહ્યા હતા. તે દરમિયાન બે અજાણ્યા યુવકો મોપેડ લઇને તેઓની પાસે આવ્યા હતા. મોપેડની પાછળ ક્રીમ કલરનું ટી શર્ટ પહેરીને બેસેલા વ્યક્તિએ તેઓના ગળામાંથી સોનાનો એક તોલા વજનનો અછોડો આંચકી લીધો હતો.

તરસાલીમાં લારી પર શાકભાજી લેતી મહિલાના  ગળામાંથી અછોડો તૂટયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા,તરસાલીમાં શાકભાજી લેતી વૃદ્ધાના ગળામાંથી એક તોલા વજનનો અછોડો તોડીને મોપેડ પર આવેલા બે આરોપીઓ ફરાર થઇ ગયા હતા. જે અંગે મકરપુરા પોલીસ  સ્ટેશનમાં મહિલાએ ફરિયાદ નોંધાવી છે.

તરસાલી માધવ પાર્કમાં રહેતા ૬૦ વર્ષના રૃકમણીબેન મિશ્રીલાલ પટેલ ગઇકાલે સવારે પોણા નવ વાગ્યે ઘરેથી નીકળી ઘનશ્યામ પાર્ક સોસાયટીના નાક પાસે આવેલા શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કર્યા પછી તેઓ મંદિર પાસે રોડ પર શાકભાજી લેવા માટે ઉભા  રહ્યા હતા. તે દરમિયાન બે અજાણ્યા યુવકો મોપેડ લઇને તેઓની પાસે આવ્યા હતા. મોપેડની પાછળ ક્રીમ કલરનું ટી શર્ટ પહેરીને બેસેલા વ્યક્તિએ તેઓના ગળામાંથી સોનાનો એક તોલા વજનનો અછોડો આંચકી લીધો હતો.