Surat: કોસંબા નજીક 40 મુસાફરો ભરેલી બસને નડ્યો અકસ્માત, 15 લોકોને ઈજા
સુરત નેશનલ હાઇવે 48 પર મોટો અકસ્માત સર્જાયો છે . કોસંબા નજીક લક્ઝરી બસ હાઇવે પરથી નીચે ઉતરી જતાં બસમાં સવાર 15થી 20 મુસાફરોને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્ટિલમાં ખસેડાયા છે.સુરત નેશનલ હાઇવે 48 પર અકસ્માત સર્જાયો છે જેમાં લકઝરી બસના ચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા કોસંબા નજીક લક્ઝરી બસ હાઇવે પરથી નીચે ઉતરી ગઇ હતી જેથી બસમાં સવાર 15થી 20 મુસાફરોને ઇજા પહોંચી છે. અકસ્માતની જાણ થતા પોલીસ અને ફાયરની ટીમ દોડી આવી છે અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્ટિલમાં ખસેડાયા છે. સુરતમાં કોસંબા બ્રિજ નીચે મોટો બસ અકસ્માત સર્જાયો હતો. 40 લોકો ભરેલી બસ ખાડીમાં ખાબકી હતી. ડ્રાઈવરને ઝોકું આવી ગયું અને રાજસ્થાનથી મહારાષ્ટ્ર જતી બસ સુરતમાં બ્રિજ નીચે ખાબકી હતી. ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરીને તમામ લોકોને બચાવી લેવાયા હતા. જોકે, પગ દબાઈ જતા કટર વડે કાપી બે લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, વહેલી સવારે 5 વાગ્યે આ બનાવબન્યો હતો. રાજસ્થાનના બાલોત્રાથી મહારાષ્ટ્ર નાસિક જઈ રહી હતી. ત્યારે બસ રાજસ્થાનથી સુરત પહોંચેલી બસના ડ્રાઈવરને ઝોકું આવી ગયું હતુ અને બસ રોડ સાઇડમાં આવેલ કાંસમાં ખાબકી હતી. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસે સુરત ફાયર વિભાગની મદદ માંગી હતી, જેથી સુરત ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. લકઝરી બસ હાઇવેની બાજુમાં પાણીના નિકાલની કોતરમાં ધસી ગઇ હતી અને આ અકસ્માતમાં બસના કેબિનના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત સર્જાતા બસમાં સવાર તમામ મુસાફરો બસમાં દબાઇ ગયા હતા જેને પગલે ક્રેનની મદદથી મુસાફરોનું રેસ્ક્યુ કરાયુ હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત નેશનલ હાઇવે 48 પર મોટો અકસ્માત સર્જાયો છે . કોસંબા નજીક લક્ઝરી બસ હાઇવે પરથી નીચે ઉતરી જતાં બસમાં સવાર 15થી 20 મુસાફરોને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્ટિલમાં ખસેડાયા છે.
સુરત નેશનલ હાઇવે 48 પર અકસ્માત સર્જાયો છે જેમાં લકઝરી બસના ચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા કોસંબા નજીક લક્ઝરી બસ હાઇવે પરથી નીચે ઉતરી ગઇ હતી જેથી બસમાં સવાર 15થી 20 મુસાફરોને ઇજા પહોંચી છે. અકસ્માતની જાણ થતા પોલીસ અને ફાયરની ટીમ દોડી આવી છે અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્ટિલમાં ખસેડાયા છે.
સુરતમાં કોસંબા બ્રિજ નીચે મોટો બસ અકસ્માત સર્જાયો હતો. 40 લોકો ભરેલી બસ ખાડીમાં ખાબકી હતી. ડ્રાઈવરને ઝોકું આવી ગયું અને રાજસ્થાનથી મહારાષ્ટ્ર જતી બસ સુરતમાં બ્રિજ નીચે ખાબકી હતી. ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરીને તમામ લોકોને બચાવી લેવાયા હતા. જોકે, પગ દબાઈ જતા કટર વડે કાપી બે લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, વહેલી સવારે 5 વાગ્યે આ બનાવબન્યો હતો. રાજસ્થાનના બાલોત્રાથી મહારાષ્ટ્ર નાસિક જઈ રહી હતી. ત્યારે બસ રાજસ્થાનથી સુરત પહોંચેલી બસના ડ્રાઈવરને ઝોકું આવી ગયું હતુ અને બસ રોડ સાઇડમાં આવેલ કાંસમાં ખાબકી હતી.
આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસે સુરત ફાયર વિભાગની મદદ માંગી હતી, જેથી સુરત ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. લકઝરી બસ હાઇવેની બાજુમાં પાણીના નિકાલની કોતરમાં ધસી ગઇ હતી અને આ અકસ્માતમાં બસના કેબિનના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત સર્જાતા બસમાં સવાર તમામ મુસાફરો બસમાં દબાઇ ગયા હતા જેને પગલે ક્રેનની મદદથી મુસાફરોનું રેસ્ક્યુ કરાયુ હતું.