Vadodara: માનવતા મરી પરવારી! કલાકો સુધી મદદની આશાએ વૃદ્ધા...પુત્ર-પૂત્રવધુએ માર માર્યાની ફરિયાદ

વડોદરા પોલીસની માનવતા મરી પરવારી. શહેરનું માંજલપુર પોલીસ સ્ટેશન વિવાદમાં આવ્યું. માંજલપુર પોલીસ સ્ટેશનની બહાર એક વૃદ્ધાને કલાકો સુધી બહાર બેસાડી રાખવાની ઘટના સામે આવતાં લોકો પોલીસની ટિકા કરી રહ્યા છે. કલાકો સુધી મદદની આશાએ વૃદ્ધા પોલીસ સ્ટેશનની બહાર બેસી રહ્યા છતાં પણ કોઈ ફરિયાદ સાંભળવા તૈયાર ના થયું. ઇજાગ્રસ્ત વૃદ્ધ મહિલાની પોલીસને દયા ન આવી. મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ પોલીસની માનવતા જાગી. આખરે વૃદ્ધાનું નિવેદન લીધું.મદદની આશામાં લાચાર વૃદ્ધાઆજે સવારે મીડિયામાં એક વૃદ્ધાનો વીડિયો વાયરલ થયો જેણે તમામને હચમચાવી દીધા. આ વીડિયોમાં ચહેરા પર ઉદાસી અને આંખમાં આંસુ સાથે એક વૃદ્ધાને જોઈ કઠણ હૃદયનો માનવી પણ પીગળી જાય. આ વીડિયોમાં લાચાર વૃદ્ધા બહુ મોટી ઉંમરના દેખાય છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં વૃદ્ધા ફરિયાદ કરવા ગયા હતા. પરંતુ પોલીસ એટલા બધા વ્યસ્ત હતા કે તેમની કથની સાંભળવા કોઈ તૈયાર નહોતું. કલાકો સુધી મદદની આશાએ વૃદ્ધા માંજલપુર પોલીસ સ્ટેશન બહાર બેસી રહ્યા. પરંતુ કોઈ મદદ ના મળતાં આખરે વૃદ્ધા નિરાશ થઈ પાછા ફર્યા. પોલીસ એવા કયા કામમાં વયસ્ત હતી કે વૃદ્ધાની વાત સુદ્ધાં સાંભળી નહી?અહેવાલો પ્રસિદ્ધ થતાં પોલીસની માનવતા જાગીપોલીસ સ્ટેશન બહાર મદદની આશાએ બેસેલ બેઠેલ વૃદ્ધા નિરાશ થઈ પાછા ફરતા હતા રે કોઈ સારા માણસનું ધ્યાન ગયું. તેના બાદ વૃદ્ધાની કરુણ કથની મીડિયામાં વાયરલ થઈ. મીડિયાની તાકાત કહો કે પછી પોલીસને બદનામીનો ડર કહો. વૃદ્ધાની મદદ કરવા પોલીસ પંહોચી. મીડિયા માં અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ પોલીસની માનવતા જાગી. વૃદ્ધાને મળી પોલીસે નિવેદન લીધું. વૃદ્ધાએ પોલીસને ફરિયાદમાં જણાવ્યું કે તેમનો પુત્ર અને પુત્રવધુ દ્વારા તેમને ત્રાસ આપવામાં આવી રહ્યો છે. વૃદ્ધાના શૌચાલયનો દરવાજો પણ પુત્ર અને પુત્રવધૂએ તોડી નાખ્યો.ઘરમાં પુત્રવધૂએ પથ્થર પણ માર્યો. પુત્ર અને પુત્રવધૂ તો ઠીક તેમના છોકરા અને છોકરીએ પણ વૃદ્ધાને માર મારી રહ્યા છે. સમર નામના પૌત્ર અને રાજવી નામની પૌત્રીએ વૃદ્ધાને ટાઇલ્સ મારી ઇજા પંહોચાડી.

Vadodara: માનવતા મરી પરવારી! કલાકો સુધી મદદની આશાએ વૃદ્ધા...પુત્ર-પૂત્રવધુએ માર માર્યાની ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા પોલીસની માનવતા મરી પરવારી. શહેરનું માંજલપુર પોલીસ સ્ટેશન વિવાદમાં આવ્યું. માંજલપુર પોલીસ સ્ટેશનની બહાર એક વૃદ્ધાને કલાકો સુધી બહાર બેસાડી રાખવાની ઘટના સામે આવતાં લોકો પોલીસની ટિકા કરી રહ્યા છે. કલાકો સુધી મદદની આશાએ વૃદ્ધા પોલીસ સ્ટેશનની બહાર બેસી રહ્યા છતાં પણ કોઈ ફરિયાદ સાંભળવા તૈયાર ના થયું. ઇજાગ્રસ્ત વૃદ્ધ મહિલાની પોલીસને દયા ન આવી. મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ પોલીસની માનવતા જાગી. આખરે વૃદ્ધાનું નિવેદન લીધું.

મદદની આશામાં લાચાર વૃદ્ધા

આજે સવારે મીડિયામાં એક વૃદ્ધાનો વીડિયો વાયરલ થયો જેણે તમામને હચમચાવી દીધા. આ વીડિયોમાં ચહેરા પર ઉદાસી અને આંખમાં આંસુ સાથે એક વૃદ્ધાને જોઈ કઠણ હૃદયનો માનવી પણ પીગળી જાય. આ વીડિયોમાં લાચાર વૃદ્ધા બહુ મોટી ઉંમરના દેખાય છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં વૃદ્ધા ફરિયાદ કરવા ગયા હતા. પરંતુ પોલીસ એટલા બધા વ્યસ્ત હતા કે તેમની કથની સાંભળવા કોઈ તૈયાર નહોતું. કલાકો સુધી મદદની આશાએ વૃદ્ધા માંજલપુર પોલીસ સ્ટેશન બહાર બેસી રહ્યા. પરંતુ કોઈ મદદ ના મળતાં આખરે વૃદ્ધા નિરાશ થઈ પાછા ફર્યા. પોલીસ એવા કયા કામમાં વયસ્ત હતી કે વૃદ્ધાની વાત સુદ્ધાં સાંભળી નહી?

અહેવાલો પ્રસિદ્ધ થતાં પોલીસની માનવતા જાગી

પોલીસ સ્ટેશન બહાર મદદની આશાએ બેસેલ બેઠેલ વૃદ્ધા નિરાશ થઈ પાછા ફરતા હતા રે કોઈ સારા માણસનું ધ્યાન ગયું. તેના બાદ વૃદ્ધાની કરુણ કથની મીડિયામાં વાયરલ થઈ. મીડિયાની તાકાત કહો કે પછી પોલીસને બદનામીનો ડર કહો. વૃદ્ધાની મદદ કરવા પોલીસ પંહોચી. મીડિયા માં અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ પોલીસની માનવતા જાગી. વૃદ્ધાને મળી પોલીસે નિવેદન લીધું. વૃદ્ધાએ પોલીસને ફરિયાદમાં જણાવ્યું કે તેમનો પુત્ર અને પુત્રવધુ દ્વારા તેમને ત્રાસ આપવામાં આવી રહ્યો છે. વૃદ્ધાના શૌચાલયનો દરવાજો પણ પુત્ર અને પુત્રવધૂએ તોડી નાખ્યો.ઘરમાં પુત્રવધૂએ પથ્થર પણ માર્યો. પુત્ર અને પુત્રવધૂ તો ઠીક તેમના છોકરા અને છોકરીએ પણ વૃદ્ધાને માર મારી રહ્યા છે. સમર નામના પૌત્ર અને રાજવી નામની પૌત્રીએ વૃદ્ધાને ટાઇલ્સ મારી ઇજા પંહોચાડી.