Kutchમાં પોલીસ સ્ટેશન પણ સલામત નહી, મુદ્દામાલના રૂમમાંથી કોપર કેબલના વાયરની ચોરી

કચ્છના જખૌમાં પોલીસ સ્ટેશન પણ સલામત નથી ત્યારે જખૌ પોલીસ સ્ટેશનમાં જ ચોરીનો બનાવ બન્યો છે,જેમાં પોલીસ મથકે મૂકેલા મુદ્દામાલની ચોરી કરવામાં આવી છે,તેમાં રૂમમાં મુદ્દામાલ રાખ્યો હતો અને રૂમ ખુલ્લો હતો ત્યારે ચોરી કરીને કોઈ અજાણ્યો શખ્સ જતો રહે છે.વિવિધ ગુનામાં કબ્જે કરાયેલ કોપર કેબલની ચોરી કરવામાં આવી છે.45,000ના કેબલની ચોરી થતા ફરિયાદ નોંધાઈ છે.અજાણ્યા તસ્કર સામે પોલીસે ફરિયાદ નોંધી આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો કચ્છના જખૌમાં મુદ્દામાલ પોલીસે રૂમમાં રાખ્યો હતો અને તે સમય દરમિયાન રૂમ ખુલ્લો હતો અને કોઈ શખ્સ પોલીસ સ્ટેશનમાં પ્રવેશીને મુદ્દામાલની ચોરી કરીને જતો રહે છે,ત્યારે પોલીસને પણ પછી ખબર પડી કે મુદ્દામાલના રૂમમાં ચોરીની ઘટના બની છે,પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે,પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો છે,ત્યારે પોલીસ સીસીટીવીના આધારે આરોપી સુધી પહોંચવાની કવાયત કરી રહી છે. પોલીસ સ્ટેશન પણ હવે સલામત નથી ગુજરાતમાં પોલીસ સ્ટેશન પણ સલામત નથી જેમાં જખૌ પોલીસ મથકમાં મુદ્દામાલ રાખેલા રૂમમાં ચોરી થઈ હોવાની વાત સામે આવી છે,વિવિધ ગુના હેઠળ કબજે કરાયેલ કોપરના કેબલની ચોરી થઈ છે,આ કોપરના કેબલની કિંમત ખૂબ ઉંચી હોય છે ત્યારે પોલીસની ગેરહાજરી જોઈને કોઈ આરોપી મુદ્દામાલની ચોરી કરીને ફરાર થાય છે,પોલીસ પણ કેવી કહેવાય કે આરોપી પોતે પોલીસ સ્ટેશનમાં આવીને મુદ્દામાલની ચોરી કરીને જતો રહે છે,ત્યારે ઉંઘતી પોલીસ જરા જાગે તો ખબર પડે અને ધ્યાન રહે પોલીસ સ્ટેશનનું. પોલીસ સ્ટેશનના પીએસઓ સામે નોંધાશે ગુનો ? જખૌ પોલીસ સ્ટેશનના બેદરકાર કર્મચારી સામે ગુનો નોંધાવવો જોઈએ,આ તો મુદ્દામાલ જતો રહ્યો પરંતુ જયારે કોઈ આરોપી ભાગી જશે તો કોના માથે દોષનો ટોપલો ઢોળશો,બેદરકાર અધિકારી કે કર્મચારીને આ મામલે સસ્પેન્ડ કરવા જોઈએ જેથી અન્ય અધિકારીઓમાં પણ ફફડાટ રહે,નહીતર તસ્કરો પોલીસ સ્ટેશનમાં અન્ય મુદ્દામાલ પણ ચોરી કરીને જતા રહે તો નવાઈ નહી.  

Kutchમાં પોલીસ સ્ટેશન પણ સલામત નહી, મુદ્દામાલના રૂમમાંથી કોપર કેબલના વાયરની ચોરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છના જખૌમાં પોલીસ સ્ટેશન પણ સલામત નથી ત્યારે જખૌ પોલીસ સ્ટેશનમાં જ ચોરીનો બનાવ બન્યો છે,જેમાં પોલીસ મથકે મૂકેલા મુદ્દામાલની ચોરી કરવામાં આવી છે,તેમાં રૂમમાં મુદ્દામાલ રાખ્યો હતો અને રૂમ ખુલ્લો હતો ત્યારે ચોરી કરીને કોઈ અજાણ્યો શખ્સ જતો રહે છે.વિવિધ ગુનામાં કબ્જે કરાયેલ કોપર કેબલની ચોરી કરવામાં આવી છે.45,000ના કેબલની ચોરી થતા ફરિયાદ નોંધાઈ છે.

અજાણ્યા તસ્કર સામે પોલીસે ફરિયાદ નોંધી

આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો કચ્છના જખૌમાં મુદ્દામાલ પોલીસે રૂમમાં રાખ્યો હતો અને તે સમય દરમિયાન રૂમ ખુલ્લો હતો અને કોઈ શખ્સ પોલીસ સ્ટેશનમાં પ્રવેશીને મુદ્દામાલની ચોરી કરીને જતો રહે છે,ત્યારે પોલીસને પણ પછી ખબર પડી કે મુદ્દામાલના રૂમમાં ચોરીની ઘટના બની છે,પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે,પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો છે,ત્યારે પોલીસ સીસીટીવીના આધારે આરોપી સુધી પહોંચવાની કવાયત કરી રહી છે.

પોલીસ સ્ટેશન પણ હવે સલામત નથી

ગુજરાતમાં પોલીસ સ્ટેશન પણ સલામત નથી જેમાં જખૌ પોલીસ મથકમાં મુદ્દામાલ રાખેલા રૂમમાં ચોરી થઈ હોવાની વાત સામે આવી છે,વિવિધ ગુના હેઠળ કબજે કરાયેલ કોપરના કેબલની ચોરી થઈ છે,આ કોપરના કેબલની કિંમત ખૂબ ઉંચી હોય છે ત્યારે પોલીસની ગેરહાજરી જોઈને કોઈ આરોપી મુદ્દામાલની ચોરી કરીને ફરાર થાય છે,પોલીસ પણ કેવી કહેવાય કે આરોપી પોતે પોલીસ સ્ટેશનમાં આવીને મુદ્દામાલની ચોરી કરીને જતો રહે છે,ત્યારે ઉંઘતી પોલીસ જરા જાગે તો ખબર પડે અને ધ્યાન રહે પોલીસ સ્ટેશનનું.

પોલીસ સ્ટેશનના પીએસઓ સામે નોંધાશે ગુનો ?

જખૌ પોલીસ સ્ટેશનના બેદરકાર કર્મચારી સામે ગુનો નોંધાવવો જોઈએ,આ તો મુદ્દામાલ જતો રહ્યો પરંતુ જયારે કોઈ આરોપી ભાગી જશે તો કોના માથે દોષનો ટોપલો ઢોળશો,બેદરકાર અધિકારી કે કર્મચારીને આ મામલે સસ્પેન્ડ કરવા જોઈએ જેથી અન્ય અધિકારીઓમાં પણ ફફડાટ રહે,નહીતર તસ્કરો પોલીસ સ્ટેશનમાં અન્ય મુદ્દામાલ પણ ચોરી કરીને જતા રહે તો નવાઈ નહી.