Navsariમાં નકલી CMO અધિકારી ઝડપાયો, વર્ષ 2023થી પ્રાંત અધિકારીને ઉઠા ભણાવતો હતો

રાજ્યમાં નકલીનો સિલસિલો અટકવાનું તો જાણે કે નામ જ લઈ રહ્યો નથી. રાજ્યમાં ફરી એક વખત નકલી અધિકારી ઝડપાયો છે. નવસારીમાં નક્લી CMO અધિકારી ઝડપાયો છે. નવસારી પ્રાંત અધિકારીને વર્ષ 2023થી આ નકલી CMO અધિકારી દમ મારતો હતો અને પ્રાંત અધિકારી પાસે માહિતી લેતો હતો.નકલી અધિકારી પ્રાંત અધિકારી પાસે CMOના નામે લેતો રહ્યો માહિતી નવસારી પ્રાંત અધિકારી જનમ ઠાકુર નકલી CMO અધિકારીની માયાજાળમાં ભેરવાયા અને આ નક્લી અધિકારી પ્રાંત અધિકારીને ઉઠા ભણાવી રહ્યો હતો. બારડોલી નજીકના મઢી ગામનો આ ઠગબાજ નિતેશ ચૌધરી પ્રાંત અધિકારી પાસે CMOના અધિકારીના નામે માહિતી લેતો રહ્યો હતો. જો કે આખરે પ્રાંત અધિકારી જનમ ઠાકુરને શંકા જતા આ સમગ્ર ભાંડો ફૂટ્યો છે અને ત્યારબાદ નવસારી પ્રાંત અધિકારી જનમ ઠાકુરે નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી, ફરિયાદના આધારે જ નકલી અધિકારી નિતેશ ચૌધરીને ઝડપી પાડ્યો અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદમાંથી વધુ એક નકલી અધિકારી ઝડપાયો તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ અમદાવાદમાંથી વધુ એક નકલી અધિકારી ઝડપાયો હતો. કિરણ પટેલની જેમ નકલી અધિકારી બનીને મોટી છેતરપિંડી લોકો પાસે કરી છે. 250થી વધુ લોકો પાસેથી 3 કરોડ રૂપિયા નકલી અધિકારીએ પડાવ્યા છે. સચિવાલયના અધિકારી તરીકે ઓળખ આપી લોકો સાથે છેતરપિંડી આચરી હતી. આવાસ યોજનામાં મકાન અપાવવાના બહાને લોકો સાથે છેતરપિંડી આચરી હતી. ત્યારે પોલીસે આ નકલી અધિકારી વિરેન્દ્ર સિંહને ઝડપી પાડ્યો અને કાર્યવાહી શરૂ કર્યો છે. આ નકલી અધિકારીએ વસ્ત્રાપુર, નારાણપુરા અને સોલાના લોકો સાથે છેતરપિંડી કરી હતી. છેતરપિંડી મામલે કુલ 3 ફરિયાદો દાખલ થઈ હતી. લોકોના પૈસા પડાવી આરોપીએ બિઝનેસ શરુ કર્યો હતો, આ આરોપીએ ગ્રાહકો શોધવા માટે એજન્ટો રાખ્યા હતા અને વિરેન્દ્રસિંહ એજન્ટોને 50-60 લાખ રૂપિયા આપ્યા હતા.

Navsariમાં નકલી CMO અધિકારી ઝડપાયો, વર્ષ 2023થી પ્રાંત અધિકારીને ઉઠા ભણાવતો હતો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં નકલીનો સિલસિલો અટકવાનું તો જાણે કે નામ જ લઈ રહ્યો નથી. રાજ્યમાં ફરી એક વખત નકલી અધિકારી ઝડપાયો છે. નવસારીમાં નક્લી CMO અધિકારી ઝડપાયો છે. નવસારી પ્રાંત અધિકારીને વર્ષ 2023થી આ નકલી CMO અધિકારી દમ મારતો હતો અને પ્રાંત અધિકારી પાસે માહિતી લેતો હતો.

નકલી અધિકારી પ્રાંત અધિકારી પાસે CMOના નામે લેતો રહ્યો માહિતી

નવસારી પ્રાંત અધિકારી જનમ ઠાકુર નકલી CMO અધિકારીની માયાજાળમાં ભેરવાયા અને આ નક્લી અધિકારી પ્રાંત અધિકારીને ઉઠા ભણાવી રહ્યો હતો. બારડોલી નજીકના મઢી ગામનો આ ઠગબાજ નિતેશ ચૌધરી પ્રાંત અધિકારી પાસે CMOના અધિકારીના નામે માહિતી લેતો રહ્યો હતો. જો કે આખરે પ્રાંત અધિકારી જનમ ઠાકુરને શંકા જતા આ સમગ્ર ભાંડો ફૂટ્યો છે અને ત્યારબાદ નવસારી પ્રાંત અધિકારી જનમ ઠાકુરે નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી, ફરિયાદના આધારે જ નકલી અધિકારી નિતેશ ચૌધરીને ઝડપી પાડ્યો અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

અમદાવાદમાંથી વધુ એક નકલી અધિકારી ઝડપાયો

તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ અમદાવાદમાંથી વધુ એક નકલી અધિકારી ઝડપાયો હતો. કિરણ પટેલની જેમ નકલી અધિકારી બનીને મોટી છેતરપિંડી લોકો પાસે કરી છે. 250થી વધુ લોકો પાસેથી 3 કરોડ રૂપિયા નકલી અધિકારીએ પડાવ્યા છે. સચિવાલયના અધિકારી તરીકે ઓળખ આપી લોકો સાથે છેતરપિંડી આચરી હતી. આવાસ યોજનામાં મકાન અપાવવાના બહાને લોકો સાથે છેતરપિંડી આચરી હતી. ત્યારે પોલીસે આ નકલી અધિકારી વિરેન્દ્ર સિંહને ઝડપી પાડ્યો અને કાર્યવાહી શરૂ કર્યો છે. આ નકલી અધિકારીએ વસ્ત્રાપુર, નારાણપુરા અને સોલાના લોકો સાથે છેતરપિંડી કરી હતી. છેતરપિંડી મામલે કુલ 3 ફરિયાદો દાખલ થઈ હતી. લોકોના પૈસા પડાવી આરોપીએ બિઝનેસ શરુ કર્યો હતો, આ આરોપીએ ગ્રાહકો શોધવા માટે એજન્ટો રાખ્યા હતા અને વિરેન્દ્રસિંહ એજન્ટોને 50-60 લાખ રૂપિયા આપ્યા હતા.