પીઆઇનું હૃદય રોગના હુમલાથી મોત થયું હોવાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ
- પાવાગઢમાંથી મળેલા નડિયાદના એસઆરપી ગુ્રપના કમાન્ડર - કર્મચારીના મોતનાં ચોક્કસ કારણ અંગે એફએસએલનો રિપોર્ટ આવવાનો હજૂ બાકી હાલોલ : પંચમહાલ જિલ્લાના હાલોલના પાવાગઢ ખાતે તળેટીમાં આવેલી શિવશક્તિ નિવાસ ધર્મશાળામાં એસઆરપી ગુ્રપ કમાન્ડર પીઆઇનું મોત હૃદય રોગના હુમલાથી થયુ હોવાનું પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં પ્રાથમિક તબક્કે બહાર આવ્યુ હોવાનું પાવાગઢ પોલીસ દ્વારા જણાવ્યુ છે.જો કે મોતના ચોક્કસ કારણ અંગે હજુ એફએસએલ રિપોર્ટ આવવાનો બાકી છે.પાવાગઢ ખાતે નડિયાદના એસઆરપી કંપની સી ગુ્રપ ૭ ના ૨૨ જેટલા જવાનો કાયમી બંદોબસ્ત માટે મૂક્યા છે.ગત રોજ બુધવારે નિરીક્ષણ કરવા માટે નડિયાદથી એસઆરપી ગુ્રપ કમાન્ડર પીઆઇ જી આર પટેલ આવ્યા હતા.તેમને રાત્રી રોકાણ માટે પાવાગઢ ખાતે ફરજ બજાવતા પોલીસ જવાને પાવાગઢ તળટીમાં આવેલી શિવશક્તિ નિવાસ ધર્મશાળામાં રૂમ રાખી રોકાયા હતા.ગુરુવારની વહેલી સવારે પીઆઇ પટેલની રૂમનો દરવાજો અડધો ખુલ્લો અને જમીન ઉપર તેમને પડેલા સામેની રૂમમાં રોકાયેલા યાત્રિકે જોતા તેમણે ધર્મશાળાના વહીવટ કર્તાને જાણ કરી હતી.જે અંગેની જાણ પાવાગઢ પોલીસ અને એસ આરપી જવાનો સ્થળ ઉપર દોડી આવ્યા હતા.રાત્રે પટેલ રૂમ પરથી ગયા પછી મોત કેવી રીતે થયુ તે અંગે રહસ્ય બન્યુ હતુ. પાવાગઢ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તેમણે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટ કરાવતા તેમનો પ્રાથમિક રિપોર્ટ હૃદય રોગના હુમલાથી મોત થયુ હોવાનું બહાર આવ્યુ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- પાવાગઢમાંથી મળેલા નડિયાદના એસઆરપી ગુ્રપના કમાન્ડર
- કર્મચારીના મોતનાં ચોક્કસ કારણ અંગે એફએસએલનો રિપોર્ટ આવવાનો હજૂ બાકી
પાવાગઢ ખાતે નડિયાદના એસઆરપી કંપની સી ગુ્રપ ૭ ના ૨૨ જેટલા જવાનો કાયમી બંદોબસ્ત માટે મૂક્યા છે.ગત રોજ બુધવારે નિરીક્ષણ કરવા માટે નડિયાદથી એસઆરપી ગુ્રપ કમાન્ડર પીઆઇ જી આર પટેલ આવ્યા હતા.તેમને રાત્રી રોકાણ માટે પાવાગઢ ખાતે ફરજ બજાવતા પોલીસ જવાને પાવાગઢ તળટીમાં આવેલી શિવશક્તિ નિવાસ ધર્મશાળામાં રૂમ રાખી રોકાયા હતા.ગુરુવારની વહેલી સવારે પીઆઇ પટેલની રૂમનો દરવાજો અડધો ખુલ્લો અને જમીન ઉપર તેમને પડેલા સામેની રૂમમાં રોકાયેલા યાત્રિકે જોતા તેમણે ધર્મશાળાના વહીવટ કર્તાને જાણ કરી હતી.
જે અંગેની જાણ પાવાગઢ પોલીસ અને એસ આરપી જવાનો સ્થળ ઉપર દોડી આવ્યા હતા.રાત્રે પટેલ રૂમ પરથી ગયા પછી મોત કેવી રીતે થયુ તે અંગે રહસ્ય બન્યુ હતુ.
પાવાગઢ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તેમણે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટ કરાવતા તેમનો પ્રાથમિક રિપોર્ટ હૃદય રોગના હુમલાથી મોત થયુ હોવાનું બહાર આવ્યુ છે.