Viramgamના ભાજપ સદસ્યના ઉતરી ગયા ફાંકા, ચીફ ઓફિસરને ધમકી આપતા નોંધાઈ ફરિયાદ
વિરમગામમાં ભાજપ સદસ્ય સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે,વોર્ડ નંબર 7ના ભાજપના સદસ્ય બિમલ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે,જેમાં તેમણે કારોબારી ચેરમેન અને ચીફ ઓફિસરને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.અસભ્ય વર્તન કરી બિમલ પટેલ ધમકી આપતા નોંધાઈ ફરિયાદ.નગર પાલિકાના કારોબારી ચેરમેન અમિત પટેલે નોંધાવી પોલીસ ફરિયાદ.ભાજપના સદસ્ય સામે નોંધાઈ ફરિયાદ વિરમગામમાં વોર્ડ નંબર 7ના ભાજપના સદસ્ય બિમલ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.વિરમગામ નગરપાલિકાના કારોબારી ચેરમેન અને ચીફ ઓફીસરને કામની બાબતે વારંવાર કહેતા મામલો બિચકયો હતો આ ઘટનાને લઈ બિમલ પટેલે ઉશ્કેરાઈને કહ્યું કે તને જાનથી મારી નાખીશ એટલે ચીફ ઓફીસર ગભરાઈ ગયા અને પોલીસ સ્ટેશનમાં અરજી કરી ત્યારબાદ પોલીસે અરજીના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે અને બિમલ પટેલની પોલીસે કરી ધરપકડ. પાર્ટી પ્લોટની દિવાલને લઈ થઈ હતી બબાલ વિરમગામ ટાઉન પોલીસ મથકમા વોર્ડ-7 ના ભાજપના સદસ્ય બિમલ પટેલ સામે ફરિયાદ નોંધાઇ છે.વિરમગામ નગરપાલિકા દ્વારા વોર્ડ-8 સોસાયટી વિસ્તાર નગરપાલિકાના અંતિમ પ્લોટને સુરક્ષિત કરવા દિવાલનું કામ બંધ કરાવી ઉગ્ર બોલાચાલી કરી હતી અને અસભ્ય વર્તન કર્યુ હતુ જેને લઈ વિવાદ વકર્યો અને બોલાચાલીમાં બિમલ પટેલ ગમે તેમ બોલી ગયા હતા જેને લઈ વિવાદ વધ્યો અને પોલીસે ફરિયાદ નોંધી હતી,ત્યારે અગામી સમયમાં આ વિવાદ વકરે છે કે શાંત પડે છે તે જોવાનું રહ્યું. વિરમગામમાં કરાયું ડિમોલેશન વિરમગામ નગરપાલિકા દ્રારા શહેરમાં અડચણરૂપ મકાનો અને ધાર્મિક દબાણોને દૂર કરવામાં આવ્યા હતા,આજે બીજા દિવસે પણ આ કામગીરી યથાવત રહેશે,મુનસર દરવાજા, રામમહેલ મંદિર રોડ પરના ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યવાહી દરમિયાન પરિસ્થિતિ વણસે નહી તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. નગરપાલિકાએ 5 જેસીબી મશીન અને 10 ટ્રેકટરની મદદથી સમગ્ર કાર્યવાહી કરી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વિરમગામમાં ભાજપ સદસ્ય સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે,વોર્ડ નંબર 7ના ભાજપના સદસ્ય બિમલ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે,જેમાં તેમણે કારોબારી ચેરમેન અને ચીફ ઓફિસરને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.અસભ્ય વર્તન કરી બિમલ પટેલ ધમકી આપતા નોંધાઈ ફરિયાદ.નગર પાલિકાના કારોબારી ચેરમેન અમિત પટેલે નોંધાવી પોલીસ ફરિયાદ.
ભાજપના સદસ્ય સામે નોંધાઈ ફરિયાદ
વિરમગામમાં વોર્ડ નંબર 7ના ભાજપના સદસ્ય બિમલ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.વિરમગામ નગરપાલિકાના કારોબારી ચેરમેન અને ચીફ ઓફીસરને કામની બાબતે વારંવાર કહેતા મામલો બિચકયો હતો આ ઘટનાને લઈ બિમલ પટેલે ઉશ્કેરાઈને કહ્યું કે તને જાનથી મારી નાખીશ એટલે ચીફ ઓફીસર ગભરાઈ ગયા અને પોલીસ સ્ટેશનમાં અરજી કરી ત્યારબાદ પોલીસે અરજીના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે અને બિમલ પટેલની પોલીસે કરી ધરપકડ.
પાર્ટી પ્લોટની દિવાલને લઈ થઈ હતી બબાલ
વિરમગામ ટાઉન પોલીસ મથકમા વોર્ડ-7 ના ભાજપના સદસ્ય બિમલ પટેલ સામે ફરિયાદ નોંધાઇ છે.વિરમગામ નગરપાલિકા દ્વારા વોર્ડ-8 સોસાયટી વિસ્તાર નગરપાલિકાના અંતિમ પ્લોટને સુરક્ષિત કરવા દિવાલનું કામ બંધ કરાવી ઉગ્ર બોલાચાલી કરી હતી અને અસભ્ય વર્તન કર્યુ હતુ જેને લઈ વિવાદ વકર્યો અને બોલાચાલીમાં બિમલ પટેલ ગમે તેમ બોલી ગયા હતા જેને લઈ વિવાદ વધ્યો અને પોલીસે ફરિયાદ નોંધી હતી,ત્યારે અગામી સમયમાં આ વિવાદ વકરે છે કે શાંત પડે છે તે જોવાનું રહ્યું.
વિરમગામમાં કરાયું ડિમોલેશન
વિરમગામ નગરપાલિકા દ્રારા શહેરમાં અડચણરૂપ મકાનો અને ધાર્મિક દબાણોને દૂર કરવામાં આવ્યા હતા,આજે બીજા દિવસે પણ આ કામગીરી યથાવત રહેશે,મુનસર દરવાજા, રામમહેલ મંદિર રોડ પરના ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યવાહી દરમિયાન પરિસ્થિતિ વણસે નહી તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. નગરપાલિકાએ 5 જેસીબી મશીન અને 10 ટ્રેકટરની મદદથી સમગ્ર કાર્યવાહી કરી હતી.