Ambaji: અંબાજી મંદીરે શરદપૂર્ણિમાની ભાવભેર ઉજવણી, મંગળા આરતીમાં ભક્તોનું ઘોડાપૂર
નવરાત્રીના તહેવાર બાદ આસો સુદ પૂર્ણિમા એટલે કે, શરદપૂર્ણિમાનો વિશેષ મહત્વ રહેલું હોય છે. જેને લઈને ધાર્મિક સ્થળો ઉપર શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળતી હોય છે. ત્યારે પ્રસિદ્ધ તીર્થસ્થળ અંબાજીમાં પણ શરદપૂર્ણિમાને લઈ યાત્રિકોનો ભારે મેળાવડો જોવા મળ્યો હતો.દિવાળી પહેલા વર્ષની છેલ્લી પૂનમ એટલે શરદપૂર્ણિમા હોવાથી શ્રદ્ધાળુઓ અંબાજી ખાતે મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી પડતા હોય છે. શરદપૂર્ણિમાની રાત્રે દૂધપૌંઆનું પણ વિશેષ મહત્વ રહેલું હોય છે. જ્યાં અંબાજી મંદિરમાં ચંદ્રની કિરણો વચ્ચે ચાંદીના બેડામાં દૂધપૌંઆ મુકવામાં આવ્યા હતા. રાત્રીના બાર કલાકે માતાજીને નૈવેધ ધરવામાં આવ્યુ હતુ તેમજ કપૂર આરતી પણ ભટ્ટજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. એક માન્યતા એવી પણ પ્રવર્તે છે કે, શરદપૂર્ણિમાના ચંદ્રની કિરણો દૂધપૌંઆમાં ઉતરે છે અને તેને આરોગવાથી મનુષ્યના શારીરિક વિકારો દૂર થઇ જતા હોય છે.મળતી માહિતી મુજબ, શરદપૂર્ણિમાએ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામી છે. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. વહેલી સવારે મંગળા આરતીમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. ગઈકાલે રાત્રે 12 વાગ્યે દૂધ પૌવાનો પ્રોગ્રામ યોજાયો હતો. ગઈકાલે રાત્રે 12 વાગ્યે કપૂર આરતી કરવામાં આવી હતી. ત્યાર બાદ તમામ ભક્તોને દૂધ પૌવાનો પ્રસાદ આપવામાં આવ્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નવરાત્રીના તહેવાર બાદ આસો સુદ પૂર્ણિમા એટલે કે, શરદપૂર્ણિમાનો વિશેષ મહત્વ રહેલું હોય છે. જેને લઈને ધાર્મિક સ્થળો ઉપર શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળતી હોય છે. ત્યારે પ્રસિદ્ધ તીર્થસ્થળ અંબાજીમાં પણ શરદપૂર્ણિમાને લઈ યાત્રિકોનો ભારે મેળાવડો જોવા મળ્યો હતો.
દિવાળી પહેલા વર્ષની છેલ્લી પૂનમ એટલે શરદપૂર્ણિમા હોવાથી શ્રદ્ધાળુઓ અંબાજી ખાતે મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી પડતા હોય છે. શરદપૂર્ણિમાની રાત્રે દૂધપૌંઆનું પણ વિશેષ મહત્વ રહેલું હોય છે. જ્યાં અંબાજી મંદિરમાં ચંદ્રની કિરણો વચ્ચે ચાંદીના બેડામાં દૂધપૌંઆ મુકવામાં આવ્યા હતા. રાત્રીના બાર કલાકે માતાજીને નૈવેધ ધરવામાં આવ્યુ હતુ તેમજ કપૂર આરતી પણ ભટ્ટજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. એક માન્યતા એવી પણ પ્રવર્તે છે કે, શરદપૂર્ણિમાના ચંદ્રની કિરણો દૂધપૌંઆમાં ઉતરે છે અને તેને આરોગવાથી મનુષ્યના શારીરિક વિકારો દૂર થઇ જતા હોય છે.
મળતી માહિતી મુજબ, શરદપૂર્ણિમાએ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામી છે. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. વહેલી સવારે મંગળા આરતીમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. ગઈકાલે રાત્રે 12 વાગ્યે દૂધ પૌવાનો પ્રોગ્રામ યોજાયો હતો. ગઈકાલે રાત્રે 12 વાગ્યે કપૂર આરતી કરવામાં આવી હતી. ત્યાર બાદ તમામ ભક્તોને દૂધ પૌવાનો પ્રસાદ આપવામાં આવ્યો હતો.