Halvad: મિયાણીમાં વીજ ચેકિંગ માટે ગયેલી ટીમ સાથે ગ્રામજનોનું ઘર્ષણ
મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના મિયાણી ગામે બુધવારે સવારે વીજ કંપનીની ટીમો વીજ ચેકિંગ કરવા માટે ગઇ હતી. તે દરમિયાન ટીમ સાથે રહેલા એસઆરપીના જવાનો, ટીમના સભ્યોને ગ્રામજનો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ થતા સામસામે આવી ગયા હતા.આ બાબતે પીજીવીસીએલ કંપનીએ હળવદ પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો સામે ફરજ રૂકાવટની ફરિયાદ નોંધાવાતા ચકચાર મચી જવા પામી છે. હળવદ પંથકમાં થતી વીજ ચોરી ડામવા માટે જામનગર સર્કલ પીજીવીસીએલની 10 ટીમ વીજ ચેકિંગ માટે આવી હતી. દરેક ટીમો સાથે એસઆરપી જવાનો પણ સાથે હતા બુધવારે સવારે તાલુકાના મિયાણી ગામે પણ વીજ ચેકીંગ કરવા એક ટીમ પહોંચી હતી. વીજ ચેકીંગ દરમિયાન ગ્રામજનો સાથે બોલાચાલી થતા અને ટીમ સાથે આવેલા એસઆરપી જવાનો સાથે ઘર્ષણ થતા દોડધામ મચી જવા પામી હતી. ત્યારે પીજીવીસીએલના નિલેશભાઈ ખેતરપાલે હળવદ પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો સામે ફરજમાં રૂકાવટ અંગેની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પ્રકાશ રણછોડભાઈ રંભાણી, ચતુર માંડલભાઈ રંભાણી, તેમજ એક અજાણી મહિલા અને અજાણ્યા પુરુષ વિરુદ્ધ અને તપાસમાં વધુ નામો ખૂલે તેની સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાઈ હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના મિયાણી ગામે બુધવારે સવારે વીજ કંપનીની ટીમો વીજ ચેકિંગ કરવા માટે ગઇ હતી. તે દરમિયાન ટીમ સાથે રહેલા એસઆરપીના જવાનો, ટીમના સભ્યોને ગ્રામજનો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ થતા સામસામે આવી ગયા હતા.
આ બાબતે પીજીવીસીએલ કંપનીએ હળવદ પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો સામે ફરજ રૂકાવટની ફરિયાદ નોંધાવાતા ચકચાર મચી જવા પામી છે. હળવદ પંથકમાં થતી વીજ ચોરી ડામવા માટે જામનગર સર્કલ પીજીવીસીએલની 10 ટીમ વીજ ચેકિંગ માટે આવી હતી. દરેક ટીમો સાથે એસઆરપી જવાનો પણ સાથે હતા બુધવારે સવારે તાલુકાના મિયાણી ગામે પણ વીજ ચેકીંગ કરવા એક ટીમ પહોંચી હતી. વીજ ચેકીંગ દરમિયાન ગ્રામજનો સાથે બોલાચાલી થતા અને ટીમ સાથે આવેલા એસઆરપી જવાનો સાથે ઘર્ષણ થતા દોડધામ મચી જવા પામી હતી. ત્યારે પીજીવીસીએલના નિલેશભાઈ ખેતરપાલે હળવદ પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો સામે ફરજમાં રૂકાવટ અંગેની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પ્રકાશ રણછોડભાઈ રંભાણી, ચતુર માંડલભાઈ રંભાણી, તેમજ એક અજાણી મહિલા અને અજાણ્યા પુરુષ વિરુદ્ધ અને તપાસમાં વધુ નામો ખૂલે તેની સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાઈ હતી.