વીરપુરમાં 'જય જલ્યાણ'નાં નાદ વચ્ચે જલારામ જયંતીની ધામધૂમથી ઉજવણી
'જ્યાં ટુકડો ત્યાં હરી ઢુંકડો'ને જીવન મંત્ર બનાવનાર સંત શિરોમણીનાં ભાવભેર દર્શન-પૂજન : આખો દિવસ જલારામ મંદિરે દર્શન માટે ભક્તોની લાંબી કતારો લાગી, ઠેર-ઠેર પ્રસાદ વિતરણ : ઘરે-ઘરે રંગોળી અને આસોપાલવનાં તોરણ બંધાયા, ભવ્ય શોભાયાત્રા નીકળી વીરપુર, : 'જ્યાં ટુકડો ત્યાં હરી ઢુંકડો' ને જીવન મંત્ર બનાવનાર સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની જન્મભૂમી અને કર્મભૂમી વીરપુરધામમાં બાપાની ૨૨૫મી જન્મ જયંતિની નિમીતે લાખો ભાવિકો ઉમટી પડયા હતા. આ સાથે 'જય જલીયાણ'ના નાદથી વાતાવરણ ગૂંજી ઉઠયું હતું. ભાવિકોએ બાપાના દર્શન કરી સદાવ્રતનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. આજે વહેલી સવારથી જ ભાવિકોની ભીડ ઉમટી હતી. પૂજ્ય જલાબાપાના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો લાગી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
'જ્યાં ટુકડો ત્યાં હરી ઢુંકડો'ને જીવન મંત્ર બનાવનાર સંત શિરોમણીનાં ભાવભેર દર્શન-પૂજન : આખો દિવસ જલારામ મંદિરે દર્શન માટે ભક્તોની લાંબી કતારો લાગી, ઠેર-ઠેર પ્રસાદ વિતરણ : ઘરે-ઘરે રંગોળી અને આસોપાલવનાં તોરણ બંધાયા, ભવ્ય શોભાયાત્રા નીકળી
વીરપુર, : 'જ્યાં ટુકડો ત્યાં હરી ઢુંકડો' ને જીવન મંત્ર બનાવનાર સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની જન્મભૂમી અને કર્મભૂમી વીરપુરધામમાં બાપાની ૨૨૫મી જન્મ જયંતિની નિમીતે લાખો ભાવિકો ઉમટી પડયા હતા. આ સાથે 'જય જલીયાણ'ના નાદથી વાતાવરણ ગૂંજી ઉઠયું હતું. ભાવિકોએ બાપાના દર્શન કરી સદાવ્રતનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. આજે વહેલી સવારથી જ ભાવિકોની ભીડ ઉમટી હતી. પૂજ્ય જલાબાપાના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો લાગી હતી.