Ahmedabad:ભારે તાવ, શરદી, ખાંસી સહિત વાયરલ ઈન્ફેક્શનના 15 દિવસમાં 3 હજાર કેસ

બપોરે ગરમી જ્યારે મોડી રાતથી વહેલી સવાર સુધી ઠંડક એમ અત્યારે ડબલ સિઝન ચાલી રહી છે, સોલા સિવિલ હોસ્પિટલમાં શરદી, ખાંસી, તાવ સહિત વાયરલ ઈન્ફેક્શનના છેલ્લા 15 દિવસમાં 3,028 દર્દીને સારવાર આપવામાં આવી છે. ગત સપ્તાહે વાયરલના 1436 દર્દી આવ્યા હતા જ્યારે 17મી નવેમ્બર સુધીના સપ્તાહમાં 1592 દર્દીને વાયરલના કેસમાં સારવાર આપવામાં આવી છે. શહેરની અન્ય સરકારી-ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યામાં સામાન્ય વધારો જોવાયો છે.સોલા સિવિલમાં છેલ્લા 15 દિવસથી સ્વાઈન ફલૂમાં રોજ એક શંકાસ્પદ કેસ નોંધાય છે, 16 શંકાસ્પદ દર્દીમાંથી એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 15 દિવસમાં ડેન્ગ્યૂના 407 શંકાસ્પદ દર્દી નોંધાયા છે, જે પૈકી 35ના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે, એ જ રીતે મેલેરિયાના 805 શંકાસ્પદ કેસમાંથી 62ના દર્દીના રિપોર્ટ પોઝિટિવ છે. ચિકન ગુનિયાના 62 શંકાસ્પદ દર્દી આવ્યા છે, જે પૈકી 14 દર્દીના રિપોર્ટ કન્ફર્મ થયા છે. ઝાડા ઉલટીને લગતા 15 દિવસમાં 24 દર્દી આવ્યા છે, છેલ્લા સપ્તાહે 20 દર્દી નોંધાયા હતા. વાયરલ હિપેટાઈટિસના 16 દર્દી અને ટાઈફોઈડના 7 દર્દીને સારવાર આપવામાં આવી છે. બાળકોમાં પણ શરદી, ખાંસી, તાવના કેસ મોટી સંખ્યામાં નોંધાઈ રહ્યા છે.

Ahmedabad:ભારે તાવ, શરદી, ખાંસી સહિત વાયરલ ઈન્ફેક્શનના 15 દિવસમાં 3 હજાર કેસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બપોરે ગરમી જ્યારે મોડી રાતથી વહેલી સવાર સુધી ઠંડક એમ અત્યારે ડબલ સિઝન ચાલી રહી છે, સોલા સિવિલ હોસ્પિટલમાં શરદી, ખાંસી, તાવ સહિત વાયરલ ઈન્ફેક્શનના છેલ્લા 15 દિવસમાં 3,028 દર્દીને સારવાર આપવામાં આવી છે. ગત સપ્તાહે વાયરલના 1436 દર્દી આવ્યા હતા જ્યારે 17મી નવેમ્બર સુધીના સપ્તાહમાં 1592 દર્દીને વાયરલના કેસમાં સારવાર આપવામાં આવી છે. શહેરની અન્ય સરકારી-ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યામાં સામાન્ય વધારો જોવાયો છે.

સોલા સિવિલમાં છેલ્લા 15 દિવસથી સ્વાઈન ફલૂમાં રોજ એક શંકાસ્પદ કેસ નોંધાય છે, 16 શંકાસ્પદ દર્દીમાંથી એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 15 દિવસમાં ડેન્ગ્યૂના 407 શંકાસ્પદ દર્દી નોંધાયા છે, જે પૈકી 35ના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે, એ જ રીતે મેલેરિયાના 805 શંકાસ્પદ કેસમાંથી 62ના દર્દીના રિપોર્ટ પોઝિટિવ છે. ચિકન ગુનિયાના 62 શંકાસ્પદ દર્દી આવ્યા છે, જે પૈકી 14 દર્દીના રિપોર્ટ કન્ફર્મ થયા છે. ઝાડા ઉલટીને લગતા 15 દિવસમાં 24 દર્દી આવ્યા છે, છેલ્લા સપ્તાહે 20 દર્દી નોંધાયા હતા. વાયરલ હિપેટાઈટિસના 16 દર્દી અને ટાઈફોઈડના 7 દર્દીને સારવાર આપવામાં આવી છે. બાળકોમાં પણ શરદી, ખાંસી, તાવના કેસ મોટી સંખ્યામાં નોંધાઈ રહ્યા છે.