MLA પુત્ર ગણેશ ગોંડલે જેલમાંથી લડી ચૂંટણી, ગોંડલ નાગરિક બેન્કના ચેરમેન તરીકે કરાઇ વરણી

Gondal Nagrik Bank: જૂનાગઢના યુવાનનું અપહરણ કરી જઈ હથિયાર બતાવી ખૂની હુમલાના કેસમાં ગણેશ ગોંડલ જુનાગઢની જેલમાં કેદ છે. ત્યારે જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલે જેલમાંથી બેન્કની ચૂંટણી લડીને ગોંડલ નાગરિક બેન્કના વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયા છે, જ્યારે ચેરમેન તરીકે અશોક પીપળીયા ત્રીજીવાર રિપીટ થયા છે. તો બીજી તરફ એમ.ડી. તરીકે પ્રફુલ ટોળિયાની પસંદગી કરવામાં આવી છે. આજે નાગરિક બેંક ખાતે ચૂંટાયેલી નવી બોડીની બેઠક યોજાઇ હતી, જેમાં ગોંડલ નાગરિક બેન્કના ચેરમેન તરીકે અશોક પીપળીયા, વાઇસ ચેરમેન તરીકે ગણેશ ગોંડલ અને મેનેજીંગ ડિરેક્ટર તરીકે પ્રફુલ ટોળિયાની વરણી કરવામાં આવી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે જૂનાગઢના યુવાનનું અપહરણ કરી જઈ હથિયાર બતાવી ખૂની હુમલાના કેસમાં ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા તથા તેના સાત સાગરીતોની ધરપકડ કરી જેલહવાલે કરવામાં આવ્યા છે. 

MLA પુત્ર ગણેશ ગોંડલે જેલમાંથી લડી ચૂંટણી, ગોંડલ નાગરિક બેન્કના ચેરમેન તરીકે કરાઇ વરણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gondal Nagrik Bank: જૂનાગઢના યુવાનનું અપહરણ કરી જઈ હથિયાર બતાવી ખૂની હુમલાના કેસમાં ગણેશ ગોંડલ જુનાગઢની જેલમાં કેદ છે. ત્યારે જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલે જેલમાંથી બેન્કની ચૂંટણી લડીને ગોંડલ નાગરિક બેન્કના વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયા છે, જ્યારે ચેરમેન તરીકે અશોક પીપળીયા ત્રીજીવાર રિપીટ થયા છે. તો બીજી તરફ એમ.ડી. તરીકે પ્રફુલ ટોળિયાની પસંદગી કરવામાં આવી છે. 

આજે નાગરિક બેંક ખાતે ચૂંટાયેલી નવી બોડીની બેઠક યોજાઇ હતી, જેમાં ગોંડલ નાગરિક બેન્કના ચેરમેન તરીકે અશોક પીપળીયા, વાઇસ ચેરમેન તરીકે ગણેશ ગોંડલ અને મેનેજીંગ ડિરેક્ટર તરીકે પ્રફુલ ટોળિયાની વરણી કરવામાં આવી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. 

અત્રે ઉલ્લેખનીય છે જૂનાગઢના યુવાનનું અપહરણ કરી જઈ હથિયાર બતાવી ખૂની હુમલાના કેસમાં ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા તથા તેના સાત સાગરીતોની ધરપકડ કરી જેલહવાલે કરવામાં આવ્યા છે.