તેરા તુજ કો અર્પણ પોર્ટલથી ફ્રીઝ થયેલા નાણાં પરત લેવા પ્રક્રિયા થઇ શકશે
અમદાવાદ,શુક્રવારઅમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા તૈયાર કરાયેલા તેરા તુજ કો અર્પણ નામના પોર્ટલને ુગુરૂવારે સત્તાવાર રીતે શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલની ખાસિયત એ છે કે નાગરિકો પોર્ટલની મદદથી છેતરપિંડીના કેસમાં ફ્રીઝ થયેલા નાણાં પરત મેળવવા માટે અરજી કરી શકશે. સાથેસાથે પોલીસ અધિકારીઓ પણ પેન્ડીંગ અરજીની તમામ સ્થિતિ જાણી શકશે. દેશમાં આ પ્રકારનુ પ્રથમ પોર્ટલ છે. ઓનલાઇન ફ્રોડના કિસ્સામાં લોકો લાખો કરોડો રૂપિયા છેતરપિંડીમાં કરવામાં આવે છે. આ નાણાં પરત મેળવવા માટેની પ્રક્રિયા સરળ બને તે માટે અમદાવાદ ક્રાઇમબ્રાંચે તેરા તુજ કો અર્પણ નામનું પોર્ટલ તૈયાર કર્યું છે. જેનું સત્તાવાર લોન્ચીંગ ગુરૂવારે કરવામાં આવ્યું હતું. જ્યારે કોઇ વ્યક્તિ સાથે છેતરપિડી થાય ત્યારે તે ૧૯૩૦ પર જાણ કરવામાં આવે છે. જેથી બેંકમાંથી ગયેલા નાણાંને પોલીસ દ્વારા ફ્રીઝ કરવામાં આવે છે. આ નાણાં નાગરિકોને સરળતાથી મળી રહે તે માટેની પ્રક્રિયા કરી શકાય તે માટે તેરા તુજ કો અર્પણ નામના પોર્ટલમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં નાગરિકો પોર્ટલમાં લોગ ઇન કરીને ઘરે બેઠા બેઠા ફ્રીઝ થયેલા નાણાં પરત મેળવવા માટેની અરજી કરી શકશે.જેમાં તેમને રીયલ ટાઇમ અપડેટ મળી શકશે. આ પોર્ટલથી રીફંડની પડતર કામગીરી વધુ ઝડપી બનશે. જેમાં આ પ્રક્રિયામાં જરૂરી સાત જેટલા લેટર ઓટો જનરેટ થશે. આમ, જે કામગીરી ૩ થી ૪ કલાકનો સમય લે છે તે સમય ઘટીને ૧૦ થી ૧૫ મિનિટનો થઇ જશે. આ ઉપરાંત, પોલીસ અધિકારીઓ માટે ડેશબોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં પોલીસ અધિકારીઓ પેન્ડીંગ અરજીની સ્થિતિ અને કોર્ટમાં સબમીટ થયેલી અરજીનું સ્ટેટસ પણ જોઇ શકશે. આમ, હવે ફ્રીઝ થયેલા નાણાં પરત લેવા માટેની પ્રક્રિયા સરળ બનશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,શુક્રવાર
અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા તૈયાર કરાયેલા તેરા તુજ કો અર્પણ નામના પોર્ટલને ુગુરૂવારે સત્તાવાર રીતે શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલની ખાસિયત એ છે કે નાગરિકો પોર્ટલની મદદથી છેતરપિંડીના કેસમાં ફ્રીઝ થયેલા નાણાં પરત મેળવવા માટે અરજી કરી શકશે. સાથેસાથે પોલીસ અધિકારીઓ પણ પેન્ડીંગ અરજીની તમામ સ્થિતિ જાણી શકશે. દેશમાં આ પ્રકારનુ પ્રથમ પોર્ટલ છે. ઓનલાઇન ફ્રોડના કિસ્સામાં લોકો લાખો કરોડો રૂપિયા છેતરપિંડીમાં કરવામાં આવે છે. આ નાણાં પરત મેળવવા માટેની પ્રક્રિયા સરળ બને તે માટે અમદાવાદ ક્રાઇમબ્રાંચે તેરા તુજ કો અર્પણ નામનું પોર્ટલ તૈયાર કર્યું છે. જેનું સત્તાવાર લોન્ચીંગ ગુરૂવારે કરવામાં આવ્યું હતું.
જ્યારે કોઇ વ્યક્તિ સાથે છેતરપિડી થાય ત્યારે તે ૧૯૩૦ પર જાણ કરવામાં આવે છે. જેથી બેંકમાંથી ગયેલા નાણાંને પોલીસ દ્વારા ફ્રીઝ કરવામાં આવે છે. આ નાણાં નાગરિકોને સરળતાથી મળી રહે તે માટેની પ્રક્રિયા કરી શકાય તે માટે તેરા તુજ કો અર્પણ નામના પોર્ટલમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં નાગરિકો પોર્ટલમાં લોગ ઇન કરીને ઘરે બેઠા બેઠા ફ્રીઝ થયેલા નાણાં પરત મેળવવા માટેની અરજી કરી શકશે.જેમાં તેમને રીયલ ટાઇમ અપડેટ મળી શકશે. આ પોર્ટલથી રીફંડની પડતર કામગીરી વધુ ઝડપી બનશે.
જેમાં આ પ્રક્રિયામાં જરૂરી સાત જેટલા લેટર ઓટો જનરેટ થશે. આમ, જે કામગીરી ૩ થી ૪ કલાકનો સમય લે છે તે સમય ઘટીને ૧૦ થી ૧૫ મિનિટનો થઇ જશે. આ ઉપરાંત, પોલીસ અધિકારીઓ માટે ડેશબોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં પોલીસ અધિકારીઓ પેન્ડીંગ અરજીની સ્થિતિ અને કોર્ટમાં સબમીટ થયેલી અરજીનું સ્ટેટસ પણ જોઇ શકશે. આમ, હવે ફ્રીઝ થયેલા નાણાં પરત લેવા માટેની પ્રક્રિયા સરળ બનશે.