Sayla: આયા વાડીમાં લૂંટનું ષડ્યંત્ર રચનાર એક પકડાયો

સાયલા પંથકમાં ખેતીકામ કરવા માટે બહારગામથી માણસો બોલાવી ખેતી કરતા લોકો માટે સાવચેત થવા જેવા લૂંટના ચકચારી કિસ્સાનો 10 માસ બાદ પર્દાફાશ થવા પામતા ચકચાર મચી જવા પામી છે.આયા ગામે ગત શિયાળામાં વાડીએ સૂતેલા નિંદ્રાધીન ખેડૂત પરિવાર પર હુમલો કરી લૂંટની ઘટનામાં પોલીસ દ્વારા અગાઉ વાડીમાં કામ કરતા શખ્સને ઝડપી લેતા તેણે પોતાના મિત્રની મદદ લઈ આ ઘટનાને અંજામ અપાયો હોવાની ચોંકાવનારી કબૂલાત કરતાં અજાણ્યા ઇસમોને કામ પર રાખનારા માટે લાલબત્તી સમાન કિસ્સો ઉજાગર થવા પામ્યો હતો. લૂંટના ગુનાનો ભેદ ઉકેલાવા અંગે વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ સાયલા તાલુકાના આયા ગામની સીમમાં આવેલ એક વાડીમાં સૂતેલા ખેડૂત પરીવાર પર હુમલો કરી રોકડ રકમ, બાઇક સહિતની લુંટની ઘટના ગત જાન્યુઆરી મહિનામાં બનવા પામી હતી. પોરબંદરના ખેડૂત પરીવારની વાડીમાં ત્રાટકેલા ચાર અજાણ્યા ઇસમો લૂંટની ઘટનાને અંજામ આપી નાસી છૂટયા હતા જે બાબતે ભોગ બનનાર ખેડૂતની ફરિયાદ પરથી પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા લૂંટની ઘટના સમયે કરેલ તપાસમાં અગાઉ ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા મૂળ મધ્યપ્રદેશના શખ્સની સંડોવણી બાબતે આશંકાને લઇ તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ શકમંદ પોલીસના હાથ આવતો ના હતો. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની સૂચનાઓને લઇ સાયલા પોલીસ ઇન્સ્પેક્ટર ભાવેશ સીંગરખીયા તથા સ્ટાફ્ના કુલદીપસિંહ ઝાલા, અમરભા ગઢવી સહિતનાઓ દ્વારા ટેકનિકલ સોર્સ તથા પૂર્વ બાતમીના આધારે ચકચારી આયા લુંટ કેસની ઘટનામાં સંડોવાયેલા આરોપી સુરેશ ઉર્ફે સુરકિયો રાયસિંગ ડામોર(ઉ.વ 26, મૂળ રહે. હોલીબેડા, તા. ગનવાણી, જિ. ધાર(મધ્યપ્રદેશ)ને ચોટીલા નજીક આવેલ એક હોટેલ પાછળના ખેતરમાંથી દબોચી લીધો હતો. પોલીસ દ્વારા આરોપી સુરેશ ઉર્ફે સુરકિયાની પૂછપરછ કરતાં તેણે પોતાના જૂના ખેતર માલિક કાંધલભાઈ ભુરાભાઈ પાસેથી લીધેલો ઉપાડ વધી જતા તેમને લીધેલ રકમ પરત આપવા કૈલાશ નામના મિત્રની મદદ લઈ આ ષડયંત્ર રચ્યું હોવાની કબૂલાત કરી હતી. પકડાયેલ આરોપી દ્વારા વાડીની તમામ માહિતી આપતા તેના મિત્ર કૈલાશ તથા અન્ય ત્રણ અજાણ્યા ઇસમો એ ગત જાન્યુઆરી માસમાં વાડીમાં સૂતેલા ખેડૂત પરીવાર પર હુમલો કરી ઓરડાના કબાટમાં રાખેલ રોકડ રકમ, બે મોબાઇલ, એક બાઇક લઇ નાસી છૂટયા હતા. હાલ તો પોલીસ દ્વારા આરોપીની કબૂલાતના આધારે કારસ્તાનમાં સામેલ કૈલાશ નામના શખ્સ તથા તેના અન્ય ત્રણ મળતીયાઓને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે. અન્ય પ્રાંતમાંથી આવનારાઓની નોંધણી જરુરી સાયલા તાલુકામાં હાલ ખેતી સાથે અન્ય વ્યવસાયો, લઘુ ઉદ્યોગોમાં કામ કરવા માટે બહારથી પુષ્કળ લોકો આવી રહ્યા છે ત્યારે અગાઉ પણ બહારથી આવેલા કેટલાક અજાણ્યા અસામાજિક કે ગુનાહિત માનસ ધરાવતા લોકો દ્વારા લૂંટ, ચોરી, હત્યા સહિતના બનાવો બનવા પામ્યા છે. ત્યારે તંત્ર આ બાબતે લાલ આંખ કરી તાલુકામાં અન્ય સ્થળો, પ્રાંતોમાંથી આવેલા લોકોની નોંધણી કરે તો ગુનાખોરીના બનાવો પર અંકુશ આવી શકે તેવું તાલુકાના જાગૃત્ત નાગરિકોમાં ચર્ચાઇ રહ્યું છે.

Sayla: આયા વાડીમાં લૂંટનું ષડ્યંત્ર રચનાર એક પકડાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાયલા પંથકમાં ખેતીકામ કરવા માટે બહારગામથી માણસો બોલાવી ખેતી કરતા લોકો માટે સાવચેત થવા જેવા લૂંટના ચકચારી કિસ્સાનો 10 માસ બાદ પર્દાફાશ થવા પામતા ચકચાર મચી જવા પામી છે.

આયા ગામે ગત શિયાળામાં વાડીએ સૂતેલા નિંદ્રાધીન ખેડૂત પરિવાર પર હુમલો કરી લૂંટની ઘટનામાં પોલીસ દ્વારા અગાઉ વાડીમાં કામ કરતા શખ્સને ઝડપી લેતા તેણે પોતાના મિત્રની મદદ લઈ આ ઘટનાને અંજામ અપાયો હોવાની ચોંકાવનારી કબૂલાત કરતાં અજાણ્યા ઇસમોને કામ પર રાખનારા માટે લાલબત્તી સમાન કિસ્સો ઉજાગર થવા પામ્યો હતો.

લૂંટના ગુનાનો ભેદ ઉકેલાવા અંગે વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ સાયલા તાલુકાના આયા ગામની સીમમાં આવેલ એક વાડીમાં સૂતેલા ખેડૂત પરીવાર પર હુમલો કરી રોકડ રકમ, બાઇક સહિતની લુંટની ઘટના ગત જાન્યુઆરી મહિનામાં બનવા પામી હતી. પોરબંદરના ખેડૂત પરીવારની વાડીમાં ત્રાટકેલા ચાર અજાણ્યા ઇસમો લૂંટની ઘટનાને અંજામ આપી નાસી છૂટયા હતા જે બાબતે ભોગ બનનાર ખેડૂતની ફરિયાદ પરથી પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા લૂંટની ઘટના સમયે કરેલ તપાસમાં અગાઉ ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા મૂળ મધ્યપ્રદેશના શખ્સની સંડોવણી બાબતે આશંકાને લઇ તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ શકમંદ પોલીસના હાથ આવતો ના હતો.

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની સૂચનાઓને લઇ સાયલા પોલીસ ઇન્સ્પેક્ટર ભાવેશ સીંગરખીયા તથા સ્ટાફ્ના કુલદીપસિંહ ઝાલા, અમરભા ગઢવી સહિતનાઓ દ્વારા ટેકનિકલ સોર્સ તથા પૂર્વ બાતમીના આધારે ચકચારી આયા લુંટ કેસની ઘટનામાં સંડોવાયેલા આરોપી સુરેશ ઉર્ફે સુરકિયો રાયસિંગ ડામોર(ઉ.વ 26, મૂળ રહે. હોલીબેડા, તા. ગનવાણી, જિ. ધાર(મધ્યપ્રદેશ)ને ચોટીલા નજીક આવેલ એક હોટેલ પાછળના ખેતરમાંથી દબોચી લીધો હતો. પોલીસ દ્વારા આરોપી સુરેશ ઉર્ફે સુરકિયાની પૂછપરછ કરતાં તેણે પોતાના જૂના ખેતર માલિક કાંધલભાઈ ભુરાભાઈ પાસેથી લીધેલો ઉપાડ વધી જતા તેમને લીધેલ રકમ પરત આપવા કૈલાશ નામના મિત્રની મદદ લઈ આ ષડયંત્ર રચ્યું હોવાની કબૂલાત કરી હતી. પકડાયેલ આરોપી દ્વારા વાડીની તમામ માહિતી આપતા તેના મિત્ર કૈલાશ તથા અન્ય ત્રણ અજાણ્યા ઇસમો એ ગત જાન્યુઆરી માસમાં વાડીમાં સૂતેલા ખેડૂત પરીવાર પર હુમલો કરી ઓરડાના કબાટમાં રાખેલ રોકડ રકમ, બે મોબાઇલ, એક બાઇક લઇ નાસી છૂટયા હતા. હાલ તો પોલીસ દ્વારા આરોપીની કબૂલાતના આધારે કારસ્તાનમાં સામેલ કૈલાશ નામના શખ્સ તથા તેના અન્ય ત્રણ મળતીયાઓને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય પ્રાંતમાંથી આવનારાઓની નોંધણી જરુરી

સાયલા તાલુકામાં હાલ ખેતી સાથે અન્ય વ્યવસાયો, લઘુ ઉદ્યોગોમાં કામ કરવા માટે બહારથી પુષ્કળ લોકો આવી રહ્યા છે ત્યારે અગાઉ પણ બહારથી આવેલા કેટલાક અજાણ્યા અસામાજિક કે ગુનાહિત માનસ ધરાવતા લોકો દ્વારા લૂંટ, ચોરી, હત્યા સહિતના બનાવો બનવા પામ્યા છે. ત્યારે તંત્ર આ બાબતે લાલ આંખ કરી તાલુકામાં અન્ય સ્થળો, પ્રાંતોમાંથી આવેલા લોકોની નોંધણી કરે તો ગુનાખોરીના બનાવો પર અંકુશ આવી શકે તેવું તાલુકાના જાગૃત્ત નાગરિકોમાં ચર્ચાઇ રહ્યું છે.