હોક્કો કિચનમાં હૈદરાબાદી બિરયાનીમાંથી ઉંદરની લીંડી નીકળ્યાની ફરિયાદ કરાઇ

ગાંધીનગર નજીક પીડીપીયુ સર્કલ પાસેમેનેજર દ્વારા ખાદ્ય પદાર્થ પરત લઈને તપાસ અર્થે મોકલી દીધાનું રટણ ઃ કોર્પોરેશનની ફૂડ શાખાએ પણ તપાસનો આદેશ આપ્યોગાંધીનગર :  ગાંધીનગરના પીડીપીયુ સર્કલ પાસે આવેલી હોક્કો કિચનના હૈદરાબાદી બિરયાનીમાંથી ઉંદરની લીંડી નીકળી હોવાની ફરિયાદ ગ્રાહક દ્વારા કરવામાં આવી હતી. જેના પગલે હોટલનો સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી ત્યારે આ મામલે મેનેજરે ખાદ્ય પદાર્થ તપાસ માટે મોકલ્યો હોવાની વિગતો બહાર આવી રહી છે અને કોર્પોરેશનની ફૂડ શાખાએ તપાસનો આદેશ આપી દીધો છે.હાલમાં બહાર હોટલ રેસ્ટોરન્ટોમાં જમવા માટે લોકોની ભીડ જામતી હોય છે પરંતુ અહીં અખાદ્ય પદાર્થોનું પણ ધૂમ વેચાણ થતું હોય છે. છેલ્લા થોડા સમયથી તો હોટલ રેસ્ટોરન્ટોમાં પીરસવામાં આવતા આ ભોજનમાં ગરોળી,વંદા કે અન્ય વસ્તુઓ નીકળતી હોવાની ફરિયાદો પણ ઉઠવા પામતી હોય છે ત્યારે આ વખતે ગાંધીનગર શહેર નજીક આવેલા પીડીપીયુ સર્કલ પાસે હોક્કો કિચનના આઉટલેટમાં જમવા માટે ગયેલા ગ્રાહકને કડવો અનુભવ થયો છે. ગ્રાહક દ્વારા અહીં હૈદરાબાદી બિરયાની મંગાવવામાં આવી હતી. જો કે તેમાંથી ઉંદરની લીંડી નીકળી હોવાની ફરિયાદ ગ્રાહક દ્વારા કરવામાં આવી હતી. જેના પગલે હોટલના સ્ટાફમાં પણ દોડધામ મચી ગઈ હતી અને આ બિરયાનીનું સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલવામાં આવી હોવાની વાત મેનેજર દ્વારા કરવામાં આવી હતી. બીજી બાજુ મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા પણ આમલે તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો છે. નોંધવું રહેશે કે, ગાંધીનગરમાં મોટી સંખ્યામાં હોટલ રેસ્ટોરન્ટ આવેલી છે પરંતુ કોર્પોરેશનની ફૂડ શાખા વીઆઈપી કાર્યક્રમમાં વ્યસ્ત રહેતી હોવાથી યોગ્ય રીતે હોટલોના સેમ્પલ લેવામાં આવતા નથી અને તેના કારણે આ પ્રકારની ફરિયાદો વધતી રહે છે.

હોક્કો કિચનમાં હૈદરાબાદી બિરયાનીમાંથી ઉંદરની લીંડી નીકળ્યાની ફરિયાદ કરાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ગાંધીનગર નજીક પીડીપીયુ સર્કલ પાસે

મેનેજર દ્વારા ખાદ્ય પદાર્થ પરત લઈને તપાસ અર્થે મોકલી દીધાનું રટણ ઃ કોર્પોરેશનની ફૂડ શાખાએ પણ તપાસનો આદેશ આપ્યો

ગાંધીનગર :  ગાંધીનગરના પીડીપીયુ સર્કલ પાસે આવેલી હોક્કો કિચનના હૈદરાબાદી બિરયાનીમાંથી ઉંદરની લીંડી નીકળી હોવાની ફરિયાદ ગ્રાહક દ્વારા કરવામાં આવી હતી. જેના પગલે હોટલનો સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી ત્યારે આ મામલે મેનેજરે ખાદ્ય પદાર્થ તપાસ માટે મોકલ્યો હોવાની વિગતો બહાર આવી રહી છે અને કોર્પોરેશનની ફૂડ શાખાએ તપાસનો આદેશ આપી દીધો છે.

હાલમાં બહાર હોટલ રેસ્ટોરન્ટોમાં જમવા માટે લોકોની ભીડ જામતી હોય છે પરંતુ અહીં અખાદ્ય પદાર્થોનું પણ ધૂમ વેચાણ થતું હોય છે. છેલ્લા થોડા સમયથી તો હોટલ રેસ્ટોરન્ટોમાં પીરસવામાં આવતા આ ભોજનમાં ગરોળી,વંદા કે અન્ય વસ્તુઓ નીકળતી હોવાની ફરિયાદો પણ ઉઠવા પામતી હોય છે ત્યારે આ વખતે ગાંધીનગર શહેર નજીક આવેલા પીડીપીયુ સર્કલ પાસે હોક્કો કિચનના આઉટલેટમાં જમવા માટે ગયેલા ગ્રાહકને કડવો અનુભવ થયો છે. ગ્રાહક દ્વારા અહીં હૈદરાબાદી બિરયાની મંગાવવામાં આવી હતી. જો કે તેમાંથી ઉંદરની લીંડી નીકળી હોવાની ફરિયાદ ગ્રાહક દ્વારા કરવામાં આવી હતી. જેના પગલે હોટલના સ્ટાફમાં પણ દોડધામ મચી ગઈ હતી અને આ બિરયાનીનું સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલવામાં આવી હોવાની વાત મેનેજર દ્વારા કરવામાં આવી હતી. બીજી બાજુ મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા પણ આમલે તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો છે. નોંધવું રહેશે કે, ગાંધીનગરમાં મોટી સંખ્યામાં હોટલ રેસ્ટોરન્ટ આવેલી છે પરંતુ કોર્પોરેશનની ફૂડ શાખા વીઆઈપી કાર્યક્રમમાં વ્યસ્ત રહેતી હોવાથી યોગ્ય રીતે હોટલોના સેમ્પલ લેવામાં આવતા નથી અને તેના કારણે આ પ્રકારની ફરિયાદો વધતી રહે છે.