Gujarat Cyber : સોશિયલ મીડિયા એકાઉન્ટને સુરક્ષિત રાખવાના પગલાં, વાંચો Story
વર્તમાન યુગ એ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે.તેમાં પણ સોશિયલ મીડિયાએ આજે નાગરિકોનું બીજુ અંગ બની ગયું છે. ત્યારે સોશિયલ મીડિયાની આડ અસર પણ એટલી જ મોટી જોવા મળી રહી છે. રોજબરોજ સોશિયલ મીડિયા પર વધુ રહેલા સાઇબર ક્રાઈમના ગુના વધી રહ્યા છે. સરકાર સિક્યોર ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ રાષ્ટ્રીય, સંગઠનાત્મક અને વ્યક્તિગત એમ ત્રણ સ્તરે સાયબર ફ્રોડને રોકવા માટે સતત પ્રયાસો કરી રહી છે. સોશિયલ મીડિયાના એકાઉન્ટ નાગરિકો તેમની ફરિયાદોનું નિવારણ કરવા તેમજ સાયબર-ફ્રોડથી પોતાને સુરક્ષિત રાખવા માટે આ પ્રકારનાં સાધનોનો ઉપયોગ કરી શકે.સોશિયલ મીડિયાના જનરેશનમાં ખાસ કરીને દરેક લોકો પોતાની અંગત લાઇફસ્ટાઇલને અન્યો સાથે શેર કરતા હોય છે. પરંતુ હાલના સમયે દરેક સોશિયલમાં મીડિયામાં સિક્યુરિટી આપવામાં આવે છે. તેમ છતાં બધાના સોશિયલ મીડિયાના એકાઉન્ટ હેક થવાની ઘટના બનતી હોય છે.સોશિયલ મીડિયા એકાઉન્ટને સિક્યોર રાખવાના પગલાં આ મુજબ છેટુ ફેક્ટર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરો- ટુ-ફેક્ટર પ્રમાણીકરણ ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ તમને ટુ ફેક્ટર પ્રમાણીકરણ વિકલ્પો આપે છે. આ કિસ્સામાં તમે આ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બે-ફેક્ટર પ્રમાણીકરણથી સુરક્ષિત કરી શકો છો.બે-ફેક્ટર-પ્રમાણીકરણને સક્રિય કર્યા પછી જ્યારે પણ કોઈ યૂઝર્સ તમારા એકાઉન્ટમાં લૉગ ઇન કરવાનો પ્રયાસ કરે છે. ત્યારે તમારા મોબાઇલ અથવા ઈ-મેલમાં સલામતી કોડ આવે છે. તમારું એકાઉન્ટ દાખલ કર્યા વગર લૉગ ઇન કરી શકાતું નથી. સાથોસાથ પ્રોફાઇલ લોક રાખો,પ્રાઇવસી સેટિંગ્સ ઈનેબલ રાખો, પર્સનલ માહિતી શેર કરશો નહીં. સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે હંમેશાં મુશ્કેલ પાસવર્ડનો ઉપયોગ કરો. આ રીતે ક્રેક અથવા ધારણા કરી પાસવર્ડ્સ દાખલ કરવો લોકો માટે સરળ ન હોય. પાસવર્ડ બનાવતી વખતે અનેક લોકો સરળ પાસવર્ડનો ઉપયોગ કરે છે. આવા પાસવર્ડને ટાળો, તેનાથી તમારું સોશિયલ મીડિયા એકાઉન્ટ અસુરક્ષિત થઈ શકે છે. પાસવર્ડ સેટ કર્યા બાદ તમે તેને સુરક્ષિત ડાયરી કે બુકમાં લખીને પણ રાખી શકો છો. 1930 પર ફોન કરો સોશિયલ મીડિયા પર કેટલીક વખત અજાણ્યા આઈ.ડી. પરથી પણ ફ્રેન્ડ રિકવેસ્ટ આવતી હોય છે. એવી સ્થિતિમાં અજાણ્યા લોકોને મિત્ર બનાવશો નહી,નાણાંકીય છેતરપિંડીને કારણે પૈસા ગુમાવ્યા હોય અથવા સાયબર-ક્રાઇમનો શિકાર બન્યા હોય તો સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 અથવા વેબસાઇટ https://www.cybercrime.gov.in પર જાણ કરી શકાય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વર્તમાન યુગ એ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે.તેમાં પણ સોશિયલ મીડિયાએ આજે નાગરિકોનું બીજુ અંગ બની ગયું છે. ત્યારે સોશિયલ મીડિયાની આડ અસર પણ એટલી જ મોટી જોવા મળી રહી છે. રોજબરોજ સોશિયલ મીડિયા પર વધુ રહેલા સાઇબર ક્રાઈમના ગુના વધી રહ્યા છે. સરકાર સિક્યોર ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ રાષ્ટ્રીય, સંગઠનાત્મક અને વ્યક્તિગત એમ ત્રણ સ્તરે સાયબર ફ્રોડને રોકવા માટે સતત પ્રયાસો કરી રહી છે.
સોશિયલ મીડિયાના એકાઉન્ટ
નાગરિકો તેમની ફરિયાદોનું નિવારણ કરવા તેમજ સાયબર-ફ્રોડથી પોતાને સુરક્ષિત રાખવા માટે આ પ્રકારનાં સાધનોનો ઉપયોગ કરી શકે.સોશિયલ મીડિયાના જનરેશનમાં ખાસ કરીને દરેક લોકો પોતાની અંગત લાઇફસ્ટાઇલને અન્યો સાથે શેર કરતા હોય છે. પરંતુ હાલના સમયે દરેક સોશિયલમાં મીડિયામાં સિક્યુરિટી આપવામાં આવે છે. તેમ છતાં બધાના સોશિયલ મીડિયાના એકાઉન્ટ હેક થવાની ઘટના બનતી હોય છે.
સોશિયલ મીડિયા એકાઉન્ટને સિક્યોર રાખવાના પગલાં આ મુજબ છે
ટુ ફેક્ટર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરો- ટુ-ફેક્ટર પ્રમાણીકરણ ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ તમને ટુ ફેક્ટર પ્રમાણીકરણ વિકલ્પો આપે છે. આ કિસ્સામાં તમે આ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બે-ફેક્ટર પ્રમાણીકરણથી સુરક્ષિત કરી શકો છો.બે-ફેક્ટર-પ્રમાણીકરણને સક્રિય કર્યા પછી જ્યારે પણ કોઈ યૂઝર્સ તમારા એકાઉન્ટમાં લૉગ ઇન કરવાનો પ્રયાસ કરે છે. ત્યારે તમારા મોબાઇલ અથવા ઈ-મેલમાં સલામતી કોડ આવે છે. તમારું એકાઉન્ટ દાખલ કર્યા વગર લૉગ ઇન કરી શકાતું નથી. સાથોસાથ પ્રોફાઇલ લોક રાખો,પ્રાઇવસી સેટિંગ્સ ઈનેબલ રાખો, પર્સનલ માહિતી શેર કરશો નહીં.
સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે હંમેશાં મુશ્કેલ પાસવર્ડનો ઉપયોગ કરો.
આ રીતે ક્રેક અથવા ધારણા કરી પાસવર્ડ્સ દાખલ કરવો લોકો માટે સરળ ન હોય. પાસવર્ડ બનાવતી વખતે અનેક લોકો સરળ પાસવર્ડનો ઉપયોગ કરે છે. આવા પાસવર્ડને ટાળો, તેનાથી તમારું સોશિયલ મીડિયા એકાઉન્ટ અસુરક્ષિત થઈ શકે છે. પાસવર્ડ સેટ કર્યા બાદ તમે તેને સુરક્ષિત ડાયરી કે બુકમાં લખીને પણ રાખી શકો છો.
1930 પર ફોન કરો
સોશિયલ મીડિયા પર કેટલીક વખત અજાણ્યા આઈ.ડી. પરથી પણ ફ્રેન્ડ રિકવેસ્ટ આવતી હોય છે. એવી સ્થિતિમાં અજાણ્યા લોકોને મિત્ર બનાવશો નહી,નાણાંકીય છેતરપિંડીને કારણે પૈસા ગુમાવ્યા હોય અથવા સાયબર-ક્રાઇમનો શિકાર બન્યા હોય તો સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 અથવા વેબસાઇટ https://www.cybercrime.gov.in પર જાણ કરી શકાય છે.