અમદાવાદના જમાલપુરમાં ડિમોલિશન, કાચની મસ્જિદ નજીકની વક્ફની જગ્યા પર બનેલી ગેરકાયદે દુકાનો તોડી પડાઈ
Demolition in Jamalpur, Ahmedabad : ગુજરાતમાં સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામને લઈને દ્વારકા સહિત અમદાવાદમાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રાજ્ય મુસ્લિમ વક્ફ બોર્ડની જમીન પર બાંધવામાં આવેલી ગેરકાયદેસર દુકાનોને આજે શનિવારે તંત્ર દ્વારા તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પોલીસ બંદોબસ્તને સાથે રાખીને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા 10 જેટલી દુકાનો તોડી પાડવામાં આવી. જમાલપુરમાં ગેરકાયદેસર 10 દુકાનો તોડી પાડીઅમદાવાદના જમાલપુર વિસ્તારમાં કાચની મસ્જિદ પાસે કોર્પોરેશનની સ્કૂલ બોર્ડની જગ્યા પર કેટલાક શખ્સોએ દુકાનો બનાવી દેવામાં આવી હોવાના આક્ષેપ કરાયા હતા. જ્યારે જમીન વક્ફ બોર્ડની હોવાનો ખુલાસો થયો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Demolition in Jamalpur, Ahmedabad : ગુજરાતમાં સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામને લઈને દ્વારકા સહિત અમદાવાદમાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રાજ્ય મુસ્લિમ વક્ફ બોર્ડની જમીન પર બાંધવામાં આવેલી ગેરકાયદેસર દુકાનોને આજે શનિવારે તંત્ર દ્વારા તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પોલીસ બંદોબસ્તને સાથે રાખીને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા 10 જેટલી દુકાનો તોડી પાડવામાં આવી.
જમાલપુરમાં ગેરકાયદેસર 10 દુકાનો તોડી પાડી
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં કાચની મસ્જિદ પાસે કોર્પોરેશનની સ્કૂલ બોર્ડની જગ્યા પર કેટલાક શખ્સોએ દુકાનો બનાવી દેવામાં આવી હોવાના આક્ષેપ કરાયા હતા. જ્યારે જમીન વક્ફ બોર્ડની હોવાનો ખુલાસો થયો હતો.