Dhandhuka: આધાર-અપડેટના કામ માટે લોકોને હાલાકી,શાળાના બાળકો માટે આધાર આઈડીનું નવું તૂત
ધંધૂકા ખાતે હાલ આધાર કાર્ડ અપડેટ માટેના સેન્ટરની સંખ્યા ઓછી છે. હાલ મામલતદાર કચેરી અને બીઓબી ખાતે જ ચાલુ છે. ત્યારે શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે ફરજિયાત આપાર આઈડી બનાવવાનું જાહેર કરાતા વિધાર્થીઓ તેમજ તેમના વાલીઓ પણ ધંધે લાગ્યા છે.ત્યારે શાળાના વિદ્યાર્થીઓ માટે સરકારે જ્યારે આપાર આઈ ડી ફરજિયાત કર્યું છે. ત્યારે શાળાઓ ખાતે જ આધાર અપડેટની મોબાઈલ કીટ ફાળવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ધંધૂકા વિસ્તારમાં શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે આપાર આઈડી ફરજિયાત કરવાનું જોય બાળકોના આધાર કાર્ડને અપડેટ કરવા જરૂરી છે. ત્યારે નાના બાળકો માટે આધાર અપડેટ કરવાની પ્રક્રિયા જટિલ બની છે. હાલ ધંધૂકામાં બે જ કેન્દ્રો પર આધાર અપડેટ થઈ રહ્યા છે. સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત KYCના કામો ચાલી રહ્યા છે ત્યારે આધાર અપડેટ માટે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ધંધૂકાનું વહીવટી તંત્ર દરેક શાળાઓમાં આધાર અપડેટની મોબાઈલ કીટ મોકલે તેવી પંથકના વાલીઓમાં માંગ ઉઠવા પામી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ધંધૂકા ખાતે હાલ આધાર કાર્ડ અપડેટ માટેના સેન્ટરની સંખ્યા ઓછી છે. હાલ મામલતદાર કચેરી અને બીઓબી ખાતે જ ચાલુ છે. ત્યારે શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે ફરજિયાત આપાર આઈડી બનાવવાનું જાહેર કરાતા વિધાર્થીઓ તેમજ તેમના વાલીઓ પણ ધંધે લાગ્યા છે.
ત્યારે શાળાના વિદ્યાર્થીઓ માટે સરકારે જ્યારે આપાર આઈ ડી ફરજિયાત કર્યું છે. ત્યારે શાળાઓ ખાતે જ આધાર અપડેટની મોબાઈલ કીટ ફાળવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
ધંધૂકા વિસ્તારમાં શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે આપાર આઈડી ફરજિયાત કરવાનું જોય બાળકોના આધાર કાર્ડને અપડેટ કરવા જરૂરી છે. ત્યારે નાના બાળકો માટે આધાર અપડેટ કરવાની પ્રક્રિયા જટિલ બની છે. હાલ ધંધૂકામાં બે જ કેન્દ્રો પર આધાર અપડેટ થઈ રહ્યા છે. સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત KYCના કામો ચાલી રહ્યા છે ત્યારે આધાર અપડેટ માટે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ધંધૂકાનું વહીવટી તંત્ર દરેક શાળાઓમાં આધાર અપડેટની મોબાઈલ કીટ મોકલે તેવી પંથકના વાલીઓમાં માંગ ઉઠવા પામી છે.