Ahmedabad ઝોન-6ના DCP દ્રારા સારી કામગીરી બદલ અધિકારીઓને પ્રશંસાપત્ર આપી સન્માન કરાયું
અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, જેસીપી સેક્ટર 02 જયપાલસિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશ્નર, ઝોન 06 રવિ મોહન સૈની દ્વારા અમદાવાદ શહેરમાં હાલમાં ચાલી રહેલ કોમ્બિંગ અને સઘન ચેકીંગ તેમજ મિલકત વિરુદ્ધના ગુનાઓ, NDPS એક્ટના ગુનાઓ, શોધી કાઢવા અને ગંભીર ગુનાઓ અટકાવવા આપવામાં આવેલ સૂચના અન્વયે સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા સ્ટાફને બિરદાવી તેઓ દ્વારા કરવામાં આવેલ સારી કામગીરીની સરાહના કરવામાં આવેલ હતી. પોલીસે કરી સારી કામગીરી તાજેતરમાં ઉપરી પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ આધારે અમદાવાદ શહેરના ઝોન 06 વિસ્તારના વટવા પોલીસ દ્વારા આશરે 3.60 કરોડનો હાઇબ્રિડ ગાંજો પકડી પાડવામાં આવેલ હતો, ઈસનપુર પોલીસ દ્વારા પોકેટ કોપ એપ્લિકેશન નો ઉપયોગ કરીને વાહનચોરી કરતી ગેંગને પકડી પાડી 18 ચોરીના મોટર સાયકલ સાથે ચાર આરોપીઓને પકડી પાડી આશરે પાંચ લાખનો મુદામાલ કબજે કરવામાં આવેલ હતો. ઝોન 06 ની લોકલ ક્રાઇમ બ્રાન્ચ મારફતે પણ ઘરફોડ ચોરીના ગુનાઓ, પ્રોહી જુગારના ગુન્હાઓ તથા વોન્ટેડ આરોપીઓ પકડી પાડવાની સુંદર કામગીરી કરવામાં આવેલ હતી. સન્માન કર્યુ આ ઉપરાંત, ઝોન 06 વિસ્તારમાં સઘન ચેકીંગ અને કોમ્બિંગ દરમિયાન ચોરી, ઘરફોડ ચોરી, મોબાઈલ અનેચિંગ, સહિતના ગુનાઓ શોધી કાઢવાની તથા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એવા અસરકારક પગલા લેવામાં આવેલ હોઈ, ઝોન 06 વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી બાબત તેઓને સારી કામગીરી કરવા બદલ પ્રોત્સાહિત કરવા ડીસીપી ઝોન 06 રવિ મોહન સૈની દ્વારા પોતાની કચેરી ખાતે મિટિંગ બોલાવી પ્રશંસાપત્ર આપી સન્માન કરવામાં આવેલ હતું. રોકડ ઈનામ પણ આપવામાં આવ્યા અમદાવાદ શહેરના ઝોન 06 ડીસીપી રવિ મોહન સૈની દ્વારા પોતાના ઝોનમાં સારી કામગીરી કરનાર જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાને પાંચ (5) પ્રસંશાપત્રો, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ એમ.આર.બ્રહ્મભટ્ટને ત્રણ (3) પ્રસંશાપત્રો, પો.કો. જયરાજદાન ગઢવીને બે (2) પ્રસંશાપત્રો, જ્યારે વટવા પીઆઈ પી.બી.ઝાલા, ઈસનપુર પીઆઈ બી.એસ.જાડેજા, વટવા પીએસઆઈ એ.બી. ગંધા, ઈસનપુર પીએસઆઈ આર.બી. તેલે, પો.કો. રાજુભાઈ વેલજીભાઇ, ઇમરાનખાન ઈમામખાન (લોકલ ક્રાઇમ બ્રાન્ચ), યુવરાજસિંહ ગજેન્દ્રસિંહ (ઈસનપુર પોલીસ સ્ટેશન), રાજુભાઈ વિહાભાઈ (ઈસનપુર પોલીસ સ્ટેશન), પો.કો. મેહુલભાઈ જયરામભાઇ દેસાઈ (વટવા પોલીસ સ્ટેશન) ને એક એક પ્રસંશા પત્ર આપવામાં આવેલ હતા. ઉપરાંત આ પોલીસ કર્મચારીઓ પૈકી જે જે પોલીસ કર્મચારીઓને કેસની બાતમી મળી હતી, તેઓને રૂ. 5,000/ થી રૂ. 10,000/ સુધીના રોકડ ઇનામ પણ આપવામાં આવેલ હતા. સ્ટાફને અભિનંદન આપ્યા અમદાવાદ શહેર ઝોન 06 ડીસીપી રવિ મોહન સૈની દ્વારા પોતાના ઝોન માં સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓને પ્રોત્સાહિત કરી, સન્માનવામાં આવ્યા હતા અને તમામ પોલીસ અધિકારીઓ તથા સ્ટાફને સારી કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક તથા સેક્ટર 02 એડી. પોલીસ કમિશનર જયપાલસિંહ રાઠોડ દ્વારા પણ ઝોન 06ના સન્માન કરવામાં આવેલ પોલીસ અધિકારીઓ તથા સ્ટાફને અભિનંદન આપવામાં આવેલ હતા અને ભવિષ્યમાં પણ સારી કામગીરી કરવા જણાવવામાં આવેલ હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, જેસીપી સેક્ટર 02 જયપાલસિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશ્નર, ઝોન 06 રવિ મોહન સૈની દ્વારા અમદાવાદ શહેરમાં હાલમાં ચાલી રહેલ કોમ્બિંગ અને સઘન ચેકીંગ તેમજ મિલકત વિરુદ્ધના ગુનાઓ, NDPS એક્ટના ગુનાઓ, શોધી કાઢવા અને ગંભીર ગુનાઓ અટકાવવા આપવામાં આવેલ સૂચના અન્વયે સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા સ્ટાફને બિરદાવી તેઓ દ્વારા કરવામાં આવેલ સારી કામગીરીની સરાહના કરવામાં આવેલ હતી.
પોલીસે કરી સારી કામગીરી
તાજેતરમાં ઉપરી પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ આધારે અમદાવાદ શહેરના ઝોન 06 વિસ્તારના વટવા પોલીસ દ્વારા આશરે 3.60 કરોડનો હાઇબ્રિડ ગાંજો પકડી પાડવામાં આવેલ હતો, ઈસનપુર પોલીસ દ્વારા પોકેટ કોપ એપ્લિકેશન નો ઉપયોગ કરીને વાહનચોરી કરતી ગેંગને પકડી પાડી 18 ચોરીના મોટર સાયકલ સાથે ચાર આરોપીઓને પકડી પાડી આશરે પાંચ લાખનો મુદામાલ કબજે કરવામાં આવેલ હતો. ઝોન 06 ની લોકલ ક્રાઇમ બ્રાન્ચ મારફતે પણ ઘરફોડ ચોરીના ગુનાઓ, પ્રોહી જુગારના ગુન્હાઓ તથા વોન્ટેડ આરોપીઓ પકડી પાડવાની સુંદર કામગીરી કરવામાં આવેલ હતી.
સન્માન કર્યુ
આ ઉપરાંત, ઝોન 06 વિસ્તારમાં સઘન ચેકીંગ અને કોમ્બિંગ દરમિયાન ચોરી, ઘરફોડ ચોરી, મોબાઈલ અનેચિંગ, સહિતના ગુનાઓ શોધી કાઢવાની તથા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એવા અસરકારક પગલા લેવામાં આવેલ હોઈ, ઝોન 06 વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી બાબત તેઓને સારી કામગીરી કરવા બદલ પ્રોત્સાહિત કરવા ડીસીપી ઝોન 06 રવિ મોહન સૈની દ્વારા પોતાની કચેરી ખાતે મિટિંગ બોલાવી પ્રશંસાપત્ર આપી સન્માન કરવામાં આવેલ હતું.
રોકડ ઈનામ પણ આપવામાં આવ્યા
અમદાવાદ શહેરના ઝોન 06 ડીસીપી રવિ મોહન સૈની દ્વારા પોતાના ઝોનમાં સારી કામગીરી કરનાર જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાને પાંચ (5) પ્રસંશાપત્રો, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ એમ.આર.બ્રહ્મભટ્ટને ત્રણ (3) પ્રસંશાપત્રો, પો.કો. જયરાજદાન ગઢવીને બે (2) પ્રસંશાપત્રો, જ્યારે વટવા પીઆઈ પી.બી.ઝાલા, ઈસનપુર પીઆઈ બી.એસ.જાડેજા, વટવા પીએસઆઈ એ.બી. ગંધા, ઈસનપુર પીએસઆઈ આર.બી. તેલે, પો.કો. રાજુભાઈ વેલજીભાઇ, ઇમરાનખાન ઈમામખાન (લોકલ ક્રાઇમ બ્રાન્ચ), યુવરાજસિંહ ગજેન્દ્રસિંહ (ઈસનપુર પોલીસ સ્ટેશન), રાજુભાઈ વિહાભાઈ (ઈસનપુર પોલીસ સ્ટેશન), પો.કો. મેહુલભાઈ જયરામભાઇ દેસાઈ (વટવા પોલીસ સ્ટેશન) ને એક એક પ્રસંશા પત્ર આપવામાં આવેલ હતા. ઉપરાંત આ પોલીસ કર્મચારીઓ પૈકી જે જે પોલીસ કર્મચારીઓને કેસની બાતમી મળી હતી, તેઓને રૂ. 5,000/ થી રૂ. 10,000/ સુધીના રોકડ ઇનામ પણ આપવામાં આવેલ હતા.
સ્ટાફને અભિનંદન આપ્યા
અમદાવાદ શહેર ઝોન 06 ડીસીપી રવિ મોહન સૈની દ્વારા પોતાના ઝોન માં સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓને પ્રોત્સાહિત કરી, સન્માનવામાં આવ્યા હતા અને તમામ પોલીસ અધિકારીઓ તથા સ્ટાફને સારી કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક તથા સેક્ટર 02 એડી. પોલીસ કમિશનર જયપાલસિંહ રાઠોડ દ્વારા પણ ઝોન 06ના સન્માન કરવામાં આવેલ પોલીસ અધિકારીઓ તથા સ્ટાફને અભિનંદન આપવામાં આવેલ હતા અને ભવિષ્યમાં પણ સારી કામગીરી કરવા જણાવવામાં આવેલ હતું.