સૌરાષ્ટ્રમાં 48 કલાકથી ઉઘાડ છતાં 21 માર્ગો પરથી પાણી ઓસરતાં નથી

નેશનલ અને સ્ટેટ હાઈ-વે સહિતના માર્ગો પાણીમાં,  42 ગામો હજુ અસરગ્રસ્ત : ઉપલેટા, જેતપુર, દ્વારકા, કલ્યાણપુર, વઢવાણ, લીંબડી, હળવદ, મોરબી સહિતનાં વિસ્તારોનાં મુખ્ય માર્ગો ઉપર ઓવરફ્લો જળાશયોનાં પાણી: નુકસાનીનો સર્વે શરૂ કરાયોરાજકોટ, : સૌરાષ્ટ્રમાં છેલ્લા 48 કલાકથી વરસાદ અટકી ગયો હોવા છતાં અનેક સ્ટેટ હાઈ-વે ઉપરથી પાણી ઓસરવાનું નામ લેતા નથી તેમજ જયાં સુધી ડેમમાં ઓવરફલો ચાલુ રહેશે ત્યાં સુધી નેશનલ ્ને સ્ટેટ હાી-વે સહિતસૌરાષ્ટ્રનાં અસરગ્રસ્ત ૨૧ રસ્તાઓ ઉપરથી પાણી દૂર થશે નહીં, રીપેરીંગની કામગીરી આગળ વધશે નહી તેવી લાગણી આજરોજ માર્ગ અને મકાન વિભાગનાં અધિકારી સુત્રોએ વ્યક્ત કરી ઓવરફલો જળાશયોને લીધે ઓવરટોપીંગની સમસ્યા ભયજનક બની રહી હોવાનું જણાવ્યું હતું. સૌરાષ્ટ્રમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન ભારે વરસાદનાં કારણે અનેક રસ્તાઓ બંધ થયા હતાં. અલબત છેલ્લા બે દિવસથી રવસાદી વિરામ બાદ ઉઘાડ નીકળ્યો છે. પરંતુ હજુ આજે પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં જુદા જુદા વિસ્તારોમાં ડેમનાં સ્ત્રાવ ક્ષેત્રમાં આવેલા ૨૧થી વધુ રસ્તાઓ બંધ હોવાનું જાણવા મળે છે. જેના કારણે ૪૨થી વધુ ગામોની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. જે રસ્તાઓ આજે પણ બંધ છે તેમાં રાજકોટનાં ઉપલેટા વસિત્રાનો ઉપલેટા - ખાખી જાળિયા ભાયાવદર - અરણી ખીરસરા ચિત્રાવડ - દાદર રોડ, (૨) સમખિયાળા તલગણા- લાડભીમોરા રોડ (૩) મોટી પાનેલી માંડાસણ રોડ (૪) સુપેડી - નાની વાવડી ખાખી જાળિયા કોલકી રોડ જેતપુરના જેતપુર મેવાણ - દુધીવદર રોડ, (૨) પેઢલા કોટળા - ભાદરા રોડ (૩) જેતપુર જનાગઢ સીટી રોડ રાજકોટ તાલુકાનો ગઢડા રોડ - ફાળદંગ - બેડલા રોડ, કોટડા સાંગાણીનો રીબડા રેલ્વે ક્રોસીંગથી નારણકા રાજયપરા ભાડવા રજુ પડધરીના ખાખડા બેલા ખોડાપીપર ઓટાળા રોડ મોરબી જિલ્લામાં આજરણ - જીવાપર માણેકવાડા રોડ, વવાણીયા માળીયા રોડ, હળવદ તાલુકામાં હાળવદ ટીકર રોડ અને હળવદ મયુર નગર, રાયસંગ પર રોડ તેમજ સુરેન્દ્રનગરનાં લખતર તાપી શિયાળરોડ, પાટડી દસાડાનાં ગયાણા બુબવાણા પાનપાર રોડ વઢવાણનાં વઢવાણ વાઘેલા વસ્તડી ચુડા રોડ અને કલ્યાણપુર તાલુકામાં લીમડી રાણ ગુરૂગઢ ચરકલા રોડ, કલ્યાણપુર દેવળીયા ચાચલાણા રોડ, દ્વારકા જૂના ચરકલા રોડ, સહિત કુલ 21 રસ્તા બંધ છે. કોઝવે ઉપર નદીઓનાં પાણી ફરી વળ્યા છે. નદીઓમાં ડેમનાં ઓવરફલોનાં પાણી ભરાઈ ગયા છે. તેથી જયાં સુધી માર્ગ અને મકાન વિભાગ સાથે સંકલનમાં રહીને પાણી છોડવામાં નહી આવે ત્યાં સુધી રસ્તાઓ ઉપરનું રીપેરીંગ શરૂ નહી થાય અલબત આજથી રસ્તાઓનાં ધોવાણ માટે સર્વેની કામગીરી શરૂ કરવાની સુચના આપવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં 48 કલાકથી ઉઘાડ છતાં 21 માર્ગો પરથી પાણી ઓસરતાં નથી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


નેશનલ અને સ્ટેટ હાઈ-વે સહિતના માર્ગો પાણીમાં,  42 ગામો હજુ અસરગ્રસ્ત : ઉપલેટા, જેતપુર, દ્વારકા, કલ્યાણપુર, વઢવાણ, લીંબડી, હળવદ, મોરબી સહિતનાં વિસ્તારોનાં મુખ્ય માર્ગો ઉપર ઓવરફ્લો જળાશયોનાં પાણી: નુકસાનીનો સર્વે શરૂ કરાયો

રાજકોટ, : સૌરાષ્ટ્રમાં છેલ્લા 48 કલાકથી વરસાદ અટકી ગયો હોવા છતાં અનેક સ્ટેટ હાઈ-વે ઉપરથી પાણી ઓસરવાનું નામ લેતા નથી તેમજ જયાં સુધી ડેમમાં ઓવરફલો ચાલુ રહેશે ત્યાં સુધી નેશનલ ્ને સ્ટેટ હાી-વે સહિતસૌરાષ્ટ્રનાં અસરગ્રસ્ત ૨૧ રસ્તાઓ ઉપરથી પાણી દૂર થશે નહીં, રીપેરીંગની કામગીરી આગળ વધશે નહી તેવી લાગણી આજરોજ માર્ગ અને મકાન વિભાગનાં અધિકારી સુત્રોએ વ્યક્ત કરી ઓવરફલો જળાશયોને લીધે ઓવરટોપીંગની સમસ્યા ભયજનક બની રહી હોવાનું જણાવ્યું હતું. 

સૌરાષ્ટ્રમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન ભારે વરસાદનાં કારણે અનેક રસ્તાઓ બંધ થયા હતાં. અલબત છેલ્લા બે દિવસથી રવસાદી વિરામ બાદ ઉઘાડ નીકળ્યો છે. પરંતુ હજુ આજે પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં જુદા જુદા વિસ્તારોમાં ડેમનાં સ્ત્રાવ ક્ષેત્રમાં આવેલા ૨૧થી વધુ રસ્તાઓ બંધ હોવાનું જાણવા મળે છે. જેના કારણે ૪૨થી વધુ ગામોની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. જે રસ્તાઓ આજે પણ બંધ છે તેમાં રાજકોટનાં ઉપલેટા વસિત્રાનો ઉપલેટા - ખાખી જાળિયા ભાયાવદર - અરણી ખીરસરા ચિત્રાવડ - દાદર રોડ, (૨) સમખિયાળા તલગણા- લાડભીમોરા રોડ (૩) મોટી પાનેલી માંડાસણ રોડ (૪) સુપેડી - નાની વાવડી ખાખી જાળિયા કોલકી રોડ જેતપુરના જેતપુર મેવાણ - દુધીવદર રોડ, (૨) પેઢલા કોટળા - ભાદરા રોડ (૩) જેતપુર જનાગઢ સીટી રોડ રાજકોટ તાલુકાનો ગઢડા રોડ - ફાળદંગ - બેડલા રોડ, કોટડા સાંગાણીનો રીબડા રેલ્વે ક્રોસીંગથી નારણકા રાજયપરા ભાડવા રજુ પડધરીના ખાખડા બેલા ખોડાપીપર ઓટાળા રોડ મોરબી જિલ્લામાં આજરણ - જીવાપર માણેકવાડા રોડ, વવાણીયા માળીયા રોડ, હળવદ તાલુકામાં હાળવદ ટીકર રોડ અને હળવદ મયુર નગર, રાયસંગ પર રોડ તેમજ સુરેન્દ્રનગરનાં લખતર તાપી શિયાળરોડ, પાટડી દસાડાનાં ગયાણા બુબવાણા પાનપાર રોડ વઢવાણનાં વઢવાણ વાઘેલા વસ્તડી ચુડા રોડ અને કલ્યાણપુર તાલુકામાં લીમડી રાણ ગુરૂગઢ ચરકલા રોડ, કલ્યાણપુર દેવળીયા ચાચલાણા રોડ, દ્વારકા જૂના ચરકલા રોડ, સહિત કુલ 21 રસ્તા બંધ છે. કોઝવે ઉપર નદીઓનાં પાણી ફરી વળ્યા છે. નદીઓમાં ડેમનાં ઓવરફલોનાં પાણી ભરાઈ ગયા છે. તેથી જયાં સુધી માર્ગ અને મકાન વિભાગ સાથે સંકલનમાં રહીને પાણી છોડવામાં નહી આવે ત્યાં સુધી રસ્તાઓ ઉપરનું રીપેરીંગ શરૂ નહી થાય અલબત આજથી રસ્તાઓનાં ધોવાણ માટે સર્વેની કામગીરી શરૂ કરવાની સુચના આપવામાં આવી છે.