Vadodara: રોડ અને પાણીમાં ચાલતી 85 વર્ષ જૂની કારે જમાવ્યું ભારે આકર્ષણ

Feb 3, 2025 - 18:30
Vadodara: રોડ અને પાણીમાં ચાલતી 85 વર્ષ જૂની કારે જમાવ્યું ભારે આકર્ષણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા શહેરમાં એક અનોખી કારે લોકોને આકર્ષિત કર્યા છે. શહેરના નાગરવડા વિસ્તારમાં રહેતા મુસ્તુફા ગબલવાલા હાલ ચર્ચામાં રહ્યા છે. મુસ્તુફા ગબલવાલાના પિતા હસનભાઈએ આજથી 85 વર્ષ પહેલા હરાજીમાં ખરીદેલી કારે પરિવારને એક નવી ઓળખ આપી હતી અને ઘરે કાર લાવ્યા બાદ પરિવાર નાવડીવાલા પરિવાર તરીકે ઓળખાતો થયો છે.

હરાજીમાંથી ખરીદી હતી કાર

મૂળ વડોદરાના હસનભાઈ ગબલવાલાની 85 વર્ષ પહેલા પાવાગઢ ખાતે પોતાની ટ્રાન્સપોર્ટની 3 ટ્રકો ચાલતી હોય અવરજવર માટે તકલીફ પડતા હરાજીમાંથી મેડ ઈન યુએસએની ફોર્ડ કંપનીની gpa ship મોડલની કાર ખરીદી હતી. જેમાં અંદાજે 3થી 4 લાખ જેટલો ખર્ચો કર્યા બાદ કાર જાણે કંપનીમાંથી જ ખરીદી હોય તેવી તૈયાર થઈ ગઈ હતી. કારની ખરીદી બાદ કેટલાક પાર્ટ્સ બદલવાની જરૂર પડતા તમામ પાર્ટ્સ અમેરિકાથી જ ઓનલાઈન ખરીદવામાં આવ્યા હતા.

 કાર પાણીમાં પણ ચાલતી હોય લોકોમાં કુતુહલ સર્જાયું

પાણી અને રોડ પર ચાલતી આગવી ખુબી ધરાવતી કારને તે સમયમાં પાવાગઢમાં જ્યારે વરસાદ પડે અને પાણી ભરાય ત્યારે લોકોને કાર બંધ થઈ જતી હતી, પરંતુ આ કાર પાણીમાં પણ ચાલતી હોય લોકોમાં કુતુહલ સર્જાયું હતું. હાલમાં પણ આ પરિવાર કારને ખૂબ મેઈન્ટેઈન કરી રહ્યો છે અને તેઓનું પણ માનવું છે કે ભારતમાં આવી કારનું નિર્માણ થાય, જે કાર હાલમાં પણ અમેરિકામાં ચાલી રહી છે. અહીં વડોદરામાં પણ વારંવાર પૂર આવે છે, ત્યારે આવી કાર જો હોય તો બચાવ કામગીરીમાં પણ ઉપયોગમાં આવી શકે તેમ છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0