Kajal Hindustani હાજીર હો,મોરબી સેશન્સકોર્ટે કર્યો આદેશ,પાટીદાર દીકરીને લઈ કરી હતી ટિપ્પણી

કાજલ હિન્દુસ્તાનીને કોર્ટમાં હાજર થવા સમન્સ મોરબી સેશન્સ કોર્ટનું કાજલને હાજર થવા સમન્સ પાટીદાર સમાજની દીકરી પર ટિપ્પણીને લઈ સમન્સ કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજની દિકરીઓને લઈ પાંચ મહિના વિવાદીત નિવેદન આપ્યું હતુ અને તેને લઈ વીડિયો વાયરલ થયો હતો,સમગ્ર ઘટનામાં પાટીદાર સમાજે રેલી યોજી કલેકટરને આવેદનપત્ર પણ આપ્યું હતુ અને તેની સામે ગુનો પણ નોંધાયો હતો.મોરબીના મનોજ પનારાએ કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો હતો,તો કોર્ટે કાજલ હિન્દુસ્તાનીને મોરબી સેશન્સ કોર્ટમા હાજર રહેવા ફરમાન કર્યુ છે. કોર્ટમાં હાજર રહેવા સમન્સ કાજલ હિન્દુસ્તાનીનો આ વિડીયો એટલો વાયરલ થયો હતો કે પાટીદાર સમાજમાં સૌ કોઈને રોષ હતો,તો પાટીદાર અગ્રણી એવા મનોજ પનારાએ સમગ્ર ઘટનામાં કોર્ટનો સહારો લઈ બદનક્ષીનો દાવો કર્યો હતો,પરંતુ કોર્ટમાં કાજલની ગેરહાજરી ને લઈ કોર્ટે સમન્સ કાઢયું છે.17 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર રહેવા સમન્સ કરાયું છે.કાજલ સામે ફોજદારી ગુનો નોંધવા પર કોર્ટે તાકીદ કરી છે.કાજલે શું આપ્યું હતુ નિવેદન વીડિયોમાં કાજલ હિન્દુસ્તાની બોલી હતી કે, મોરબીમાં એક જ કોલેજની 7 પટેલની દીકરીઓએ બધા બોયફ્રેન્ડ વિધર્મી બનાવ્યા છે અને અંદરોઅંદર બોયફ્રેન્ડ બદલે છે. સાતેયે મળીને પેલા છોકરાને 40 લાખની કાર ગિફ્ટ આપી દીધી. પિતા બહુ પૈસા કમાવવામાં વ્યસ્ત છે. માતા રીલ બનાવવા પોતાની મસ્તીમાં મસ્ત છે. ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે, તિજોરીમાંથી 2-5 લાખ રૂપિયા લઈ લે તો કોને ખબર પડવાની છે. આ છોકરીઓની ઉંમર 16-17 વર્ષની છે. હવે વિચારી લ્યો આપણો સમાજ કઇ જગ્યાએ જઇ રહ્યો છે. કાજલ હિંદુસ્તાની કોણ છે? કાલજ હિન્દુસ્તાનીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ના બાયોમાં ઉદ્યોગસાહસિક, સામાજિક કાર્યકર્તા, સંશોધન વિશ્લેષક, રાષ્ટ્રવાદી અને ગૌરવપૂર્ણ ભારતીય તરીકે વર્ણવે છે. X પર તેના ઘણા ફોલોઅર્સ છે. કાજલ હિન્દુસ્તાનીનું નામ કાજલ શિંગલા હતું અને તે પોતાને ગુજરાતની સિંહણ કહે છે. તેણી કહે છે કે તે હંમેશા રાષ્ટ્રવાદી વિચારોને વળગી રહે છે અને તેથી જ તેણે કાલજ હિન્દુસ્તાનીના નામે X પર એકાઉન્ટ પણ બનાવ્યું છે. કાજલ ટીવી ડિબેટ અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેતી જોવા મળે છે. તે હંમેશા ભારતીય સંસ્કૃતિ અને ધર્મો વિશે જાગૃતિ ફેલાવવાની વાત કરતી જોવા મળે છે.

Kajal Hindustani હાજીર હો,મોરબી સેશન્સકોર્ટે કર્યો આદેશ,પાટીદાર દીકરીને લઈ કરી હતી ટિપ્પણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કાજલ હિન્દુસ્તાનીને કોર્ટમાં હાજર થવા સમન્સ
  • મોરબી સેશન્સ કોર્ટનું કાજલને હાજર થવા સમન્સ
  • પાટીદાર સમાજની દીકરી પર ટિપ્પણીને લઈ સમન્સ

કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજની દિકરીઓને લઈ પાંચ મહિના વિવાદીત નિવેદન આપ્યું હતુ અને તેને લઈ વીડિયો વાયરલ થયો હતો,સમગ્ર ઘટનામાં પાટીદાર સમાજે રેલી યોજી કલેકટરને આવેદનપત્ર પણ આપ્યું હતુ અને તેની સામે ગુનો પણ નોંધાયો હતો.મોરબીના મનોજ પનારાએ કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો હતો,તો કોર્ટે કાજલ હિન્દુસ્તાનીને મોરબી સેશન્સ કોર્ટમા હાજર રહેવા ફરમાન કર્યુ છે.

કોર્ટમાં હાજર રહેવા સમન્સ

કાજલ હિન્દુસ્તાનીનો આ વિડીયો એટલો વાયરલ થયો હતો કે પાટીદાર સમાજમાં સૌ કોઈને રોષ હતો,તો પાટીદાર અગ્રણી એવા મનોજ પનારાએ સમગ્ર ઘટનામાં કોર્ટનો સહારો લઈ બદનક્ષીનો દાવો કર્યો હતો,પરંતુ કોર્ટમાં કાજલની ગેરહાજરી ને લઈ કોર્ટે સમન્સ કાઢયું છે.17 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર રહેવા સમન્સ કરાયું છે.કાજલ સામે ફોજદારી ગુનો નોંધવા પર કોર્ટે તાકીદ કરી છે.

કાજલે શું આપ્યું હતુ નિવેદન

વીડિયોમાં કાજલ હિન્દુસ્તાની બોલી હતી કે, મોરબીમાં એક જ કોલેજની 7 પટેલની દીકરીઓએ બધા બોયફ્રેન્ડ વિધર્મી બનાવ્યા છે અને અંદરોઅંદર બોયફ્રેન્ડ બદલે છે. સાતેયે મળીને પેલા છોકરાને 40 લાખની કાર ગિફ્ટ આપી દીધી. પિતા બહુ પૈસા કમાવવામાં વ્યસ્ત છે. માતા રીલ બનાવવા પોતાની મસ્તીમાં મસ્ત છે. ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે, તિજોરીમાંથી 2-5 લાખ રૂપિયા લઈ લે તો કોને ખબર પડવાની છે. આ છોકરીઓની ઉંમર 16-17 વર્ષની છે. હવે વિચારી લ્યો આપણો સમાજ કઇ જગ્યાએ જઇ રહ્યો છે.

કાજલ હિંદુસ્તાની કોણ છે?

કાલજ હિન્દુસ્તાનીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ના બાયોમાં ઉદ્યોગસાહસિક, સામાજિક કાર્યકર્તા, સંશોધન વિશ્લેષક, રાષ્ટ્રવાદી અને ગૌરવપૂર્ણ ભારતીય તરીકે વર્ણવે છે. X પર તેના ઘણા ફોલોઅર્સ છે. કાજલ હિન્દુસ્તાનીનું નામ કાજલ શિંગલા હતું અને તે પોતાને ગુજરાતની સિંહણ કહે છે. તેણી કહે છે કે તે હંમેશા રાષ્ટ્રવાદી વિચારોને વળગી રહે છે અને તેથી જ તેણે કાલજ હિન્દુસ્તાનીના નામે X પર એકાઉન્ટ પણ બનાવ્યું છે. કાજલ ટીવી ડિબેટ અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેતી જોવા મળે છે. તે હંમેશા ભારતીય સંસ્કૃતિ અને ધર્મો વિશે જાગૃતિ ફેલાવવાની વાત કરતી જોવા મળે છે.