Ahmedabad: વાયરલ પત્ર મુદ્દે ભાજપ શહેર પ્રમુખ અમિત શાહનું નિવેદન
આવા કોઈ પત્ર મારી પાસે આવતા નથી: શહેર પ્રમુખ મોકલનારનું કોઈ નામ-સરનામું નથીઃ અમિત શાહ અયોગ્ય કાગળમાં ધ્યાન ના આપવું: અમિત શાહ એક નનામા પત્રથી અમદાવાદ ભાજપમાં ખળભળાટ થયો છે. મણિનગર વિધાનસભાના હોદ્દેદારો, વોર્ડ પ્રમુખ, કોર્પોરેટરને નનામો પત્ર પ્રાપ્ત થયો છે. ભાજપના કાર્યકર્તાના નામે લખાયેલા પત્રમાં ચાર નેતાઓ સામે ગંભીર આક્ષેપ કરવામાં આવેલા છે. વાયરલ પત્ર મુદ્દે શહેર પ્રમુખ મુદ્દે અમિત શાહની પ્રતિક્રિયા ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ શહેરના પ્રમુખ અમિત શાહે વાયરલ પત્ર મુદ્દે જણાવ્યું હતું કે, આવા પત્ર મારી પાસે આવતા નથી. મોકલનારે કોઈ નામ સરનામુ લખ્યું નથી. આવા અયોગ્ય કાગળ સામે ધ્યાન ના આપવું જોઈએ. આ વાતમાં કોઈ જ દમ નથી. આવાં કાગળ પર પાર્ટી પણ ધ્યાન આપતી નથી. આ પત્રથી જેમની બદનામી થતી હશે એમને ફરિયાદ દાખલ કરવા કહીશું. અમદાવાદ ભાજપમાં મોટા ભડકાના એંધાણ પૂર્વ પ્રભારી ધર્મેન્દ્ર શાહ, ધારાસભ્ય અમૂલ ભટ્ટ વિરુદ્ધ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે. દંડકના પતિ આનંદ ડાગા અને વિપુલ સેવકના નામનો પણ ઉલ્લેખ થયો છે. પૂર્વ પ્રભારી ધર્મેન્દ્ર શાહ માટે પત્રમાં લંપટસ્વામી શબ્દનો ઉલ્લેખ કરાયેલ છે, તો ધર્મેન્દ્ર શાહ AMTSમાં, કચરા ઉપાડવાની ગાડીઓમાં કોન્ટ્રાક્ટ ધરાવતા હોવાનો આક્ષેપ થયો છે. ધારાસભ્ય અમૂલ ભટ્ટ માટે લાળપાડુ જેવા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. વિપુલ સેવક હાલમાં સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન તરીકે ફરજમાં છે. આગળ વધુ ખુલાસા કરવામાં આવશે તેવી પત્રમાં ચીમકી આપવામાં આવી છે. મારા ધ્યાને આવો કોઈ પત્ર આવ્યો નથી: યજ્ઞેશ દવે બીજી તરફ વાયરલ પત્ર મુદ્દે ભાજપ નેતા યજ્ઞેશ દવેનું પણ નિવેદન સામે આવેલ છે. યજ્ઞેશ દવેએ જણાવ્યુ છે કે મારા ધ્યાને આવો કોઈ પત્ર આવેલ નથી. કદાચ કોઈના કામ ન થયા હોય તેણે પત્ર લખ્યો હોઈ શકે છે. વ્યક્તિ સાચી હોય તો અરજી કરવી જોઈએ, નામ વગરના પત્ર ન લખવા જોઈએ. પત્ર અમારા ધ્યાને આવશે તો તપાસ કરવામાં આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- આવા કોઈ પત્ર મારી પાસે આવતા નથી: શહેર પ્રમુખ
- મોકલનારનું કોઈ નામ-સરનામું નથીઃ અમિત શાહ
- અયોગ્ય કાગળમાં ધ્યાન ના આપવું: અમિત શાહ
એક નનામા પત્રથી અમદાવાદ ભાજપમાં ખળભળાટ થયો છે. મણિનગર વિધાનસભાના હોદ્દેદારો, વોર્ડ પ્રમુખ, કોર્પોરેટરને નનામો પત્ર પ્રાપ્ત થયો છે. ભાજપના કાર્યકર્તાના નામે લખાયેલા પત્રમાં ચાર નેતાઓ સામે ગંભીર આક્ષેપ કરવામાં આવેલા છે.
વાયરલ પત્ર મુદ્દે શહેર પ્રમુખ મુદ્દે અમિત શાહની પ્રતિક્રિયા
ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ શહેરના પ્રમુખ અમિત શાહે વાયરલ પત્ર મુદ્દે જણાવ્યું હતું કે, આવા પત્ર મારી પાસે આવતા નથી. મોકલનારે કોઈ નામ સરનામુ લખ્યું નથી. આવા અયોગ્ય કાગળ સામે ધ્યાન ના આપવું જોઈએ. આ વાતમાં કોઈ જ દમ નથી. આવાં કાગળ પર પાર્ટી પણ ધ્યાન આપતી નથી. આ પત્રથી જેમની બદનામી થતી હશે એમને ફરિયાદ દાખલ કરવા કહીશું.
અમદાવાદ ભાજપમાં મોટા ભડકાના એંધાણ
પૂર્વ પ્રભારી ધર્મેન્દ્ર શાહ, ધારાસભ્ય અમૂલ ભટ્ટ વિરુદ્ધ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે. દંડકના પતિ આનંદ ડાગા અને વિપુલ સેવકના નામનો પણ ઉલ્લેખ થયો છે. પૂર્વ પ્રભારી ધર્મેન્દ્ર શાહ માટે પત્રમાં લંપટસ્વામી શબ્દનો ઉલ્લેખ કરાયેલ છે, તો ધર્મેન્દ્ર શાહ AMTSમાં, કચરા ઉપાડવાની ગાડીઓમાં કોન્ટ્રાક્ટ ધરાવતા હોવાનો આક્ષેપ થયો છે. ધારાસભ્ય અમૂલ ભટ્ટ માટે લાળપાડુ જેવા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. વિપુલ સેવક હાલમાં સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન તરીકે ફરજમાં છે. આગળ વધુ ખુલાસા કરવામાં આવશે તેવી પત્રમાં ચીમકી આપવામાં આવી છે.
મારા ધ્યાને આવો કોઈ પત્ર આવ્યો નથી: યજ્ઞેશ દવે
બીજી તરફ વાયરલ પત્ર મુદ્દે ભાજપ નેતા યજ્ઞેશ દવેનું પણ નિવેદન સામે આવેલ છે. યજ્ઞેશ દવેએ જણાવ્યુ છે કે મારા ધ્યાને આવો કોઈ પત્ર આવેલ નથી. કદાચ કોઈના કામ ન થયા હોય તેણે પત્ર લખ્યો હોઈ શકે છે. વ્યક્તિ સાચી હોય તો અરજી કરવી જોઈએ, નામ વગરના પત્ર ન લખવા જોઈએ. પત્ર અમારા ધ્યાને આવશે તો તપાસ કરવામાં આવશે.