Gujaratમાં 70 વર્ષ અને તેનાથી ઉપરના નાગરિકોને આયુષ્માન વયવંદના સ્કીમનો મળશે લાભ
આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) હેઠળ "આયુષ્માન વયવંદના સ્કીમ અંતર્ગત ૭૦ વર્ષથી ઉપરના તમામ ગુજરાતના વરિષ્ઠ નાગરિકોને આ યોજના અંતર્ગત આયુષ્માન વયવંદના કાર્ડ બનાવી શકાશે. ૭૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા ગુજરાતના વરિષ્ઠ નાગરિકો સમગ્ર દેશમાં આયુષ્માન ભારત "પી.એમ.જે.એ.વાય." હેઠળ સંલગ્ન થયેલી હોસ્પિટલોમાં કૌટુંબિક વાર્ષિક રૂ. ૫ (પાંચ)લાખ સુધીની નિયત કરેલ સારવાર દાખલ થવાના કિસ્સામાં મેળવી શકશે. આયુષ્માન વયવંદના કાર્ડ ૭૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા રાજ્યના અંદાજીત ૨૫.૮૯ લાખથી વધુ સિનિયર સિટિઝનોને "પી.એમ.જે.એ.વાય.-મા" યોજનાનો લાભ આપવામાં આવશે. રાજ્ય સરકારની હાલની સિનિયર સિટિઝન કેટેગરી હેઠળ ૭૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા ૧૫.૬૭ લાખથી વધુ સિનિયર સિટિઝનની નોંધણી કરી "આયુષ્માન કાર્ડ” આપવામાં આવ્યા છે. સિનિયર સિટિઝનને મળશે લાભ બોટાદ જિલ્લાના ૭૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા વરિષ્ઠ નાગરિકોને કુલ અંદાજીત ૨૭,૬૧૭ લાભાર્થીઓમાંથી ૧૯,૦૨૩ લાભાથીઓના કાર્ડ કાઢવામાં આવ્યા છે અને બાકી રહેતા અંદાજીત ૮,૫૯૦ તા. ૨૧/૧૧/૨૦૨૪ થી ૨૩/૧૧/૨૦૨૪ દરમ્યાન દરેક ગામોમાં કેમ્પો કરીને લાભાથીઓના કાર્ડ બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે. આયુષ્માન વયવંદના કાર્ડ કઢાવવા માટે ફક્ત આધારકાર્ડની જરૂરિયાત છે. લાભાર્થીનો ફોટો કેપ્ચર કરવાનો રહેશે. આધારકાર્ડમાં દર્શાવેલી ઉંમરને આધારે ૭૦વર્ષ કે તેથી વધુવય ધરાવતા વરિષ્ઠ નાગરિકોનું આયુષ્માન વયવંદના કાર્ડ કાઢી શકાય છે. આયુષ્માન વયવંદના કાર્ડની નોંધણી આયુષ્યમાન મોબાઇલ એપ્લીકેશન દ્વારા દરેક વ્યક્તિ આયુષ્યમાન કાર્ડ કાઢી શકશે. PMJAY યોજનાના વેબ પોર્ટલ beneficiary.nha.gov.in પર જાતે લાભાર્થી નોંધણી કરી શકે છે. નજીકના પંચાયત ખાતે ઇ-ગ્રામ(VCE)/ એન. કોડ એજન્સી બનાવી શકાશે. નજીકના આરોગ્ય કેન્દ્ર જેવા કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શહેરી આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, જનરલ હોસ્પિટલ, તથા આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરી આયુષ્માન વયવંદના કાર્ડની નોંધણી કરાવી શકાય છે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, બોટાદની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) હેઠળ "આયુષ્માન વયવંદના સ્કીમ અંતર્ગત ૭૦ વર્ષથી ઉપરના તમામ ગુજરાતના વરિષ્ઠ નાગરિકોને આ યોજના અંતર્ગત આયુષ્માન વયવંદના કાર્ડ બનાવી શકાશે. ૭૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા ગુજરાતના વરિષ્ઠ નાગરિકો સમગ્ર દેશમાં આયુષ્માન ભારત "પી.એમ.જે.એ.વાય." હેઠળ સંલગ્ન થયેલી હોસ્પિટલોમાં કૌટુંબિક વાર્ષિક રૂ. ૫ (પાંચ)લાખ સુધીની નિયત કરેલ સારવાર દાખલ થવાના કિસ્સામાં મેળવી શકશે.
આયુષ્માન વયવંદના કાર્ડ
૭૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા રાજ્યના અંદાજીત ૨૫.૮૯ લાખથી વધુ સિનિયર સિટિઝનોને "પી.એમ.જે.એ.વાય.-મા" યોજનાનો લાભ આપવામાં આવશે. રાજ્ય સરકારની હાલની સિનિયર સિટિઝન કેટેગરી હેઠળ ૭૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા ૧૫.૬૭ લાખથી વધુ સિનિયર સિટિઝનની નોંધણી કરી "આયુષ્માન કાર્ડ” આપવામાં આવ્યા છે.
સિનિયર સિટિઝનને મળશે લાભ
બોટાદ જિલ્લાના ૭૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા વરિષ્ઠ નાગરિકોને કુલ અંદાજીત ૨૭,૬૧૭ લાભાર્થીઓમાંથી ૧૯,૦૨૩ લાભાથીઓના કાર્ડ કાઢવામાં આવ્યા છે અને બાકી રહેતા અંદાજીત ૮,૫૯૦ તા. ૨૧/૧૧/૨૦૨૪ થી ૨૩/૧૧/૨૦૨૪ દરમ્યાન દરેક ગામોમાં કેમ્પો કરીને લાભાથીઓના કાર્ડ બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે. આયુષ્માન વયવંદના કાર્ડ કઢાવવા માટે ફક્ત આધારકાર્ડની જરૂરિયાત છે. લાભાર્થીનો ફોટો કેપ્ચર કરવાનો રહેશે. આધારકાર્ડમાં દર્શાવેલી ઉંમરને આધારે ૭૦વર્ષ કે તેથી વધુવય ધરાવતા વરિષ્ઠ નાગરિકોનું આયુષ્માન વયવંદના કાર્ડ કાઢી શકાય છે.
આયુષ્માન વયવંદના કાર્ડની નોંધણી
આયુષ્યમાન મોબાઇલ એપ્લીકેશન દ્વારા દરેક વ્યક્તિ આયુષ્યમાન કાર્ડ કાઢી શકશે. PMJAY યોજનાના વેબ પોર્ટલ beneficiary.nha.gov.in પર જાતે લાભાર્થી નોંધણી કરી શકે છે. નજીકના પંચાયત ખાતે ઇ-ગ્રામ(VCE)/ એન. કોડ એજન્સી બનાવી શકાશે. નજીકના આરોગ્ય કેન્દ્ર જેવા કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શહેરી આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, જનરલ હોસ્પિટલ, તથા આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરી આયુષ્માન વયવંદના કાર્ડની નોંધણી કરાવી શકાય છે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, બોટાદની યાદીમાં જણાવવામાં આવ્યું છે.