Botadમાં મકાન-દુકાન-ઓફીસ ભાડે આપવા તથા લેબર રજીસ્ટ્રેશનને લઈ અધિક કલેકટરનું જાહેરનામું વાંચો
બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પી. એલ. ઝણકાતે પોતાને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા ઔદ્યોગિક વિસ્તારમાં મકાન તથા આવા એકમો ભાડે આપતા માલિકો તથા ગ્રામ્ય શહેરી વિસ્તારમાં રહેણાંક, વાડી, ખેતરના રહેણાંક ઉપર તથા દેશની સુરક્ષા તથા સ્થાનિક લોકોની જાન માલની સુરક્ષાના પરીપ્રેક્ષ્યમાં મકાન/દુકાન/ઓફીસ ભાડે આપવા તથા લેબર રજીસ્ટ્રેશન અંગે કેટલાંક નિયત્રંણો મુકવાની આવશ્યકતાને ધ્યાને લેતા જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામું તા.૨૧-૧-૨૫ સુધી અમલમાં રહેશે. માહિતી રાખજો તૈયાર ઉક્ત જાહેરનામામા દર્શાવ્યા મુજબ બોટાદ જિલ્લા વિસ્તારમાં મકાન/દુકાન/ઓફીસના માલિકો/ ઔદ્યોગિક એકમોના સંચાલકો અગરતો આ માટે આવા મકાન/દુકાન/ ઓફીસના માલિકો/ ઔદ્યોગિક એકમોના સંચાલકોએ ખાસ સત્તા આપેલ વ્યકિત મકાન/દુકાન/ઓફીસના માલિકો/ ઔદ્યોગિક એકમો ભાડે આપેલ છે તેવા મકાન/દુકાન/ઓફીસના માલિકો/ ઔદ્યોગિક એકમોના સંચાલકોએ ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના રહેણાંક, વાડી તથા ખેતરના રહેણાંકના માલિકોએ આ માહિતી તૈયાર કરી ફરજીયાત પોતાની પાસે રાખવાની રહેશે. અધિક કલેકટરનું જાહેરનામું તેવી જ રીતે, બોટાદ જિલ્લા વિસ્તારમાં મકાનો/બંગલાઓ,અન્ય રહેણાંક મકાનો/સ્થાયી મિલકતો ભાડે આપે અથવા અન્ય કોઈ રીતે હસ્તાંતરણ કરે તે મિલકતની માહિતી સમિતી/સોસાયટી/કમિટી રચાઈ હોય તો તેના પ્રમુખ/ચેરમેન/સેક્રેટરીએ પોતાની પાસે ફરજીયાત રાખવાની રહેશે અને જો મિલકત અંગે સમિતિ ન રચાઇ હોય તો જે તે મિલકતના માલીક/કબ્જેદાર/કર્તાહર્તાએ આ માહિતી પોતાની પાસે ફરજીયાત રાખવાની રહેશે અને જ્યારે પોલીસ દ્વારા માંગણી કરવામાં આવે ત્યારે ઉપરોક્ત માહીતી પુરી પાડવાની રહેશે. માલિકનું નામ દર્શાવો ફરજિયાત મકાન/દુકાન/ ઓફીસના માલિકો/ ઔદ્યોગિક એકમ/ વાડી ખેતરના રહેણાંક એકમના માલિકનું નામ તથા સરનામું, ટેલીફોન નંબર તથા ભાડે આપેલ મકાન/દુકાન/ઓફીસના માલિકો, ઔદ્યોગિક એકમની વિગત ક્યા વિસ્તારમાં કેટલા ચો.મી બાંધકામ, મકાન/દુકાન/ઓફીસના માલિકો/ઔદ્યોગીક/વાડી ખેતરના રહેણાંક એકમના માલીકનું એકમ ભાડે આપવા સત્તા ધરાવતા વ્યક્તિનુ નામ સરનામુ ટેલી.નંબર,મકાન/દુકાન/ઓફીસના માલિકો/ઔદ્યોગીક/વાડી ખેતરના રહેણાંક એકમના જે તારીખથી ભાડે આપેલ હોય તે તારીખ, જે વ્યક્તિને ભાડે આપેલ છે. તેનુ પુરૂ નામ હાલનુ સરનામુ ફોટા સાથે. પોલીસને કરો જાણ જે વ્યક્તિને ભાડે આપેલ છે, તેમના મુળ વતનનુ પાકા નામ સરનામા તથા બે થી ત્રણ સગા સબંધી ઓના નામ સરનામા, મકાન/દુકાન/ઓફીસના માલિકો/ઔદ્યોગીક એકમ/વાડી ખેતરના રહેણાંક એકમના સંચાલકને ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્યક્તિનુ નામ સરનામુ ટેલી.નંબર,, મકાન/દુકાન/ઓફીસના માલિકો/ઔદ્યોગીક એકમ/વાડી ખેતરના રહેણાંક એકમના જે ભાડે આપેલ છે. તે લીવ લાયસન્સના કરારથી આપેલ છે કે કેમ ? તેની વિગત નિયમોનુસાર ફોર્મ ભરી ફરજિયાત રાખવાની રહેશે અને જ્યારે પોલીસ દ્વારા માંગણી કરવામાં આવે ત્યારે માહિતી પુરી પાડવાની રહેશે. જાત તપાસ આવશ્યક ઉક્ત ફોર્મમાંના નિયમોમાં ઉપરોક્ત વિગતોને સમાવેશ કરવાની રહેશે. ઉક્ત ફોર્મ સંપુર્ણ રીતે ભરીને મકાન માલીક અને ભાડુઆતે એક નકલ જો સમિતીની રચના હોય તો પ્રમુખ/ ચેરમેન/ સેક્રેટરીને આપવાની રહેશે અને માહિતી સોસાયટીના પ્રમુખ/ ચેરમેન/ સેક્રેટરી /કર્તા હર્તાએ પોતાની પાસે ફરજીયાત રાખવાની રહેશે. જો આવી કોઇ સોસાયટી કે કમીટી રચાઇ ના હોય તો સદર મીલકતની માહીતીની જવાબદારી માલીક/ કબ્જેદાર/ કર્તાહર્તા ની રહેશે. તમારી મિલકતનો કબજો સુપ્રત કરતા હોય, તો જાત તપાસ કરવી આવશ્યક છે. સાક્ષીની પડશે જરૂર સીંગલ યુવક યુવતીઓને મિલકત ભાડે આપો ત્યારે વાલીના સંમતિપત્ર મેળવવાનુ રહેશે. તે આ સાથે સામેલ કરવુ. ભાડે રાખનારે તેમનુ ડ્રાઇવિંગ, લાઈસન્સ/પાનકાર્ડ/ઇલેક્શન કાર્ડ/આધારકાર્ડ કંપનીનો લેટરપેડ રજુ કરવાના રહેશે. જુના ભાડુઆતો કે જે હાલ ભાડુઆત તરીકે ચાલુ હોય તેમના સબંધમાં પણ આ ફોર્મ ભરવાનુ રહેશે. અને તે ભરવાની જવાબદારી ભાડુઆતની રહેશે.આ સાથે જરૂરી સ્ટેમ્પ પેપર ઉપર ભાડાના એગ્રેમેન્ટની નોટરી કરેલ ઝેરોક્ષ કોપી સાથે આપવાની રહેશે. મિલકત ખાલી કરો ત્યારે લેખિતમાં જાણ કરવાની રહેશે.બને ત્યાં સુધી આપની મિલકત સાક્ષી/એજન્ટ/સબંધીઓને વચ્ચે રાખવી આપવી.મકાન માલીક અને ભાડુઆતના અંગુઠાનુ નિશાન અને સહિઓ જવાબદાર સાક્ષીની રૂબરૂમાં કરવાની રહેશે. હુકમનું કરો પાલન તેવી જ રીતે, એજન્ટનું નામ શ્રી/શ્રીમતી, એજન્ટનું સરનામું, ફોન નં (ઘર), ઓફીસ, મો.નં, ભાડુઆતના સબંધીની વિગત અને સરનામુંમાં ફોન નં (ઘર) ,ઓફીસ, મો.નં તેમજ ભાડુઆતનો પાસપોર્ટ સાઇઝનો ફોટોની સાથે ભાડુઆતની સહી, એકમ, મકાન માલિકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો સાથે એકમ, મકાન, માલિકની સહી તથા સાક્ષીની સહી-સિક્કો, તારીખ સાથે પ્રમુખ/સેક્રેટરી/ચેરમેન/કર્તાહર્તાની સહી કરવાની રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -