Gandhidhamમાં ડીપીએના યજમાન પદે, ફોકિયા કોર્પોરેટ સામાજિક જવાબદારીની સમીક્ષા બેઠક યોજાઈ
ગાંધીધામમાં યોજાયેલી કોર્પોરેટ સામાજિક જવાબદારી (સીએસઆર) સમીક્ષા બેઠકમાં કચ્છ જિલ્લાના લાંબા ગાળાના, મજબુત અને ટકાઉ સામાજિક વિકાસ માટે સામુહિક ભાગીદારીની પહેલની ચર્ચા કરવા માટે કોર્પોરેટ પ્રતિનિધિઓ, પબ્લીક સેન્ટર એન્ટરપ્રાઈઝ, એનજીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ સહિત વિવિધ હિસ્સેદારોના જૂથને એકસાથે આવ્યા હતાં. આ કાર્યક્રમમાં શિક્ષણ, સંસાધન વ્યવસ્થાપન અને સામાજિક-આર્થિક ઉત્થાન પર ભાર મૂકવામાં આવ્યો હતો.સામાજિક-આર્થિક ઉત્થાનનો સમન્વય જરૂરી દીન દયાલ પોર્ટ ઓથોરિટી (ડીપીએ) દ્વારા આયોજિત, કાર્યક્રમની શરૂઆત તેમના સીએસઆર યોગદાનને દર્શાવતી ટૂંકી ફિલ્મ સાથે થઈ હતી, જેમાં કચરા નિકાલ વ્યવસ્થાપન, કૌશલ્ય વિકાસ, મહિલા સશક્તિકરણ, સામાજીક માણખાને સુદ્રઢ કરવા માટે અને અલગ-અલગ-વિકલાંગ વ્યક્તિઓના કલ્યાણ વગેરેની પ્રવૃત્તિઓ નો સમાવેશ થયો હતો. ડીપીએના ઉપાધ્યક્ષ નંદીશ શુક્લાએ જણાવ્યું હતુ કે, ડીપીએ ના અધ્યક્ષ શ્રી સુશીલ કુમાર સીંગની આગેવાની હેઠળ અને ડેપ્યુટી ચેરમેનના સંચાલન તળે, ડીપીએની સીએસઆર કમિટી અને સીએસઆર સેલ કચ્છના સામાજિક વિકાસ માટે પૂરી પ્રતિબધતાથી કામ કરશે તેવી ખાતરી આપી. વધુમાં નંદીશ શુક્લાએ જણાવ્યું હતુ કે, વર્ષ ૨૦૨૨-૨૩ માં ડીપીએ સીએસઆર હેઠળ પંદર(૧૫) કરોડનું યોગદાન આપેલ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -