ખોડિયાર નગરના રસ્તા પર કોર્પોરેશનની કામગીરીના કારણે ભારે ટ્રાફિક જામ

Feb 13, 2025 - 03:00
ખોડિયાર નગરના રસ્તા પર કોર્પોરેશનની કામગીરીના કારણે ભારે ટ્રાફિક જામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા,કોર્પોરેશન દ્વારા ખોડિયાર નગર વિસ્તારમાં કામ શરૃ કરવામાં આવતા એક તરફનો રોડ સંપૂર્ણ પણે બંધ કરી દેવામાં આવ્યો છે. આ રોડ  પરના ટ્રાફિકને ધ્યાને લીધા વગર કરવામાં આવેલી કામગીરીના કારણે રોજ સંખ્યાબંધ વાહન ચાલકોને હેરાન થવાનો વારો આવે છે. ટ્રાફિક એટલી હદે જામ થઇ જાય છે કે, કેટલાક વાહન ચાલકો હાઇવે પરથી ૬ થી ૭ કિલોમીટર વધારે અંતર કાપીને જઇ રહ્યા છે.

શહેરના એરપોરેટ સર્કલથી સરદાર એસ્ટેટ તરફ જવાના રોડ પર પીક અવર્સ દરમિયાન  રોજ ટ્રાફિકની સમસ્યા સર્જાઇ રહી છે. તેવી પરિસ્થિતિ વચ્ચે કોર્પોરેશન દ્વારા ટ્રાફિક પોલીસની સાથે કોઇ ચર્ચા વિચારણા કર્યા વગર માત્ર મંજૂરી માંગી હતી. ટ્રાફિક પોલીસે  પણ  જરૃરી  તપાસ વગર જ મંજૂરી આપી દીધી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0