Gujarat Weather : રાજયમાં હજી વરસાદ ઘમરોળશે ? હવામાન વિભાગે કરી આગાહી
હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે,રાજયમાં અગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.આજે કચ્છ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જાણો આવતીકાલે કયાં અપાઈ વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો આવતીકાલે દેવભૂમિદ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ ,ગીર સોમનાથ, અમરેલી રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર ,ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં પણ છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજયમાં તાપામનમાં થયો વધારો હવામાન વિભાગની આગાહી પ્રમાણે હાલ રાજ્યમાં કનવેક્ટિવ એક્ટિવિટીના કારણે રાજ્યના અલગ અલગ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે,અમદાવાદ લઘુતમ તાપમાન 25.4 નોંધાયું જે સામાન્ય 4.5 ડિગ્રી વધુ છે તો બીજી તરફ મહત્તમ તાપમાન 37.4 જે સામાન્ય તાપમાન કરતા એક પોઇન્ટ પાંચ ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે.રાજયમાં હજી પણ ભેજવાળુ વાતાવરણ હોવાથી અગામી સમયમાં તાપમાનમાં વધારો થવાની શકયતાઓ સેવાઈ રહી છે. 7 નવેમ્બરે બંગળાની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે 17-18-19 નવેમ્બરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા છે. 29 નવેમ્બર થી 3 ડિસેમ્બર સુધીમાં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા છે. અંબાલાલ પટેલે કહ્યું કે, ગ્રહોની દ્રષ્ટિ જોતા બંગાળના ઉપસગારમાં આ મહિને વાવાઝોડાની શક્યતા છે. આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે,રાજયમાં અગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.આજે કચ્છ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
જાણો આવતીકાલે કયાં અપાઈ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો આવતીકાલે દેવભૂમિદ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ ,ગીર સોમનાથ, અમરેલી રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર ,ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં પણ છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજયમાં તાપામનમાં થયો વધારો
હવામાન વિભાગની આગાહી પ્રમાણે હાલ રાજ્યમાં કનવેક્ટિવ એક્ટિવિટીના કારણે રાજ્યના અલગ અલગ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે,અમદાવાદ લઘુતમ તાપમાન 25.4 નોંધાયું જે સામાન્ય 4.5 ડિગ્રી વધુ છે તો બીજી તરફ મહત્તમ તાપમાન 37.4 જે સામાન્ય તાપમાન કરતા એક પોઇન્ટ પાંચ ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે.રાજયમાં હજી પણ ભેજવાળુ વાતાવરણ હોવાથી અગામી સમયમાં તાપમાનમાં વધારો થવાની શકયતાઓ સેવાઈ રહી છે.
7 નવેમ્બરે બંગળાની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે
17-18-19 નવેમ્બરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા છે. 29 નવેમ્બર થી 3 ડિસેમ્બર સુધીમાં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા છે. અંબાલાલ પટેલે કહ્યું કે, ગ્રહોની દ્રષ્ટિ જોતા બંગાળના ઉપસગારમાં આ મહિને વાવાઝોડાની શક્યતા છે. આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે.