બૂમ...બૂમ..બેંગઃ રાજકોટ,વડોદરા સહિત એરપોર્ટને ઈ-મેઈલથી ધમકી
નવરાત્રિ ટાણે ગર્ભિત ધમકીથી ભય ફેલાવવાનું કારસ્તાન : હીરાસર એરપોર્ટ ખાતે પોલીસે ધસી જઈ ડોગ સ્ક્વોડ સાથે સઘન ચેકીંગ કર્યું : સાયબર ક્રાઈમ પોલીસે હાથ ધરેલી તપાસ રાજકોટ, : રાજકોટના હીરાસર તેમજ વડોદરાના એરપોર્ટ સહિત દેશના અનેક એરપોર્ટને એક સાથે કોઈ અજાણ્યા શખ્સે ઈ-મેઈલ દ્વારા બૂમ...બૂમ...બેંગ જેવા શબ્દો સાથે અસ્પષ્ટ શબ્દોમાં ધમકીભર્યા મેસેજ મોકલતા આ મુદ્દે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસસૂત્રો અનુસાર ઈ-મેઈલમાં બોમ્બથી ઉડાવી દેવાની કોઈ ધમકી નથી પરંતુ, અસ્પષ્ટભાષામાં ગર્ભિત પ્રકારની ધમકી જણાય છે. મેઈલમાં જય મહાકાલ વગેરે શબ્દોનો પણ પ્રયોગ કરાયો છે. મોકલનારનું નામ નથી અપાયું. પરંતુ, સુરક્ષા મુદ્દે કોઈ પણ બાબત હળવાશથી લઈ શકાય નહીં તેથી રાજકોટના હીરાસર એરપોર્ટ પર પોલીસ ડોગ સ્કવોડ સાથે ધસી ગઈ હતી અને સમગ્ર વિસ્તારનું સઘન ચેકીંગ કર્યું હતું. જો કે કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી. એરપોર્ટની સુરક્ષા સંભાળતી એજન્સી પણ કામે લાગી હતી. રાજકોટ સાયબર ક્રાઈમના પી.આઈ.ઝણકાટ તથા એરપોર્ટ પી.આઈ. ગામિત વગેરે દ્વારા આ મેઈલ કોણે મોકલ્યો તે અંગે સઘન તપાસ હાથ ધરી છે, ઈ-મેઈલ એક સાથે અનેક એરપોર્ટના એડ્રેસ પર એક શખ્સ દ્વારા મોકલવામાં આવ્યા છે જે માટે આઈ.પી.એડ્રેસ વગેરે માહિતી માટે પણ રિપોર્ટ કરાયા છે. હાલ નવરાત્રિનો ધર્મોત્સવ ચાલી રહ્યો છે ત્યારે કોઈ રાષ્ટ્રદ્રોહી તત્વનું આ કૃત્ય છે કે માનસિક રોગીનું તે તપાસ બાદ જ જાણી શકાશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નવરાત્રિ ટાણે ગર્ભિત ધમકીથી ભય ફેલાવવાનું કારસ્તાન : હીરાસર એરપોર્ટ ખાતે પોલીસે ધસી જઈ ડોગ સ્ક્વોડ સાથે સઘન ચેકીંગ કર્યું : સાયબર ક્રાઈમ પોલીસે હાથ ધરેલી તપાસ
રાજકોટ, : રાજકોટના હીરાસર તેમજ વડોદરાના એરપોર્ટ સહિત દેશના અનેક એરપોર્ટને એક સાથે કોઈ અજાણ્યા શખ્સે ઈ-મેઈલ દ્વારા બૂમ...બૂમ...બેંગ જેવા શબ્દો સાથે અસ્પષ્ટ શબ્દોમાં ધમકીભર્યા મેસેજ મોકલતા આ મુદ્દે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસસૂત્રો અનુસાર ઈ-મેઈલમાં બોમ્બથી ઉડાવી દેવાની કોઈ ધમકી નથી પરંતુ, અસ્પષ્ટભાષામાં ગર્ભિત પ્રકારની ધમકી જણાય છે. મેઈલમાં જય મહાકાલ વગેરે શબ્દોનો પણ પ્રયોગ કરાયો છે. મોકલનારનું નામ નથી અપાયું. પરંતુ, સુરક્ષા મુદ્દે કોઈ પણ બાબત હળવાશથી લઈ શકાય નહીં તેથી રાજકોટના હીરાસર એરપોર્ટ પર પોલીસ ડોગ સ્કવોડ સાથે ધસી ગઈ હતી અને સમગ્ર વિસ્તારનું સઘન ચેકીંગ કર્યું હતું. જો કે કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી. એરપોર્ટની સુરક્ષા સંભાળતી એજન્સી પણ કામે લાગી હતી.
રાજકોટ સાયબર ક્રાઈમના પી.આઈ.ઝણકાટ તથા એરપોર્ટ પી.આઈ. ગામિત વગેરે દ્વારા આ મેઈલ કોણે મોકલ્યો તે અંગે સઘન તપાસ હાથ ધરી છે, ઈ-મેઈલ એક સાથે અનેક એરપોર્ટના એડ્રેસ પર એક શખ્સ દ્વારા મોકલવામાં આવ્યા છે જે માટે આઈ.પી.એડ્રેસ વગેરે માહિતી માટે પણ રિપોર્ટ કરાયા છે. હાલ નવરાત્રિનો ધર્મોત્સવ ચાલી રહ્યો છે ત્યારે કોઈ રાષ્ટ્રદ્રોહી તત્વનું આ કૃત્ય છે કે માનસિક રોગીનું તે તપાસ બાદ જ જાણી શકાશે.