કમુરતા પત્યા અને કલોલમાં 191 કરોડના વિકાસ કામો શરૂ થયા: અમિત શાહ

Jan 15, 2025 - 18:30
કમુરતા પત્યા અને કલોલમાં 191 કરોડના વિકાસ કામો શરૂ થયા: અમિત શાહ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન ગૃહમંત્રીએ તેમના સંસદીય વિસ્તારમાં અનેક વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યુ છે. આજે ગૃહમંત્રી અમિત શાહના પ્રવાસનો બીજો દિવસ છે, ત્યારે તેમને કલોલમાં નવનિર્મિત ઓડિટોરિયમનું લોકાર્પણ કર્યું અને વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યુ છે. આ સાથે જ અમિત શાહે રેલવે અંડર પાસનું ખાતમુહૂર્ત કર્યું છે.

મને નહોતી ખબર કે આટલી મોટી સંખ્યામાં લોકો આવશે: અમિત શાહ

તમને જણઆવી દઈએ કે કલોલમાં લોકાપર્ણ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે નિવેદન આપતા જણાવ્યું કે મને નહોતી ખબર કે આટલી મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં આવશે, નહીંતર હું કહેતો કે લોકોને પતંગ ચગાવવા દો. ગૃહમંત્રીએ કહ્યું કે ઉત્તરાયણના દિવસે કમુરતા પૂરા થયા અને અનેક શુભ પ્રસંગો પણ શરૂ થયા છે, ત્યારે આજે કલોલમાં જ કમુરતા પત્યાને 191 કરોડના કામો શરૂ થયા છે. આજે સરપંચો કરોડોની વાતો કરતા થઈ ગયા છે. અંડરપાસ, બ્રિજ, નવી શાળાઓ શહેરમાં બનાવી છે.

ભાજપે આતંકવાદ, નકસલવાદને ઉખેડીને ફેંકી દેવાનું કામ કર્યું

આ સાથે જ હળવાશથી ગૃહમંત્રીએ કલોલના લોકોને કહ્યું કે લગ્નની કંકોત્રી ના આપતા પણ કામ હોય તો કહેજો, આ દરમિયાન કાર્યક્રમમાં હાજર રહેલા તમામ લોકો ખડખડાટ હસી પડ્યા હતા. વધુમાં અમિત શાહે જણાવ્યું કે ગાંધીનગરમાં 1990 પછી ભાજપ ક્યારેય હાર્યું નથી, દેશમાં 3 ટર્મથી વધુ સમય માટે ભાજપની સરકારો બની છે, આતંકવાદ, નકસલવાદને ઉખેડીને ફેંકી દેવાનું કામ કર્યું છે. ભારત 11માં નંબરથી 5માં નંબરનું અર્થતંત્ર બન્યું છે અને આગામી 2027 સુધીમાં દુનિયામાં ત્રીજા નંબરની ઈકોનોમી બનીશું.

કલોલમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન

કલોલમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું કે વિકાસ કાર્યો માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દર મહિને આવે છે અને વિસ્તારના વિકાસના કામો ઝડપથી પૂર્ણ થાય છે. મહેસાણાથી સાણંદ હાઈવેના કામનું ખાતમૂહુર્ત કર્યું છે અને આગામી સમયમાં રોડ લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0