Ahmedabadના વસ્ત્રાલમાં દુષ્કર્મ કર્યા બાદ મહિલાને દેહ વ્યાપારમાં ધકેલાઈ,ક્રાઈમ બ્રાન્ચે કર્યો ખુલાશો
વસ્ત્રાલમાં ગેરકાયદે રહેતી બાંગ્લાદેશી સગીરા સાથે દુષ્કર્મ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઇ ફરિયાદ અઢી માસ સુધી દુષ્કર્મ આચર્યા બાદ દેહ વ્યાપારમાં ધકેલી અમદાવાદના વસ્ત્રાલમાં મહિલા સાથે દુષ્કર્મ કરી કેને દેહ વ્યાપારમાં ધકેલાતા અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે,આરોપીએ મહિલાને નોકરી આપવાના બહાને અમદાવાદ બોલાવી અને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવી છે,સમગ્ર ઘટનામાં અન્ય કોઈ વ્યકિતઓ સંકડાયેલું છે કે નહી તેને લઈ તપાસ હાથધરવામાં આવી છે. નોકરીની લાલચે દુષ્કર્મ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં એક ફરિયાદ નોંધાઈ છે,જેમાં ફરિયાદ એવી છે કે,બાંગ્લાદેશની મહિલાને અમદાવાદ નોકરીની લાલચે બોલાવવામાં આવે છે અને ત્યારબાદ તેને દેહ વ્યાપારમાં ધકેલવામાં આવે છે,આરોપી દ્રારા 2 સગીરા અને તેની માતાને અમદાવાદ નોકરીની લાલચે બોલાવવામા આવી હતી અને ક્રાઈમ બ્રાન્ચને આ માહિતી મળી હતી,ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી વદુ તપાસ હાથધરી છે. દેહ વ્યાપારનો પર્દાફાશ ! બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે યુવતીઓને અમદાવાદ લાવી દેહ વ્યાપારમાં ધકેલવાના નેટવર્કનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ખુલાશો કર્યો છે.ક્રાઇમ બ્રાન્ચે સાગર મંડલ અને મોહમદ ફારૂક મંડલ નામના વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે,યુવતીઓને બાંગ્લાદેશથી બોલાવી દેહ વ્યાપાર કરાવવામાં આવતો હોવાની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચને મળી હતી અને આ ફરિયાદના આધારે તપાસ કરતા પોલીસને સફળતા મળી હતી.વસ્ત્રાલમાં ગેરકાયદેસર રીતે રહેતી બાંગ્લાદેશી સગીરા સાથે બે મહિના સુધી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ. અમદાવાદમાં બાંગ્લાદેશીઓ રહે છે ગેરકાયદેસર અમદાવાદના ચંડોળા તળાવ પાસે સૌથી વધુ ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ રહેતા હોય છે અને તેમની પાસે કામ ના હોવાથી મહિલાઓ દેહ વ્યાપારના ધંધામાં સંકળાય છે અને પોતાનું ગુજરાન ચલાવતી હોય છે,ત્યારે પોલીસે પર્દાફાશ કરી આરોપીઓને જેલના સળિયા ગણતા કરી દીધા છે.જો પોલીસ ઉંડાણપૂર્વક તપાસ કરશે તો હજી પણ ઘણી આવી મહિલાઓ મળી આવશે કે જેને બળજબરીથી દેહ વ્યાપારમાં જોડવામાં આવે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- વસ્ત્રાલમાં ગેરકાયદે રહેતી બાંગ્લાદેશી સગીરા સાથે દુષ્કર્મ
- અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઇ ફરિયાદ
- અઢી માસ સુધી દુષ્કર્મ આચર્યા બાદ દેહ વ્યાપારમાં ધકેલી
અમદાવાદના વસ્ત્રાલમાં મહિલા સાથે દુષ્કર્મ કરી કેને દેહ વ્યાપારમાં ધકેલાતા અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે,આરોપીએ મહિલાને નોકરી આપવાના બહાને અમદાવાદ બોલાવી અને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવી છે,સમગ્ર ઘટનામાં અન્ય કોઈ વ્યકિતઓ સંકડાયેલું છે કે નહી તેને લઈ તપાસ હાથધરવામાં આવી છે.
નોકરીની લાલચે દુષ્કર્મ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં એક ફરિયાદ નોંધાઈ છે,જેમાં ફરિયાદ એવી છે કે,બાંગ્લાદેશની મહિલાને અમદાવાદ નોકરીની લાલચે બોલાવવામાં આવે છે અને ત્યારબાદ તેને દેહ વ્યાપારમાં ધકેલવામાં આવે છે,આરોપી દ્રારા 2 સગીરા અને તેની માતાને અમદાવાદ નોકરીની લાલચે બોલાવવામા આવી હતી અને ક્રાઈમ બ્રાન્ચને આ માહિતી મળી હતી,ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી વદુ તપાસ હાથધરી છે.
દેહ વ્યાપારનો પર્દાફાશ !
બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે યુવતીઓને અમદાવાદ લાવી દેહ વ્યાપારમાં ધકેલવાના નેટવર્કનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ખુલાશો કર્યો છે.ક્રાઇમ બ્રાન્ચે સાગર મંડલ અને મોહમદ ફારૂક મંડલ નામના વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે,યુવતીઓને બાંગ્લાદેશથી બોલાવી દેહ વ્યાપાર કરાવવામાં આવતો હોવાની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચને મળી હતી અને આ ફરિયાદના આધારે તપાસ કરતા પોલીસને સફળતા મળી હતી.વસ્ત્રાલમાં ગેરકાયદેસર રીતે રહેતી બાંગ્લાદેશી સગીરા સાથે બે મહિના સુધી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ.
અમદાવાદમાં બાંગ્લાદેશીઓ રહે છે ગેરકાયદેસર
અમદાવાદના ચંડોળા તળાવ પાસે સૌથી વધુ ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ રહેતા હોય છે અને તેમની પાસે કામ ના હોવાથી મહિલાઓ દેહ વ્યાપારના ધંધામાં સંકળાય છે અને પોતાનું ગુજરાન ચલાવતી હોય છે,ત્યારે પોલીસે પર્દાફાશ કરી આરોપીઓને જેલના સળિયા ગણતા કરી દીધા છે.જો પોલીસ ઉંડાણપૂર્વક તપાસ કરશે તો હજી પણ ઘણી આવી મહિલાઓ મળી આવશે કે જેને બળજબરીથી દેહ વ્યાપારમાં જોડવામાં આવે છે.