Bhavnagarમાં SOG પોલીસે હુક્કાબારમાં રેડ પાડી માલિકની કરી ધરપકડ

ભાવનગરમાં ચાલતા હુક્કાબાર પર SOGએ દરોડા પાડયા હતા.પીરછલ્લાના ઈવા કોમ્પ્લેક્ષમાં આ હુક્કાબાર ચલાવવામાં આવતું હતુ,પોલીસે હુક્કાની ચલમ, પાઈપ સહિત 11 હજારનો મુદ્દામાલ જપ્ત કરી જે વ્યકતિ હુક્કાબાર ચલાવતો હતો તેની ધરપકડ કરી હતી,છેલ્લા કેટલા સમયથી હુક્કાબાર ચલાવવામાં આવતું હતુ તેને લઈ પોલીસે તપાસ હાથધરી છે.ગંગાજળીયા પોલીસને સોંપવામાં આવ્યો આરોપી ભાવનગરમાં એસઓજીએ દરોડા પાડીને આરોપીને ગંગાજળીયા પોલીસને સોંપવામાં આવ્યો છે.એસઓજી પોલીસે દરોડા પાડયા પરંતુ સ્થાનિક પોલીસ ઉંઘતી રહી હતી,શું સ્થાનિક પોલીસને આ વાતની ખબર ન હતી કે હુક્કાબાર ચાલે છે ? ત્યારે ગંગાજળીયા પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમનો સ્ટાફ શું કરી રહ્યાં છે. ગુજરાતમાં હુક્કાને લગતા નિયમ પર નજર વિજય રૂપાણી સરકારે હુક્કાબાર પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો હતો.વર્ષ 2016માં વટહૂકમ બહાર પાડી દંડની જોગવાઈ કરાઈ હતી,જેમાં કાયદાનું ઉલ્લંઘન કરનારાને 3 વર્ષની જેલ અને 50 હજારના દંડની જોગવાઇ પણ કરવામાં આવી હતી.COTPA (Cigarettes and Other Tobacco Products Act) 2003માં સુધારો કરીનો આ નવો કાયદો બનાવવામાં આવ્યો હતો.બાદમાં ગુજરાત સરકારે COTPAમાં હુક્કાનો સમાવેશ કર્યો.જો કે હુક્કા સંચાલકોએ ગુજરાત હાઇકોર્ટમાંથી હર્બલ હુક્કા માટેની મંજૂરી લીધી હતી, પણ હવે હર્બલ હુક્કાના નામે નિકોટીન હુક્કા વેચતા પોલીસ હરકતમાં આવી છે. હુક્કાબારના પ્રવેશને લઈ નિર્ણય 1 - 18 વર્ષની ઉંમરના કોઈ પણ વ્યકિતને હુક્કાબારમાં પ્રવેશ મળી શકતો હતો 2- પ્રવેશ મેળવવા માટે તમારે હુક્કાબારના રજીસ્ટરમાં નોંધણી કરી તમારૂ ઓળખપત્ર આપવાનું રહેતું હોય છે 3 - હુક્કાબારમાં જે રજીસ્ટર હોય છે તેને જે તે પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી પાસે ચકાસવાનો હુકમ હોય છે 4 - 18 વર્ષથી ઓછી ઉંમરનો વ્યકિત હુક્કાબારમાંથી ઝડપાય તો તેની સામે કોર્ટ કેસ થઈ શકે છે. 5 - કોર્ટ કેસમાં કોર્ટ જે તે વ્યકિતને સજા અથવા દંડની રકમ વસૂલી શકે છે. 6 - હુક્કાબાર ખોલવું હોય તો જે તે પોલીસ સ્ટેશનમાંથી પરમિશન મેળવવાની હોય છે અને તે પરમિશન એક વર્ષ પછી રિન્યું કારાવાની રહેતી હોય છે. 7 - જો તમને પોલીસે પરમિશન આપી હોય અને તેમાં કોઈ ખામી દેખાય તો તે પરમિશન રદ કરવાનો પાવર પોલીસ કમિશનર પાસે રહેતો હોય છે. 8 - હુક્કામાં ખાસ જે ફલેવર વપરાય છે તેમાં 0.5%થી વધુ નાર્કોટિકસ ના હોવું જોઈએ અને જો તેનાથી વધારે નાર્કોટિકસ ફલેવરમાં ઝડપાય તો જે તે માલિક સામે ગુનો નોંધાઈ શકે છે ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ ગેરકાયદેસર હુક્કાબારમાં રેડ પડી વર્ષ 2024 - 4 એપ્રિલ અમદાવાદમાં હુક્કાબારમાં PCBએ દરોડા પાડયા છે. જેમાં સરખેજના બિગ ડેડી હુક્કાબારમાં દરોડા પાડવામાં આવ્યા છે. તેમાં નિકોટીન અને ફ્લેવરના પેકેટ કબ્જે કર્યા છે. બિગ ડેડી હુક્કા બારમાં રેડ કરાઇ છે. તેમાં સરખેજમાં PCBએ દરોડા પાડી નિકોટીન અને ફ્લેવરના પેકેટ કબ્જે કર્યા છે.જેમાં હુક્કાબારને લગતા 19 નિયમોનું પાલન ના થતા હુક્કાબારના માલિક હિમાંશુ રાવળ વિરુદ્ધ એનસી ફરિયાદ દાખલ કરી 19 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વર્ષ 2022 - 19 જુન અમદાવાદમાં સરખેજ પોલીસ અને જીડી વિજિલન્સની ટીમે હુક્કાબાર પર દરોડા પાડીને કાર્યવાહી હાથધરી હતી. સેક્રેડ નાઈન હુક્કાબારમાં પાડવામાં આવેલા દરોડામાં યુવક-યુવતીઓ મોટી સંખ્યામાં પકડાયા હતા.અમદાવાદમાં શહેરમાં શંકાસ્પદ લાગતા હુક્કાબાર પર તેમજ હર્બલ હુક્કાબારના નામે નિકોટિન હુક્કાબાર ચલાવનારાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સરખેજ પોલીસે વધુ કાર્યવાહી હાથધરી હતી. વર્ષ 2022 - 17 સપ્ટેમ્બર અમદાવાદમાં ગુજરાત કૉલેજ પાસે એક હુક્કાબાર પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો. અહીં 2 યુવતી સહિત કુલ 20 લોકો હુક્કાની મજા માણતા ઝડપાયા છે. અહીથી હૂક્કાના સેમ્પલ કબજે કરાયા છે. અહીં કોણ-કોણ આવતું હતું તે જાણવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે હુક્કાબારના CCTV કબજે કર્યા છે. હર્બલ ફ્લેવરમાં નિકોટીનયુક્ત ફ્લેવર એડ કરી હુક્કાબાર ચલાવાતું હતું. સ્થાનિક પોલીસની જાણ બહાર વિજિલન્સે દરોડા પાડયા હતા. બે મહિલા સહિત કુલ 20 લોકો હુક્કો પીવા આવ્યાં હતાં. વિજિલન્સની ટીમે અહીં અલગ અલગ ફ્લેવર અને હુક્કાઓ સાથેનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Bhavnagarમાં SOG પોલીસે હુક્કાબારમાં રેડ પાડી માલિકની કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાવનગરમાં ચાલતા હુક્કાબાર પર SOGએ દરોડા પાડયા હતા.પીરછલ્લાના ઈવા કોમ્પ્લેક્ષમાં આ હુક્કાબાર ચલાવવામાં આવતું હતુ,પોલીસે હુક્કાની ચલમ, પાઈપ સહિત 11 હજારનો મુદ્દામાલ જપ્ત કરી જે વ્યકતિ હુક્કાબાર ચલાવતો હતો તેની ધરપકડ કરી હતી,છેલ્લા કેટલા સમયથી હુક્કાબાર ચલાવવામાં આવતું હતુ તેને લઈ પોલીસે તપાસ હાથધરી છે.

ગંગાજળીયા પોલીસને સોંપવામાં આવ્યો આરોપી

ભાવનગરમાં એસઓજીએ દરોડા પાડીને આરોપીને ગંગાજળીયા પોલીસને સોંપવામાં આવ્યો છે.એસઓજી પોલીસે દરોડા પાડયા પરંતુ સ્થાનિક પોલીસ ઉંઘતી રહી હતી,શું સ્થાનિક પોલીસને આ વાતની ખબર ન હતી કે હુક્કાબાર ચાલે છે ? ત્યારે ગંગાજળીયા પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમનો સ્ટાફ શું કરી રહ્યાં છે.


ગુજરાતમાં હુક્કાને લગતા નિયમ પર નજર

વિજય રૂપાણી સરકારે હુક્કાબાર પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો હતો.વર્ષ 2016માં વટહૂકમ બહાર પાડી દંડની જોગવાઈ કરાઈ હતી,જેમાં કાયદાનું ઉલ્લંઘન કરનારાને 3 વર્ષની જેલ અને 50 હજારના દંડની જોગવાઇ પણ કરવામાં આવી હતી.COTPA (Cigarettes and Other Tobacco Products Act) 2003માં સુધારો કરીનો આ નવો કાયદો બનાવવામાં આવ્યો હતો.બાદમાં ગુજરાત સરકારે COTPAમાં હુક્કાનો સમાવેશ કર્યો.જો કે હુક્કા સંચાલકોએ ગુજરાત હાઇકોર્ટમાંથી હર્બલ હુક્કા માટેની મંજૂરી લીધી હતી, પણ હવે હર્બલ હુક્કાના નામે નિકોટીન હુક્કા વેચતા પોલીસ હરકતમાં આવી છે.

હુક્કાબારના પ્રવેશને લઈ નિર્ણય

1 - 18 વર્ષની ઉંમરના કોઈ પણ વ્યકિતને હુક્કાબારમાં પ્રવેશ મળી શકતો હતો

2- પ્રવેશ મેળવવા માટે તમારે હુક્કાબારના રજીસ્ટરમાં નોંધણી કરી તમારૂ ઓળખપત્ર આપવાનું રહેતું હોય છે

3 - હુક્કાબારમાં જે રજીસ્ટર હોય છે તેને જે તે પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી પાસે ચકાસવાનો હુકમ હોય છે

4 - 18 વર્ષથી ઓછી ઉંમરનો વ્યકિત હુક્કાબારમાંથી ઝડપાય તો તેની સામે કોર્ટ કેસ થઈ શકે છે.

5 - કોર્ટ કેસમાં કોર્ટ જે તે વ્યકિતને સજા અથવા દંડની રકમ વસૂલી શકે છે.

6 - હુક્કાબાર ખોલવું હોય તો જે તે પોલીસ સ્ટેશનમાંથી પરમિશન મેળવવાની હોય છે અને તે પરમિશન એક વર્ષ પછી રિન્યું કારાવાની રહેતી હોય છે.

7 - જો તમને પોલીસે પરમિશન આપી હોય અને તેમાં કોઈ ખામી દેખાય તો તે પરમિશન રદ કરવાનો પાવર પોલીસ કમિશનર પાસે રહેતો હોય છે.

8 - હુક્કામાં ખાસ જે ફલેવર વપરાય છે તેમાં 0.5%થી વધુ નાર્કોટિકસ ના હોવું જોઈએ અને જો તેનાથી વધારે નાર્કોટિકસ ફલેવરમાં ઝડપાય તો જે તે માલિક સામે ગુનો નોંધાઈ શકે છે

ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ ગેરકાયદેસર હુક્કાબારમાં રેડ પડી

વર્ષ 2024 - 4 એપ્રિલ

અમદાવાદમાં હુક્કાબારમાં PCBએ દરોડા પાડયા છે. જેમાં સરખેજના બિગ ડેડી હુક્કાબારમાં દરોડા પાડવામાં આવ્યા છે. તેમાં નિકોટીન અને ફ્લેવરના પેકેટ કબ્જે કર્યા છે. બિગ ડેડી હુક્કા બારમાં રેડ કરાઇ છે. તેમાં સરખેજમાં PCBએ દરોડા પાડી નિકોટીન અને ફ્લેવરના પેકેટ કબ્જે કર્યા છે.જેમાં હુક્કાબારને લગતા 19 નિયમોનું પાલન ના થતા હુક્કાબારના માલિક હિમાંશુ રાવળ વિરુદ્ધ એનસી ફરિયાદ દાખલ કરી 19 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

વર્ષ 2022 - 19 જુન

અમદાવાદમાં સરખેજ પોલીસ અને જીડી વિજિલન્સની ટીમે હુક્કાબાર પર દરોડા પાડીને કાર્યવાહી હાથધરી હતી. સેક્રેડ નાઈન હુક્કાબારમાં પાડવામાં આવેલા દરોડામાં યુવક-યુવતીઓ મોટી સંખ્યામાં પકડાયા હતા.અમદાવાદમાં શહેરમાં શંકાસ્પદ લાગતા હુક્કાબાર પર તેમજ હર્બલ હુક્કાબારના નામે નિકોટિન હુક્કાબાર ચલાવનારાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સરખેજ પોલીસે વધુ કાર્યવાહી હાથધરી હતી.

વર્ષ 2022 - 17 સપ્ટેમ્બર

અમદાવાદમાં ગુજરાત કૉલેજ પાસે એક હુક્કાબાર પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો. અહીં 2 યુવતી સહિત કુલ 20 લોકો હુક્કાની મજા માણતા ઝડપાયા છે. અહીથી હૂક્કાના સેમ્પલ કબજે કરાયા છે. અહીં કોણ-કોણ આવતું હતું તે જાણવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે હુક્કાબારના CCTV કબજે કર્યા છે. હર્બલ ફ્લેવરમાં નિકોટીનયુક્ત ફ્લેવર એડ કરી હુક્કાબાર ચલાવાતું હતું. સ્થાનિક પોલીસની જાણ બહાર વિજિલન્સે દરોડા પાડયા હતા. બે મહિલા સહિત કુલ 20 લોકો હુક્કો પીવા આવ્યાં હતાં. વિજિલન્સની ટીમે અહીં અલગ અલગ ફ્લેવર અને હુક્કાઓ સાથેનો મુદ્દામાલ કબજે કર્યો હતો.