Palanpur અંબાજી હાઈવે પર જાણે નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા

પાલનપુર- અંબાજી હાઇવે પર ભરાયા પાણી ધનિયાણા ચોકડી નજીક હાઇવે પર ભરાયા પાણી ઢીંચણસમા પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી પાલનપુર-અંબાજી હાઈવે પર સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી,વરસાદી પાણી ભરાતા અનેક વાહનો રોડ પર બંધ થયા હતા,જાણે રોડ પર નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.પાલનપુરમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ હતી,સમગ્ર હાઈવે જાણે નદી બની ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અંબાજીમાં પણ વરસાદ સમગ્ર બનાસકાંઠામાં ગત સાંજથી વરસાદ વરસી રહ્યો છે,ત્યારે અંબાજી પંથકમાં પણ સારો વરસાદ થતા ખેડૂતના પાકને જીવતદાન મળ્યું હતુ.સાથે સાથે નાના ચેકડેમો તેમજ નદી નાળા છલકાઈ ગયા હતા,બનાસકાંઠા પંથકમાં આમ પણ વરસાદની ઘટ હતી તેની સામે વરસાદ આવતા ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે,હવામાન વિભાગે પણ બનસકાંઠા જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે. જાણો શું છે હવામાન વિભાગની આગાહી રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત મેઘરાજા ભુક્કા બોલાવી રહ્યા છે. જ્યારે રાજકોટમાં પણ વરસાદની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. આવામાં હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. આજે બપોરે 1થી 4 વાગ્યા સુધીની આગાહી સામે આવી છે. જેમાં સાર્વત્રિક વરસાદની આગાહી સાથે ગુજરાતના કુલ 33 જિલ્લાઓમાંથી 30 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને ત્રણ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સિઝનનો 74 ટકા વરસાદ નોંધાયો ચોમાસાના બીજા રાઉન્ડમાં હવામાન વિભાગે કરેલી પાંચ દિવસની ભારે વરસાદની આગાહીમાં પ્રથમ બે દિવસમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 234 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. રાજ્યના કુલ 141 તાલુકાઓમાં 1થી 13 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. જ્યારે ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 74.68 ટકા વરસાદ નોંધાયો છે.  

Palanpur અંબાજી હાઈવે પર જાણે નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાલનપુર- અંબાજી હાઇવે પર ભરાયા પાણી
  • ધનિયાણા ચોકડી નજીક હાઇવે પર ભરાયા પાણી
  • ઢીંચણસમા પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી

પાલનપુર-અંબાજી હાઈવે પર સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી,વરસાદી પાણી ભરાતા અનેક વાહનો રોડ પર બંધ થયા હતા,જાણે રોડ પર નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.પાલનપુરમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ હતી,સમગ્ર હાઈવે જાણે નદી બની ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

અંબાજીમાં પણ વરસાદ

સમગ્ર બનાસકાંઠામાં ગત સાંજથી વરસાદ વરસી રહ્યો છે,ત્યારે અંબાજી પંથકમાં પણ સારો વરસાદ થતા ખેડૂતના પાકને જીવતદાન મળ્યું હતુ.સાથે સાથે નાના ચેકડેમો તેમજ નદી નાળા છલકાઈ ગયા હતા,બનાસકાંઠા પંથકમાં આમ પણ વરસાદની ઘટ હતી તેની સામે વરસાદ આવતા ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે,હવામાન વિભાગે પણ બનસકાંઠા જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે.


જાણો શું છે હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત મેઘરાજા ભુક્કા બોલાવી રહ્યા છે. જ્યારે રાજકોટમાં પણ વરસાદની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. આવામાં હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. આજે બપોરે 1થી 4 વાગ્યા સુધીની આગાહી સામે આવી છે. જેમાં સાર્વત્રિક વરસાદની આગાહી સાથે ગુજરાતના કુલ 33 જિલ્લાઓમાંથી 30 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને ત્રણ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

સિઝનનો 74 ટકા વરસાદ નોંધાયો

ચોમાસાના બીજા રાઉન્ડમાં હવામાન વિભાગે કરેલી પાંચ દિવસની ભારે વરસાદની આગાહીમાં પ્રથમ બે દિવસમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 234 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. રાજ્યના કુલ 141 તાલુકાઓમાં 1થી 13 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. જ્યારે ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 74.68 ટકા વરસાદ નોંધાયો છે.