Navratri 2024: લોકોની સુરક્ષા માટે તાપી જિલ્લા પોલીસ સજ્જ
માં ભગવતીની આરાધનાના તહેવાર ગણાતી નવલી નવરાત્રિ આવતીકાલથી શરૂ થઈ રહી છે. ત્યારે તાપી જિલ્લા પોલીસ દ્વારા નવરાત્રિમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને તમામ સુરક્ષાને ધ્યાને લઈ કવાયત હાથ ધરાઈ છે.મહિલાઓની સુરક્ષા માટે પોલીસની ખાસ શી ટીમ રહેશે તૈનાત નવરાત્રિના સતત નવ દિવસમાં પોલીસ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પણ મહિલાઓની સુરક્ષા માટે પોલીસની શી ટીમ અને એસ.ઓ.જી અને એલ.સી.બીની ટીમ સતત પેટ્રોલિંગ કરીને ખડે પગે સેવાઓ આપશે. નવરાત્રીના તહેવારને ધ્યાને લઈ જિલ્લામાં પોલીસ દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી છે. જિલ્લામાં 20 સ્થળોએ ગરબાના મોટા આયોજન કરવામાં આવ્યા છે. જ્યારે જિલ્લામાં 168 જેટલા સ્થળોએ શેરી ગરબા દ્વારા માં ભગવતીની આરાધના કરવામાં આવશે. 15 PI અને 17 PSI લોકોની સુરક્ષા માટે રહેશે તૈનાત ત્યારે તાપી જિલ્લા પોલીસ 1 એસપી, 3 ડીવાયએસપી, 15 પીઆઈ, 17 પીએસઆઈ અને 330થી વધુ પોલીસ કર્મીઓ તેમજ 800થી વધુ જીઆરડી જવાનો તૈનાત રહેશે. વધુમાં 9 જેટલી શી ટીમ, એસઓજી તેમજ એલસીબીની ટીમ પણ નવરાત્રિ દરમ્યાન તૈનાત રહેશે. તેમજ ખાસ કરીને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સતત પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવશે. નવરાત્રિના તહેવારને ધ્યાને લઈ પોલીસ દ્વારા કડક વાહન ચેકીંગ કરવામાં આવશે. સાથે સાથે વાહન ચાલકોએ નશો કર્યો છે કે કેમ? તે ચેક કરવા માટે બ્રેથ એનેલાઈઝરનો પણ ઉપયોગ કરવામાં આવશે. સુરતમાં પણ નવરાત્રિના તહેવારને લઈને પોલીસની કડક સુરક્ષા વ્યવસ્થા સુરત શહેરમાં પણ નવરાત્રિના તહેવારને લઈને પોલીસ દ્વારા કડકમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસ કમિશનરે જાત નિરિક્ષણ કરતા સ્થળ પર વિઝિટ કરી અને સુરક્ષાના તમામ પાસા પણ ચકાસ્યા છે. આ દરમિયાન ACP, DCP સહિત તમામ ઉચ્ચકક્ષાના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે આ વર્ષે તમામ ગરબાના સ્થળો પર ક્ષમતા કરતા અન્ય વધુ લોકોને કોઈ પણ રીતે એન્ટ્રી આપવામાં આવશે નહીં અને ક્ષમતા નિયત્રંણ કરવા માટે ખાસ AI ટેક્નોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવશે. ત્યારે ખેલૈયાઓ માટે રાહતની વાત એ છે કે નવરાત્રિ દરમિયાન હવે રાજ્યમાં વરસાદને લઈને કોઈ ભારે આગાહી વ્યક્ત કરવામાં આવી નથી, ત્યારે તમામ ગરબા રસીકો મોડી રાત સુધી ગરબા રમી શકશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
માં ભગવતીની આરાધનાના તહેવાર ગણાતી નવલી નવરાત્રિ આવતીકાલથી શરૂ થઈ રહી છે. ત્યારે તાપી જિલ્લા પોલીસ દ્વારા નવરાત્રિમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને તમામ સુરક્ષાને ધ્યાને લઈ કવાયત હાથ ધરાઈ છે.
મહિલાઓની સુરક્ષા માટે પોલીસની ખાસ શી ટીમ રહેશે તૈનાત
નવરાત્રિના સતત નવ દિવસમાં પોલીસ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પણ મહિલાઓની સુરક્ષા માટે પોલીસની શી ટીમ અને એસ.ઓ.જી અને એલ.સી.બીની ટીમ સતત પેટ્રોલિંગ કરીને ખડે પગે સેવાઓ આપશે. નવરાત્રીના તહેવારને ધ્યાને લઈ જિલ્લામાં પોલીસ દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી છે. જિલ્લામાં 20 સ્થળોએ ગરબાના મોટા આયોજન કરવામાં આવ્યા છે. જ્યારે જિલ્લામાં 168 જેટલા સ્થળોએ શેરી ગરબા દ્વારા માં ભગવતીની આરાધના કરવામાં આવશે.
15 PI અને 17 PSI લોકોની સુરક્ષા માટે રહેશે તૈનાત
ત્યારે તાપી જિલ્લા પોલીસ 1 એસપી, 3 ડીવાયએસપી, 15 પીઆઈ, 17 પીએસઆઈ અને 330થી વધુ પોલીસ કર્મીઓ તેમજ 800થી વધુ જીઆરડી જવાનો તૈનાત રહેશે. વધુમાં 9 જેટલી શી ટીમ, એસઓજી તેમજ એલસીબીની ટીમ પણ નવરાત્રિ દરમ્યાન તૈનાત રહેશે. તેમજ ખાસ કરીને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સતત પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવશે. નવરાત્રિના તહેવારને ધ્યાને લઈ પોલીસ દ્વારા કડક વાહન ચેકીંગ કરવામાં આવશે. સાથે સાથે વાહન ચાલકોએ નશો કર્યો છે કે કેમ? તે ચેક કરવા માટે બ્રેથ એનેલાઈઝરનો પણ ઉપયોગ કરવામાં આવશે.
સુરતમાં પણ નવરાત્રિના તહેવારને લઈને પોલીસની કડક સુરક્ષા વ્યવસ્થા
સુરત શહેરમાં પણ નવરાત્રિના તહેવારને લઈને પોલીસ દ્વારા કડકમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસ કમિશનરે જાત નિરિક્ષણ કરતા સ્થળ પર વિઝિટ કરી અને સુરક્ષાના તમામ પાસા પણ ચકાસ્યા છે. આ દરમિયાન ACP, DCP સહિત તમામ ઉચ્ચકક્ષાના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે આ વર્ષે તમામ ગરબાના સ્થળો પર ક્ષમતા કરતા અન્ય વધુ લોકોને કોઈ પણ રીતે એન્ટ્રી આપવામાં આવશે નહીં અને ક્ષમતા નિયત્રંણ કરવા માટે ખાસ AI ટેક્નોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવશે. ત્યારે ખેલૈયાઓ માટે રાહતની વાત એ છે કે નવરાત્રિ દરમિયાન હવે રાજ્યમાં વરસાદને લઈને કોઈ ભારે આગાહી વ્યક્ત કરવામાં આવી નથી, ત્યારે તમામ ગરબા રસીકો મોડી રાત સુધી ગરબા રમી શકશે.