Vadodaraના ભાયલીમાં થયેલ ગેંગરેપ કેસમાં આરોપીઓના ઘર પર ફરશે બુલડોઝર, સ્થાનિકોમાં ખુશી

વડોદરાના ભાયલીમાં થયેલ ગેંગરેપ કેસમાં તંત્ર દ્રારા આરોપીના ઘરે બુલડોઝર ફેરવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.મુખ્ય આરોપી મુન્ના વણઝારાના મકાનને નોટિસ લગાવવામાં આવી છે અને દિન ત્રણની અંદર પુરાવા રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે,ત્યારે આ સમગ્ર ઘટનામાં કોર્પોરેટર પણ આરોપીના ઘરે પહોંચ્યા છે.તાંદલજા વિસ્તારમાં આરોપી રહે છે.મુખ્ય 3 આરોપીઓના ઘરે નોટિસ લગાવવામાં આવી છે. મકાન ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું વડોદરાના ભાયલીમાં જે દુષ્કર્મની ઘટના બની તેમાં આરોપીઓની તો સરભરા કરાઈ છે સાથે સાથે તેમના મકાનો પણ તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે,ઉત્તરપ્રદેશના ત્રણ વિધર્મી આરોપીઓના મકાનો તોડી પાડવામાં આવશે,આ મકાનો ગેરકાયદે હોવાનું પાલિકાની તપાસમાં સામે આવ્યું છે.દાદાનું બુલડોઝર ફેરવીને અન્ય આરોપીઓમાં પણ ઉદાહરણ રૂપ દાખલો બેસાડવામાં આવશે જેથી અન્ય કોઈ આવી ભૂલ ના કરે,હાલ ત્રણેય આરોપીઓ પોલીસના રિમાંડ પર છે. આસપાસના સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ છે સમગ્ર ઘટનાને લઈ વાત કરવામાં આવે તો સ્થાનિકોએ પણ આ વાતને સમર્થન આપ્યું છે,સ્થાનિકોનું કહેવું છે કે ત્રણેય આરોપીઓનો ત્રાસ ખૂબ હતા અને હવે અમને શાંતિ મળશે,સ્થાનિકો પણ આ લોકોથી કંટાળી ગયા હોવાની વાત સામે આવી છે.પરંતુ આરોપીઓના ડરના કારણે અત્યારસુધી સ્થાનિકોએ કોઈ ફરિયાદ નોંધાવી ન હતી,અને મકાન તોડવાને લઈ પોલીસ અને તંત્રને સહકાર આપ્યો છે.સ્થાનિકોનું કહેવું છે કે આરોપીઓને કંઈ પણ કહેતા તો તે લોકો મારી નાખવાની ધમકી આપતા હતા. શું હતો સમગ્ર કેસ 4 ઓગસ્ટના રોજ મોડી રાત્રે ઘટના ઘટી બની હતી,પીડિતા ગરબા રમવા ગઈ જ ન હતી અને સાદા વસ્ત્રોમાં જ મિત્રને મળવા ગઈ હતી તેમજ સીધી મિત્ર સાથે ફરવા નીકળી ગઈ હતી આ ઘટનામાં ગરબા સાથે કોઈ લેવાદેવા નથી,5 આરોપીઓ પૈકી બે લોકોએ દુષ્કર્મ આચર્યું હતું,પીડિતા મિત્રને રાત્રે 11.30 કલાકે મળી હતી,લક્ષ્મીપુરા ખાતે મિત્રને મળી હતી અને ત્યારબાદ પીડિતા અને તેનો મિત્ર સ્કૂટી પર ગયા હતા તે દરમિયાન 5 લોકોનું ટોળું આવ્યું હતુ અને આ ટોળાએ મિત્રને પકડી રાખ્યો હતો અને સગીરા પર દુષ્કર્મ આચરી ફરાર થયા હતા.  

Vadodaraના ભાયલીમાં થયેલ ગેંગરેપ કેસમાં આરોપીઓના ઘર પર ફરશે બુલડોઝર, સ્થાનિકોમાં ખુશી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાના ભાયલીમાં થયેલ ગેંગરેપ કેસમાં તંત્ર દ્રારા આરોપીના ઘરે બુલડોઝર ફેરવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.મુખ્ય આરોપી મુન્ના વણઝારાના મકાનને નોટિસ લગાવવામાં આવી છે અને દિન ત્રણની અંદર પુરાવા રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે,ત્યારે આ સમગ્ર ઘટનામાં કોર્પોરેટર પણ આરોપીના ઘરે પહોંચ્યા છે.તાંદલજા વિસ્તારમાં આરોપી રહે છે.મુખ્ય 3 આરોપીઓના ઘરે નોટિસ લગાવવામાં આવી છે.

મકાન ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું

વડોદરાના ભાયલીમાં જે દુષ્કર્મની ઘટના બની તેમાં આરોપીઓની તો સરભરા કરાઈ છે સાથે સાથે તેમના મકાનો પણ તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે,ઉત્તરપ્રદેશના ત્રણ વિધર્મી આરોપીઓના મકાનો તોડી પાડવામાં આવશે,આ મકાનો ગેરકાયદે હોવાનું પાલિકાની તપાસમાં સામે આવ્યું છે.દાદાનું બુલડોઝર ફેરવીને અન્ય આરોપીઓમાં પણ ઉદાહરણ રૂપ દાખલો બેસાડવામાં આવશે જેથી અન્ય કોઈ આવી ભૂલ ના કરે,હાલ ત્રણેય આરોપીઓ પોલીસના રિમાંડ પર છે.

આસપાસના સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ છે

સમગ્ર ઘટનાને લઈ વાત કરવામાં આવે તો સ્થાનિકોએ પણ આ વાતને સમર્થન આપ્યું છે,સ્થાનિકોનું કહેવું છે કે ત્રણેય આરોપીઓનો ત્રાસ ખૂબ હતા અને હવે અમને શાંતિ મળશે,સ્થાનિકો પણ આ લોકોથી કંટાળી ગયા હોવાની વાત સામે આવી છે.પરંતુ આરોપીઓના ડરના કારણે અત્યારસુધી સ્થાનિકોએ કોઈ ફરિયાદ નોંધાવી ન હતી,અને મકાન તોડવાને લઈ પોલીસ અને તંત્રને સહકાર આપ્યો છે.સ્થાનિકોનું કહેવું છે કે આરોપીઓને કંઈ પણ કહેતા તો તે લોકો મારી નાખવાની ધમકી આપતા હતા.

શું હતો સમગ્ર કેસ

4 ઓગસ્ટના રોજ મોડી રાત્રે ઘટના ઘટી બની હતી,પીડિતા ગરબા રમવા ગઈ જ ન હતી અને સાદા વસ્ત્રોમાં જ મિત્રને મળવા ગઈ હતી તેમજ સીધી મિત્ર સાથે ફરવા નીકળી ગઈ હતી આ ઘટનામાં ગરબા સાથે કોઈ લેવાદેવા નથી,5 આરોપીઓ પૈકી બે લોકોએ દુષ્કર્મ આચર્યું હતું,પીડિતા મિત્રને રાત્રે 11.30 કલાકે મળી હતી,લક્ષ્મીપુરા ખાતે મિત્રને મળી હતી અને ત્યારબાદ પીડિતા અને તેનો મિત્ર સ્કૂટી પર ગયા હતા તે દરમિયાન 5 લોકોનું ટોળું આવ્યું હતુ અને આ ટોળાએ મિત્રને પકડી રાખ્યો હતો અને સગીરા પર દુષ્કર્મ આચરી ફરાર થયા હતા.