Bhavnagar: ભાવનગરમાં રહેણાંક વિસ્તારમાં 220 વીજ કનેક્શનની તપાસ, લાખોની વીજચોરી પકડાઈ
ભાવનગર શહેરમાં રહેણાંકી વિસ્તારના જોડાણમાંથી વીજ ચોરી ઝડપાઇ છે. PGVCLની 7 જેટલી વિજિલન્સની ટીમોએ વહેલી સવારે હાથ ધરેલા વીજ ચેકિંગમાં લાખોની વીજ ચોરી સામે આવી છે.ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજચોરીનું દૂષણ અટકવાનું નામ લેતું ન હોય તેમ તળાજા, પાલિતાણા અને ભાવનગર પંથકમાંથી વીજ તંત્રની ટીમોએ વીજચોરી ઝડપી પાડી હતી. વીજચોરીના દૂષણને ડામવા પીજીવીસીએલ દ્વારા આયોજનબધ્ધ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ભાવનગરમાં વહેલી સવારે અલગ અલગ 7 ટીમો બનાવીને અલગ અલગ 220 વીજ કનેક્શનની તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં 15 રહેણાંક બિલ્ડિંગોમાં 10 લાખની વીજચોરી ઝડપાઇ છે.મળતી માહિતી મુજબ, ભાવનગર શહેરમાં PGVCLની 7 જેટલી વિજિલન્સની ટીમોએ વહેલી સવારે વીજ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવી છે. 15 રહેણાંક બિલ્ડિંગોમાં 10 લાખની વીજચોરી પકડાઈ છે. અલગ અલગ 220 વીજ કનેક્શન તપાસવામાં આવ્યા છે. જેમાં નવાપરા, વિજયરાજનગર, કાળુભા રોડ વિસ્તારમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. પેડક રોડ, બાંભણીયાની વાડી વિસ્તારમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. વહેલી સવારે અલગ અલગ 7 ટીમો બનાવીને વીજ ચેકિંગમાં 15 રહેણાંક બિલ્ડિંગોમાં 10 લાખની વીજચોરી પકડાઈ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગર શહેરમાં રહેણાંકી વિસ્તારના જોડાણમાંથી વીજ ચોરી ઝડપાઇ છે. PGVCLની 7 જેટલી વિજિલન્સની ટીમોએ વહેલી સવારે હાથ ધરેલા વીજ ચેકિંગમાં લાખોની વીજ ચોરી સામે આવી છે.
ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજચોરીનું દૂષણ અટકવાનું નામ લેતું ન હોય તેમ તળાજા, પાલિતાણા અને ભાવનગર પંથકમાંથી વીજ તંત્રની ટીમોએ વીજચોરી ઝડપી પાડી હતી. વીજચોરીના દૂષણને ડામવા પીજીવીસીએલ દ્વારા આયોજનબધ્ધ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ભાવનગરમાં વહેલી સવારે અલગ અલગ 7 ટીમો બનાવીને અલગ અલગ 220 વીજ કનેક્શનની તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં 15 રહેણાંક બિલ્ડિંગોમાં 10 લાખની વીજચોરી ઝડપાઇ છે.
મળતી માહિતી મુજબ, ભાવનગર શહેરમાં PGVCLની 7 જેટલી વિજિલન્સની ટીમોએ વહેલી સવારે વીજ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવી છે. 15 રહેણાંક બિલ્ડિંગોમાં 10 લાખની વીજચોરી પકડાઈ છે. અલગ અલગ 220 વીજ કનેક્શન તપાસવામાં આવ્યા છે. જેમાં નવાપરા, વિજયરાજનગર, કાળુભા રોડ વિસ્તારમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. પેડક રોડ, બાંભણીયાની વાડી વિસ્તારમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. વહેલી સવારે અલગ અલગ 7 ટીમો બનાવીને વીજ ચેકિંગમાં 15 રહેણાંક બિલ્ડિંગોમાં 10 લાખની વીજચોરી પકડાઈ છે.