Gujaratના 800થી વધુ RTO કર્મચારીઓ હડતાળ પર, હાથમાં બેનરો સાથે વિરોધ નોંધાવ્યો

ગુજરાતભરમાં RTOની કામગીરી ઠપ્પ થઈ છે, કારણ કે રાજ્યના 800થી વધુ RTO અધિકારીઓ અને કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. કર્મચારીઓ અને અધિકારીઓ હડતાળ પર ઉતરતા RTOની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે અને અરજદારોને ફરી એક વાર હેરાન થવાનો વારો આવ્યો છે. પડતર માગણીઓનો ઉકેલ ના આવતા કર્મચારીઓ નારાજ થયા છે અને આખરે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે.50 ટકાથી વધુ અધિકારીઓ વિરુદ્ધ ચાલી રહી છે ખાતાકીય તપાસ RTO અધિકારીએ માહિતી આપતા જણાવ્યુ કે છેલ્લા પાંચ વર્ષથી વિજિલન્સ કમિશનર દ્વારા ખાતાકીય તપાસ ચલાવી હેરાનગતિ કરવામાં આવી રહી છે. કેટલાક ટ્રાન્સપોર્ટરો બદલાની ભાવનાથી નનામી અને બેનામી અરજીઓ કરે છે અને તેના દ્વારા પણ હેરાન કરવામાં આવી રહ્યા છે. 50 ટકાથી વધુ અધિકારીઓ વિરુદ્ધ ચાલી રહેલી ખાતાકીય તપાસને કારણે પ્રમોશનની કાર્યવાહી પણ હાલમાં અટકી ગઈ છે. રાજ્યભરમાં RTO ઈન્સ્પેકટરોએ આજે લોગ ઈન કર્યું નથી ગત વર્ષે માત્ર નોટિસના આધારે અધિકારીઓના પ્રમોશન અટકાવવામાં આવ્યા હતા અને ટર્મીનેટ થયેલા કર્મચારીઓ ગુજરાત હાઈકોર્ટમાં પણ કેસ જીતી ગયા છતાં તેમને નોકરી પર પરત લેવામાં આવ્યા નથી, ત્યારે આજે એક દિવસ માટે રાજ્યભરમાં RTO ઈન્સ્પેકટરોએ લોગ ઈન કર્યું નથી અને સિસ્ટમમાં લોગ ઈન ન કરાતા વિવિધ RTO કચેરીની કામગીરી બંધ હાલતમાં છે. પડતર માગણીઓનો ઉકેલ ન આવતા કર્મચારીઓ નારાજ ચાલી રહ્યા છે અને હાલમાં હાથમાં બેનરો સાથે RTO કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે.

Gujaratના 800થી વધુ RTO કર્મચારીઓ હડતાળ પર, હાથમાં બેનરો સાથે વિરોધ નોંધાવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતભરમાં RTOની કામગીરી ઠપ્પ થઈ છે, કારણ કે રાજ્યના 800થી વધુ RTO અધિકારીઓ અને કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. કર્મચારીઓ અને અધિકારીઓ હડતાળ પર ઉતરતા RTOની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે અને અરજદારોને ફરી એક વાર હેરાન થવાનો વારો આવ્યો છે. પડતર માગણીઓનો ઉકેલ ના આવતા કર્મચારીઓ નારાજ થયા છે અને આખરે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે.

50 ટકાથી વધુ અધિકારીઓ વિરુદ્ધ ચાલી રહી છે ખાતાકીય તપાસ

RTO અધિકારીએ માહિતી આપતા જણાવ્યુ કે છેલ્લા પાંચ વર્ષથી વિજિલન્સ કમિશનર દ્વારા ખાતાકીય તપાસ ચલાવી હેરાનગતિ કરવામાં આવી રહી છે. કેટલાક ટ્રાન્સપોર્ટરો બદલાની ભાવનાથી નનામી અને બેનામી અરજીઓ કરે છે અને તેના દ્વારા પણ હેરાન કરવામાં આવી રહ્યા છે. 50 ટકાથી વધુ અધિકારીઓ વિરુદ્ધ ચાલી રહેલી ખાતાકીય તપાસને કારણે પ્રમોશનની કાર્યવાહી પણ હાલમાં અટકી ગઈ છે.

રાજ્યભરમાં RTO ઈન્સ્પેકટરોએ આજે લોગ ઈન કર્યું નથી

ગત વર્ષે માત્ર નોટિસના આધારે અધિકારીઓના પ્રમોશન અટકાવવામાં આવ્યા હતા અને ટર્મીનેટ થયેલા કર્મચારીઓ ગુજરાત હાઈકોર્ટમાં પણ કેસ જીતી ગયા છતાં તેમને નોકરી પર પરત લેવામાં આવ્યા નથી, ત્યારે આજે એક દિવસ માટે રાજ્યભરમાં RTO ઈન્સ્પેકટરોએ લોગ ઈન કર્યું નથી અને સિસ્ટમમાં લોગ ઈન ન કરાતા વિવિધ RTO કચેરીની કામગીરી બંધ હાલતમાં છે. પડતર માગણીઓનો ઉકેલ ન આવતા કર્મચારીઓ નારાજ ચાલી રહ્યા છે અને હાલમાં હાથમાં બેનરો સાથે RTO કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે.